પોસ્ટ્સ

માર્ચ 25, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાવ - પ્રતિભાવ અને દુઃખ

માણસે ખરેખર એ પરિસ્થતિ / અવસ્થા પર પહોંચવાનું છે જયારે તેના પર કોઈનાં ભાવ કે પ્રતિભાવનો કોઈ ફર્ક જ ન પડે. વ્યક્તિ જયારે એ સમજી લે એટલે એને ક્યારેય દુ:ખ ન થાય. હા તકલીફ થાય પણ દુખ નહીં. તકલીફ અને દુઃખ એ બંને અલગ વસ્તુ છે. તકલીફ માર્ગદર્શન કરી આપે જયારે દુઃખ માર્ગ ભૂલવાડે છે. પણ આપણી રોજની ક્રિયાઓ જ લોકોની સામે મોટું, ભરચક, ભપકાદાર અને વિશાળ અથવા એવી કરીએ છીએ કે જે ખરેખર આપણે આંતરિક તે કાર્યો સાથે કશુંજ લેવા દેવા નથી પણ છતાં કરે રાખીએ છીએ. એટલે જયારે લોકો વગર બુદ્ધિ એ આપણા કાર્ય પર ભાવ પ્રતિભાવ આપે ત્યારે દુઃખી થવું સ્વાભાવિક થઇ જાય છે. કારણકે જેના માટે કર્યું છે તેઓ જ રાજી નથી. મૂળ વાત એ કે, જયારે આપણે ખરેખર આત્મિક દ્રષ્ટીએ કોઈના પણ સુચનની પરવાહ કર્યા વગર કાર્ય કરીએ ત્યારે એ કાર્ય હમેશાં આપણું ગમતું કાર્ય હશે અને કાર્ય જયારે ગમતું હોય હોય ત્યારે સફળતા અને અસફળતા જેવી પરિસ્થતિઓ કોઈ પ્રતિભાવ છોડતી નથી. જય શ્રી ગોપાલ - કમલ