મૂળ આનંદની વાત

ગઈકાલે જ મિત્ર अनहद नाद ની પોસ્ટમાં એમણે અઘરું સત્ય પીરસી દીધું હતું.

કે, "જીવનના તમામ સુખ અને આનંદ "અતાર્કિક" કારણોના માળખા પર નભતાં હોય છે!"

ખરું.. એકદમ ખરી વાત. જ્યાં કારણ, તર્ક મળી જાય ત્યાં સમજણ, જિજ્ઞાસા અને આશ્ચર્ય મોળા પડી જાય છે.

એટલે જ મંદિર, મસ્જીદ, ગુરુદ્વારા, અગિયારી, જિનાલય, પેગોડા, એક એવા જ અતાર્કિક આનંદ ની અનુભૂતિ આપતા સ્થળો છે. ત્યાં જે મોજુદ છે એ ખરેખર અતાર્કિક છે. પણ જે ત્યાં તાર્કિકતાની પળોજળ વગર મન મગજ સાઈડમાં મૂકીને પહોંચી જાય છે એ ને ત્યાં એક અનેરો આનંદ જ મળે છે. જેને આપણે ધ્યાન અવસ્થા પણ કહી શકાય!

એટલે "માનવા" કરતાં "માણવું" જરૂરી છે.

આભાર મિત્ર અનહદ.

- Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો