શું તમારા કરેલ કાર્યની કોઈ ગણતરી નહીં કરે?

તમને જયારે લાગે કે, "ત્યાં" તમારા કરેલ કાર્યની કોઈ ગણતરી નહીં કરે, ત્યાં અને ત્યારે જ કરેલ દરેક નાનામાં નાનું કાર્ય તમારું ઘડતર કરશે અને આધુનિક સમયની વાત કરીએ તો સફળતા અપાવશે. બે ઉદાહરણ આપું.

એક વિદ્યાર્થી જયારે ભણતર પૂર્ણ કરી ને નવી નવી જોબ પર લાગે છે ત્યારે તેને લગભગ એવી જ અનુભૂતિ થાય છે કે, એવડી મોટી કમ્પનીમાં મારા જેવા ફ્રેશરને કોઈ જોશે અને શું ગણશે? જયારે એવું નથી હોતું. જયારે તમરા પર નજર નથી હોતી ત્યારે જ સમય હોય છે પોતાના કાર્યમાં જીણવટ લાવવાનો જે આગળ જતાં તમને "સફળતા" અપાવે છે.

એજ રીતે, આપણે અત્યારે એવું વિચારીએ કે, પરમ બ્રહ્મ નારાયણનું નામ અત્યારે લઈને શું મતલબ છે? જયારે એવું નથી. અત્યારે લીધલ નામ અને કરેલ બ્રહ્મ-ભક્તિ જ અંતિમ ચરણ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવે છે.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો