ચાઈના, ફોર્ચ્યુન ગ્લોબલ ફોરમમાં વિઝીટ લેવા ગયેલ એપલ ના CEO, ટીમ કુક એ સમગ્ર વિશ્વને હેરત પમાડનારી બાબત પર ચર્ચા કરી.
તમે આ પોસ્ટનું શીર્ષક જોઈ શકો છો કે, "ચાઈનાનું લેબર કોસ્ટ સસ્તું નથી", આ બાબત પર ટીમ કુકે સારી એવો પ્રકાશ પાડ્યો.
ટીમ એ આગળ કહ્યું કે,
" શું તમે એમ વિચારો છો કે ચાઈના નું લેબર કોસ્ટ દુનિયાના તમામ દેશો કરતા સસ્તું છે? તો એ તમારી ભૂલ છે! ચાઈના એ વર્ષો પહેલા જ સસ્તા લેબર કોસ્ટ પર કાપ મૂકી દીધો હતો. એટલે અમે એમરીકામાં પ્રોડક્શન કરાવીએ કે પછી ચીનમાં કોઈ ખાસ ફરક પડતો નથી. તો પછી અમે એપલનું પ્રોડક્શન ચીનમાં કરાવીએ છીએ તેની પાછળના ઠોસ કારણો ક્યા?
એ છે એમની મલ્ટીપલ ટુલિંગ પર ફાવટ ધરાવતા અસંખ્ય કારીગરોની સંખ્યા. હા, એક મેકેનીકલ પ્રોડક્ટને મેન્યુફેકચરર કરવા માટે લેથ, મીલીંગ, અને અન્ય ઘણાય પ્રકારના મેકેનીકલ ટુલ્સનો ઉપયોગ અત્યંત જરૂરી છે. અને એપલ તેના પ્રોડક્ટનું ક્વોલીટી જે કક્ષા એ માંગે છે એ તમામ કક્ષા નું પ્રોડક્શન એ જ ક્વોલીટી સાથે ચીનમાં કરાવવું પોસીબલ છે.
કોઈ એક આવડત મહારત ધરાવનાર વ્યક્તિઓની સંખ્યા ચીનમાં જેટલી વધારે છે એટલી દુનિયામાં ક્યાય નથી. અને અમેરિકા અને અન્ય કોઈ દેશોમાં કોઈપણ મેકેનીકલ મહારત ધરાવનાર વ્યક્તિઓને ભેગા કરશું તો એક રૂમ પણ નહીં ભરાય. "
તો, ટીમની વાત પરથી એટલો તો ખ્યાલ આવી જ ગયો કે ચાઈના પાસે ટેકનીશીયનો ભરપુર પ્રમાણમાં છે જે કોઈપણ કક્ષાનો ઉતમ માં ઉતમ પ્રોડક્ટ પ્રોડ્યુંઝ કરવાની ક્ષમતા ધરાવે છે અને એ કોઈપણ દેશ કરતા ઘણું ઝડપી છે.
અને આ સાથે ટીમ દુનિયાને એક અત્યંત મહત્વપૂર્ણ મેસેજ પણ આપવા માંગે છે કે, મૂળભૂત આવડતની ભરમાર જ્યાં હશે ત્યાં પ્રોડક્શન માટે દુનિયા તમારી રાહ જોઈ રહી છે. આ વિષય પર શિક્ષણ મંત્રી અને HR મંત્રી શ્રી ઓ એ ખાસ ધ્યાન આપવા જેવી વાત છે. અને આમ જ તો રોજગારની સમસ્યાઓનો અંત આવશે!.
આ સાથ હું એ વિડીયો પણ અટેચ કરવા ઈચ્છું છું ટીમ કુકના ઈન્ટરવ્યું નો.
જય હિન્દ.
જય હિન્દ.