પોસ્ટ્સ

જુલાઈ 5, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિશ્વ યુદ્ધનાં ભણકારા!

ચીન સાથે ભારતની કોઈપણ નીતિ ભારતને જ નુક્શાનીમાં રાખે એમ છે. ચીન સાથે કોઈપણ પ્રકારનું યુદ્ધ કરવાં ભારત સક્ષમ છે કે નહીં એ જ માપ કાઢવું અઘરું છે. ચીનને વ્યવસાયિક ફાયદો સૌથી વધારે USA દ્વારા છે. USA ભારતના પક્ષમાં છે. કારણકે, USA એ ચીનની સુપર પાવર બનવા તરફની મહત્વકાંક્ષાનો અણસાર આવી ગયો છે.  ભારત હાલ રાજનૈતિક દ્રષ્ટિએ ચીન કરતા આગળ નીકળી શકે  છે પરંતુ શસ્ત્ર યુદ્ધમાં ભારતને પછડાટ જોવી પડે તેનાં સમીકરણો વધુ ફિટ બેસે છે. એ વાતનો ચીનને પણ ખ્યાલ છે એટલે જ સિક્કિમ જેવા મુદ્દે કાંકરીચાળો કરીને ભારતને જમીની યુદ્ધ ક્ષેત્રે ઉશ્કેરવા માંગે છે જેથી ભારતીય રાજનૈતિક પ્રગતિ પર થોડી રોક લાગે અને ચીન પોતાની સુપર પાવર બનવા તરફ ગતિ આગળ ધપાવે. હાલ, ચીન પોતાના લેબર પાવર અથવા માનવીય સંશાધનનો ઉપયોગ છુટ્ટા હાથે કરી રહ્યું છે. નોર્થ આફ્રિકા, સિરિયા અને અમુક દક્ષિણી એશિયાઈ દેશોમાં લાખોની સંખ્યામાં પોતાનાં માનવીય ટોળાઓને ઉતારી રહ્યું છે અને જે તે પ્રદેશ ની આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ત્યાંની સરકાર સાથે હસ્તક્ષેપ કરી રહ્યું છે. ટૂંકમાં ચીન USA ની જેમ જગત જમાદાર બનવા માંગે છે. હાલ ચીન ખરેખર ભૂરાયુ