મોદી મોદી મોદી, સીપ્લેન, અને ઉજ્જવળ ભવિષ્ય

એરોનોટિકલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ કર્યો હોવાને લીધે આજે ઉદ્ઘાટિત થયેલ અમદાવાદ-કેવડિયા-અમદાવાદ રૂટ પરની સી-પ્લેનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખુબ જ અદ્ભૂત અને મોટિવેશનલ છે. જે-તે સમયે હું મારો અભ્યાસ પૂર્ણ નહતો કરી શક્યો કારણકે એરોનોટિક્સ એન્જીનીયર્સની ભારતમાં ટેક્નિકલ સુપરવાઈઝર કરતા વધારે કોઈ કાર્યમાં ઉપયોગીતા નહતી અને હજુ કદાચ નથી. 

2014, ની આસપાસ આ વિચાર મને આવ્યો હતો. ભારતમાં જો એર ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય વધારવું હોય તો એક જ ઉપાય છે સી-પ્લેન વ્યવસ્થાનો ફેલાવો. ભારતના લગભગ મહાનગરો, નગરો અને શહેરો કોઈના કોઈ જળ સ્ત્રોતની આજુ બાજુ છે. આ સી-પ્લેન જેવી વ્યવસ્થા ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે. મેં મારી રીતે HAL અને NAL ને ઇમેઇલ પણ લખ્યા હતા પરંતુ કોઈ સંવાદ પાંગર્યો નહતો. 

પરંતુ આ સી-પ્લેનની વ્યવસ્થા ને સેજ પણ સામાન્ય કક્ષા એ ન ગણાતા. ભારતના ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ફેસેલિટી સાબિત થશે.  

પાણી પર લેન્ડિંગ અને ટેકઓફની વ્યવસ્થા ને લેધે મોંઘા અને સમય માંગી લે તેવા રનવે બનાવવાની જરૂરી નથી. 

ડોનિયર-320 જેવા સ્વદેશઓ વિમાન બનાવી ને હિન્દુસ્તાન એરોનૉટિકસે સાબિત કર્યું છે કે આપણે એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકીએ છીએ. 

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં  લઈએ ત્યારે એ સાબિત થાય છે કે આ ઘટના કેટલી મોટી હશે અને નરેન્દ્ર મોદીનું ગણિત કેટલું ચોક્કસ અને વિશાળ હશે. અમદાવાદમાં રિવર ફ્રન્ટના આઇડિયાને એક જ ઝાટકે તોડીપાડનાર લોકો ને ખ્યાલ આવ્યો હશે કે એ વિચાર કેટલો સુસંગત સાબિત થયો છે. 

વેલ, ખોટી ચર્ચામાં મારે પડવું નથી. પરંતુ અમેરિકા જેવા અમેરિકામાં પણ સરકાર ને સપનામાં કોઈ આઈડ્યા કે વિચારો આવતા નથી. ત્યાં ઈલોન મસ્ક, સ્ટીવ જોબ્સ જેવા ધુરંધરો એ પોતાના પર જોખમ લઇ લઈને પ્રોજેક્ટ પ્લાન કર્યા હતા અને કરતા રહશે. 

સી-પ્લૅનની આ ઘટના એ તમામ ભારતીય યુવાઓ માટે એ ગ્રીન સિગ્નલ છે જેમને પોતાની ક્રિએટિવિટી ચકાસવી છે. 

ફરી નરેન્દ્ર મોદી ને ખુબ ખુબ ધન્યવાદ અને એમના નેતૃત્વ બદલ ભારત આભારી રહશે હરહંમેશ.

#કમલમ 

સ્વભાવ, ધર્મ અને જન્મભૂમિ ના સંસ્કાર

મારુ માનવું છે કે, ધર્મ સાથે માણસની કટ્ટરતાને જોડવી એ અન્યાય છે. કટ્ટરતા ધર્મ નથી આપતું પણ તેની જન્મભૂમીના સંસ્કાર આપે છે.

આપણે અહીંયા જાગૃત વ્યક્તિઓ છીએ. ચોક્કસ, મન અને મગજને સુન્ન કરી નાખે એવા પ્રવચનો સાંભળીને કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી જાય અને અપ્રાકૃતિક કાર્ય કરી બેસે તેમાં કોઈ જ નવાઈ નથી. એવા પ્રવચનો ફક્ત ધાર્મિક લીડરો જ નહીં પણ સમાજના જે તે ક્ષેત્રોમાં અવારનવાર યોજાતા હોય છે.

આ પોસ્ટ ઇસ્લામને લગતી જણાય છે પણ ફક્ત ઇસ્લામની જ વાત નથી. દરેક ધર્મની વાત છે. 

ઉદાહરણ લઈએ. 

ઉત્તર પશ્ચિમ ચીન લગભગ ઇસ્લામિક છે. તેની પર ચીની રાજકીય પોલીસીનું દબાણ છે એટલે તેઓ શાંત પ્રવૃત્તિના છે એવું કહી શકાય પણ ખરેખર એવું નથી. તેઓની માનસિકતા જ ત્યાંની ભૌગોલિક અવસ્થા પર ટકી હોય છે. એટલે ત્યાંના મુસ્લિમો કહો કે બુદ્ધિસ્ટ એ બંનેના સામાજિક લક્ષણો લગભગ સરખા દેખાઈ આવે. 

એની સામે આપણા ગુજરાતી મુસ્લિમો વિષે થોડી વાત કરીએ

લગભગ શાંતિપ્રિય પરંતુ ઉત્તર પૂર્વ ભારતીય શરીયા પદ્ધતિ વશ અર્ધજાગૃત હોવાના લીધે ક્યારેક કટ્ટરતા દેખાઈ આવે છે. 

ભારતના અમુક ઉત્તર પૂર્વી પ્રદેશોમાં માણસોના દેખાવ પર જઈએ તો ખબર પડે કે એ ક્યાં ધર્મ નો છે બાકી જો એ ધર્મનું ફિલ્ટર કાઢી નાખીએ તો વાણી, સ્વભાવ અને વિચારોમાં સેજ પણ ફરક નહીં

હા, આપણે ભગવાન શ્રી રામ, કૃષ્ણની લીલાઓ સાંભળીએ અને એનું મનોમંથન કરીએ અને પછી ત્યારબાદ આપણામાં પાંચથી દસ ટકા સ્વાભાવિક ફેર પડે બાકી નફા-નુકશાનની વાતમાં એકી ગુજરાતી માણહ હિન્દૂ હોય કે મુસલમાન, મગજ તો બંને નો સરખો જ જાય. 

અફઘાનિસ્તાન, ઈરાન, અને સાઉદી જેવા પ્રદેશો કદાચ ઇસ્લામિક ન પણ હોય તોય ત્યાંના રહીશોના વર્તન અને સ્વભાવમાં કોઈ જજો ફર્ક ન પડે. 

વિચારો આવકાર્ય છે. 

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો