"ગ" સે ગુજરાતી ઔર "ગ" સે ગાંઠિયા

ગુજરાતી અને ગાંઠિયા બન્ને એકબીજાના સમાનાર્થી છે. અહીં પ્રસ્તુત ચિત્ર જામનગરના ગાંઠિયાનું છે. પાણી પાણી થઈ ગ્યું ને મોં. ! 

ગુજરાતમાં દરેક જગ્યા એ ગાંઠિયાને અલગ અલગ રીતે ખવાય છે. જેમ કે, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જામનગરમાં પપૈયાનું છીણ અને ત્યાના મરચા સાથે લેવાય છે. એવી જ રીતે અમદાવાદમાં કઢી અને ચટણી સાથે લેવાય છે. રાજકોટમાં એમની પોતાની લીલી ચટણી અને ગાજર પપૈયાનાં છીણ સાથે પીરસવામાં આવે છે. ચટણી ગમે તે હોય ગાંઠિયા જો ગરમ અને પોચા રૂ જેવા હોવાજ જોઈએ. 

તો આ ભીના ભીના વાતાવરણમાં તમે બધા ગરમ ગરમ ગાંઠિયાની મજા માણો!



"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો