પોસ્ટ્સ

એપ્રિલ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીયોની “કિંગ કેન ડુ નો રોંગ” જેવી માનસિકતા

ભવેન કચ્છી “વિવિધા” ટાઇટલ સાથે અર્ધ-સાપ્તાહિક પૂર્તિ શતદલમાં ઓપનિંગ બૅટિંગ કરે છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલા શતદલમાં એમણે એક ખૂબજ ચોટદાર વાત વખોડી હતી જેમાં ભારતીયોની “કિંગ કેન ડું નો રોંગ” જેવી માનસિકતા અંગેના વિચારો રજુ કર્યા છે. એમનું કહેવું છે કે , “ તંત્ર , નેતાઓ અને અધિકારીઓ જ નહીં પણ ખાનગી સંસ્થાના હોદ્દેદારોમાં એવી તુમાખી આવી ગઈ કે તેઓ ગમે તેવી લાપરવાહી બતાવે , દેશને લુંટે કે નિષ્ફળ જાય તો પણ તેઓની ટીકા કરવાની જ નહીં. પણ હવે સામાજિક સ્તરે એક એક વ્યક્તિ , એક એક ટીનએજ , યુવાન-યુવતી , પતિ-પત્ની , મમ્મી-પપ્પા , ઇવન સેલીબ્રીટીમાં એ હદે સ્વકેન્દ્રી ઘમંડ આવી ગયું છે કે તમને તેઓને સદભાવનાથી ના તો કોઈ સલાહ આપી શકો કે ખોટું કરતુ હોય તો બતાવી શકો. અબોલા , રીસામણા , આત્મહત્યાની વધતીજતી ઘટનાઓ પાછળ સાવ કાચ જેવી બની ગયેલી સહનશક્તિ છે. “ આવી માનસિકતા તો ભારતમાં પહેલેથી હતી પણ રિપોર્ટ અત્યારે કેમ મળે છે ? આવી વરાળ અત્યારે નીકળે તેનાં કારણો છે કે , પોતાનાં કમ્ફર્ટ ઝોન માટે બિનજરૂરી ધોરણે ઉપયોગથી આવી માનસિકતા અત્યારે વધારે પકડ જમાવી રહ્યું છે. ભવેનજી એ ફક્ત ચિત્ર રજુ કર્યું. પરંતુ આવી મા

બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન અને ભારતનાં સંચાલકોમાં પ્રાથમિક સમસ્યાઓ માટેનું એન્ટી-વલણ

મથાળાની બંને બાબતોમાં ઘણી સામ્યતા છે. જેમ દેશમાં ગરમીનો પારો ચડતાજ નિષ્ણાંતો પાસે કારણો ગોતાવવાની ફરજ પાડી એવી જ રીતે ભારત દેશનાં આઝાદ થયા પછી વધી રહેલી ગરીબી , ભ્રષ્ટાચાર અને બીજી અનેક પાયાની સમસ્યાઓનું નિરાકરણતો ઠીક પણ જો પ્રામાણિકતાથી કારણો ગોતાવવાની ફરજ પાડવામાં આવી હોત તો એ બધી સમસ્યાઓનાં સમાધાનની બુલેટ ટ્રેન ક્યારનીયે દોડતી થઇ ગઈ હોત. જ્યાં સુધી કુદરતનો માર નથી પડતો ને ત્યાં સુધી કોઈ   જ સરવળતું નથી. શું ભારતની બધીજ સમસ્યાઓ કુદરતી છે ? ના સેજ પણ નહી. જો સમસ્યાઓ કુદરતી હોત તો સેજ પણ સમય લીધા વગર બધી જ સરકારો એ પોતાના કમરતોડ પ્રયાસો હાથ ધર્યા હોત. આ પ્રમાણે સાબિત થાય છે કે , કોકના હાથે કર્યાનાં દેશ ભોગવે. બંગાળની ખાડીમાં એન્ટી-સાયક્લોન એ કુદરતી સમસ્યા છે. અને એ પરિસ્થતિ વૈશ્વિક કલાઇમેટ ચેન્જની અઘરી સમસ્યાનો એક ભાગ છે. જયારે ભારતની સમસ્યા પણ વૈશ્વિક સમસ્યાનો લગભગ મોટો ભાગ છે. સમસ્યાઓ અને તે પર લેવાતા નિર્ણયો અને હાથમાં આવતા પરિણામોને પારદર્શક બનાવવા જરૂરી છે. જેમ કલાઈમેટ ચેન્જ જેવી સમસ્યાને સુધારવા વ્યક્તિગત કાર્બનનાં ઉત્સર્જન પર કંટ્રોલ આવી શકતો હોત તો આ બાબતે કેમ નહી ? જનત

સ્પષ્ટ નીતિજ પરિણામકારક છે.

કોઈ પણ પ્રકારનાં મુદ્દાઓ પરની ચળવળો, એ પછી ભારતની આઝાદી બાબતે ગાંધીજીની અહિંસક નીતિઓથી ગૂંથાયેલી ચળવળ કે પછી અમેરિકા અને જાપાનનો એકબીજાને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંસક જવાબ. ઉપર જણાવેલ બંને મુદ્દામાં લડનારનાં ખાતામાં સારું કે ખરાબ પણ મહત્વનું એ છે કે પરિણામ આવ્યું. બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે એ ઘટનાઓની પાછળ એક સ્પષ્ટ નીતિ ને પકડી રાખી કાર્ય પાર પડ્યું હતું. એ પછી અમેરિકા અને જાપાને ભલે હિંસાનો સાથ લીધો અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ અહિંસક ચળવળનો. પરંતુ કાર્યપદ્ધતિ સંતુલિત અને સપષ્ટ નીતિથી છલોછલ ભરેલી હતી. અરવિંદકેજરીવાલએ પણ અન્નાજી સાથે મળીને અહિંસક ચળવળો કરી અને એક જ નીતિથી ચાલવું છે એ બાબતે કેજરીવાલ અને એમનાસાથીદારો સ્પષ્ટ હતા એટલે જ AAPનું સર્જન શક્ય બન્યું. પરંતુ આ વખતે પાટીદાર અનામત આંદોલન એ "મિશ્ર નીતિ" નો ભોગ બની રહ્યું છે. સવારમાં અહિંસક ચળવળ અને રાત્રે તોફાની પ્રવુત્તિઓ. આવી રીતે કોઈપણ સરકાર એમના પ્રશ્નોને ગંભીરતાથી લે એ બાબતો સ્પષ્ટ નથી. પોલીસ વિભાગ પોતાની નીતિઓથી સ્પષ્ટ છે. એમેણે જે સમયે જે કરવાનું છે એ એમેણે ગાંધીજીના સમયમાં પણ કર્યું હ

શિક્ષણ અને ખાનગીકરણ

તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી અને ઉભરતી યોગ્ય પ્રગતિ છે પરંતુ તમને પ્રશ્ન થશે કે “અંધારા”નું શું? કેમ તેના માટે મને કોઈ રૂપક ન મળ્યો! ખાનગીકરણ.....એજ તો છે અંધારું! થોડા સમય પહેલાની વાત છે. હું, મિત્ર જીગર અને મિત્ર ચેતન ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે હતા. ત્યાં ચીન દ્વારા આપેલી પરમ ભેટની ચૂસકી મારતા મારતા આ વિષય પર પ્રથમ વખત વિસ્તૃત ચર્ચાનાં અંકુર ફૂટ્યા હતા. જો કે આ અહેવાલને સંક્ષિપ્ત જ સમજવો. મૂળ વાત, કોઈપણ રાષ્ટ્રનાં નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ રાષ્ટ્રના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા બદલ નિમાયેલા પણ છે. (માફ કરશો મારો પ્રયાસ “નેતાઓ” લખવાનો હતો) આપણે ભારતીય છીએ એટલે ભારતની જ વાત માંડુ કે, ભારત દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી કેન્દ્રીય સત્તા પર આવનાર દરેક સરકારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લોકો સુધી પહોચાડવા માટે બનતા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. (બનતા પ્

મેં જયારે કાબુલીવાલા વાંચી...

મેં જ્યારે રવીન્દ્રનાથ ટાગોરની "કાબુલિવાલા" વાંચી - કમલ હું વિજ્ઞાનશાખાનો અભ્યાસી છું એટલે ધોરણ ૧૦ પછી કોઈપણ પ્રકારનાં ગુજરાતી કે અન્ય ભાષાનાં સાહિત્ય સાથે મારો ૩૬ નો આંકડો થઇ ગયો હતો. એટલે જ તો અત્યાર સુધી રવીન્દ્રનાથ ઠાકુર જેવા મહાન વ્યક્તિની રચનાઓથી વંચિત રહ્યો છું. પરંતુ હવે ઘણા પ્રકારના અભ્યાસીઓ સાથે મિત્રતાનો વ્યવહાર બંધાયો છે અને એ જ મિત્રોમાંથી અમુક ગુજરાતી અને બીજી તમામ ભાષાના સાહિત્યને પોતાનો પડછાયો માનવાવાળા પણ સામેલ છે અને એમાંથી જ એક મિત્ર એ મને આ કાબુલીવાલા જેવી ઉત્કૃષ્ટ રચના વાંચવાની તક આપી. અત્યાર સુધી રવીન્દ્રનાઠ ઠાકુરજી એટલે એજ વ્યક્તિ તરીકે મગજમાં છાપ હતી કે, એ મહાપુરુષ જેમણે ભારતીયોને એમનું રાષ્ટ્રગીત “ નેશનલ એન્થમ” આપ્યું છે. કાબુલીવાલા જેવી રચના એમ જોવા જઈએ તો મારા માટે વાંચનની દ્રષ્ટીએ રવીન્દ્રનાથ ઠાકુરજીની દુનિયામાં પ્રથમ પગલું કહી શકાય. મેં શરૂઆત જ અહિયાંથી કરી હતી. દિર્ગદર્શક અનુરાગ બસુ એ પણ પ્રયત્ન કર્યો છે આ વાર્તાઓને ચલચિત્ર રૂપે સમાજની સામે મુકવાનો. એ પ્રયત્ન ખરેખર વખાણવા યોગ્ય છે અને થોડામાં ઘણું કહી જાય એ રીતે પ્રસ્તુત કરે છે. આ વાર્