પહેલાં ધંધામાં પણ એક પ્રકારનું પ્રામાણિક સ્તર હતું. વેપારીઓ સ્કીમો લાવતા પણ ઓટલા પંચાયતો પણ ન પકડી શકે એવી અઘરી હોય અથવા સંપુર્ણ પ્રામાણિક હોય. મોટે ભાગે ગ્રાહકોના પૈસા વસુલ થતાં!
હવે અત્યારે ટેલીશોપિંગ જેવી પ્રોડક્ટ પ્રમોશન મેથડ ઘણી ચાલી છે. એક દિવસ થયુ કે જોઈએ શુ કહેવા માંગે છે એટલે લાગતી વળગતિ ચેનલ ચાલુ કરી અને ધ્યાનથી એમની મેથડ સમજવાનો પ્રયત્ન કર્યો...તો ઘણી સ્કીમો બાર આવી ;)
જેમ કે.....
- તમારાં ઘૂંટણનાં રોગને જડમુળમાંથી કાઢી નાખવા અમારાં પ્રોડક્ટને ખરીદો. અમારો બે મહિનાનો કોર્સ છે.
- બે મહિના વાપર્યા બાદ પણ તમને અમારો પ્રોડક્ટ ન ગમ્યો અથવા અસરદાર ન લાગ્યો તો "તમે પ્રોડક્ટ પાછો આપી શકો છો" અને તમને પૂરા પૈસા પાછા મળી રહેશે.
મજા તો હવે આવશે! પ્રોડક્ટ 45 દીવસ ચાલે એટલો જ હોય છે. (એવું એ લોકો નિખાલસપણે 30એક મિનિટની એડમાં એક વાર તો જરૂર બોલી જાય છે)
હવે 2 મહિના પૂરા કરવા બીજો ઓર્ડર કરવાનો. 2 મહિના એટલે કે 60 દિવસે પ્રોડક્ટ વાપર્યા પછી પણ તમને જો અસર ન કરે તો 45 દિવસ પહેલાં જ પૂરો થઈ ગયેલો પ્રોડક્ટ તમારે પાછો આપી દેવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો પણ 15 દિવસ વપરાયેલ બીજો પ્રોડક્ટ પાછો આપો એટલે સીધુ 50% નુકશાન. છે ને મારા બેટા! ભાયડા એ પેલ્લો ભાગ તો પધરાવી જ દીધો ને! ;)
છેલ્લે છેલ્લે
ભારતીયોની માનસિકતાનો સૌથી મોટો ફાયદો રાજકારણીઓ પછી અગર કોઈ લેતાં હોય તો એ આ લોકો છે. આ બધામાં ન પડવું! :)
તા.ક. મારો અનુભવ નથી. ચોખ્ખું અવલોકન સમજવું. :p
- કમલ ભરખડા