પોસ્ટ્સ

ઑક્ટોબર 10, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્ત્રી, મહાશક્તિ અને બંધન

હું = માતાજીના ઘણા મોટા ભગત લાગો છો તમે? એક ભાઈ (વડીલ મિત્ર) = જી હા! ખુબ શ્રદ્ધા છે. હું = કેમ, તમને એક સ્ત્રી તત્વમાં એટલી બધી શ્રદ્ધા છે? એક ભાઈ = જી, માતાજીમાં પરમ શક્તિ છે. એ તમામનાં દુઃખ દુર કરશે. હું = હા એ વાત બરાબર. પણ, તમને ખબર છે તમે જે માતાજીના ભગત છો એ સ્વતંત્ર નથી અને એક પુરુષ તત્વના ભગવાને એમને બાંધી લીધા છે. એટલે હવે એ કોઈનીયે મદદ કરી શકે એટલા પણ સ્વતંત્ર નથી રહ્યા. એક ભાઈ = આ શું ધડ મુળ વગરની વાત કરો છો કમલ ભાઈ તમે. એ શક્તિ છે. એ કોઈના બંધાયે બંધાઈ શકે? હું = હા, કેમ નહીં જેમ તમે બાંધીને રાખો છો એમ. એક ભાઈ = (મારી નાખવાના મુડમાં) તમે તમારું કામ કરો! અમારી ઈજ્જત અમારા હાથમાં જ છે. તમારે જે કરવું હોય એ કરો. હું = અરે હું તહેવારમાં આનંદ લેવાની વાત કરું છું. આતો મારા મમ્મી કહેતા હતા કે તમારા ઘરની સ્ત્રીઓને ગરબામાં આવવાની ઈચ્છા ઘણી થતી હોય તમે આવવા નથી દેતા. તમારા કારણો જે પણ હશે એ ચોક્કસ અને યોગ્ય જ હશે, પણ એ નિયમો જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા. એ ભાઈ = હું સમજ્યો નહીં? જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા એટલે? હું = તમે અહિયાં મુંબઈમાં પોતાની સંસ્કૃતિનાં પ્રચાર માટે