ગામની પંચાત હવે કાયદેસર શિક્ષણનો વિષય!

એક બાજુ ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાના પ્રયાસો ચાલે છે જેથી વિદ્યાર્થી કઇંક માનવીય, વૈચારિક, વૈજ્ઞાનિક, કલાત્મકતા અને સારા નાગરિક બની રહે એવા મૂલ્યો શીખે, પણ ત્યાં મુંબઇ થાણે પાસે એક શાળામાં પરીક્ષા દરમ્યાન રમત ગમતની પ્રશ્નોત્તરીમાં એ મહાનુભાવ શાળા સંચાલન પરીક્ષામાં વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડનું નામ પૂછી બેઠા! છે ને મહાન લોકો!

Times of India | 18th October 
હવે તો કહી શકીએે કે, ગામની પંચાત બન્યો શિક્ષણનો મુદ્દો. એ પેપર સેટરે શું સમજીને આ પ્રશ્ન રાખ્યો હશે? એ ભગવાન જાણે. 

હવે એ શાળા પ્રોપર શહેર વિસ્તારમાં નથી આવે એટલે ગામડું જ કહી શકીએ અને જયાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અર્બન વિસ્તારની શાળાઓમા આ પ્રકારની ભૂલો ભાગ્યે જ જોવા મળે. પરંતુ ગામડાઓની શાળાઓમાં આ પરિસ્થતી જોતાં જ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા સમજાઈ છે. એક નાનકડી ભુલ ઘણી મોટી ખામી કહો કે સમસ્યાઓની બાતમી આપી જાય છે. 

હાલની સરકાર ઘણાં પ્રોજેક્ટો લોન્ચ કરી રહી છે જ્યારે ગામડાઓમાં શિક્ષણની આવી કથળેલિ સ્થિતી જોતાં એ જ વિચાર આવે છે કે સરકાર એ મોટાં મોટાં પ્રોજેક્ટો કરે કે ન કરે..પણ ગ્રામ વાસીઓ યોગ્ય ઢબે શિક્ષિત થાય તેનાં પ્લાનિંગ ચાલુ કરી દેવા જ જોઇએ. બાકી આવા બનાવો એક જ ઝાટકે દેશના ધજાગરા ઉડાવી દે! 

હજી તો કેટલીયે શાળાઓમાં કેવા કેવા ધતીંગો ચાલતા હશે એ કોણ જાણે. શાળાઓનાં આવાં બેજવાબદાર વર્તન જ વિદ્યાર્થીઓને દુષણો બાજું લઇ જવાં પ્રેરે છે. 

બાળકોના ભવિષ્ય સાથે રમવું એ ખરો અન્યાય છે. 

Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો