પોસ્ટ્સ

એપ્રિલ 9, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સામાજિક અનાદોલાનોમાં પ્રદર્શનની ખોટી પદ્ધતિ

સામાજિક વ્યવસ્થામાં, જો કોઈ પ્રથા કે તંત્ર/વાદ નો વિરોધ કરવો પડે તો જનરલી એવું જોવામાં આવ્યું છે કે, આંદોલનકારીઓ નો એજન્ડા ત્રસ્ત/વિકટીમ ગ્રુપને કેન્દ્રમાં રાખીને પ્રદર્શિત કરવાનો રહે છે. અહીં પ્રથા/વાદ કે જેનો વિરોધ થવો જોઈએ એ સાઈડમાં રહી જાય છે....અને ત્રસ્ત લોકો પોતે જ એક વાદ ને ઉભો કરવામાં "અજાણતા" સફળ થઇ જાય છે. જેમકે, દલિત અંદોલન અને રેલીને એ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે જેનાથી તેઓ ફક્ત એ જ ગ્રુપને જાણે જણાવી ન રહ્યા હોય કે, આ તમારી લડાઈ છે અને તમારે જોડાવું રહ્યું.... અને અંતે થાય પણ એજ છે કે, એજ ગ્રુપના વ્યક્તિઓ દ્વારા જ આંદોલન થયા કરે છે. અને એમ જ થવું જોઈએ... પરંતુ અહીં મને સમસ્યા એ વાત થી છે..કે, દલિત મુદ્દો એ જાતિવાદના કેન્દ્રનો મુદ્દો છે. એટલે તેને તમામ લોકો એ સપોર્ટ કરવો રહ્યો..... એટલે આંદોલનો અને રેલીના પ્રદર્શન મુદ્દે એવું થવું જોઈએ કે, તેઓ તમામ સમાજને તરફેણ કરવા સંબોધન કરી રહ્યા છે. તેઓના આ કાર્ય થી ફક્ત ત્રાહિત ગ્રુપ ને જ નહીં પણ આખું તંત્ર સાફ થશે એવો ખ્યાલ આપવો જ રહ્યો. આવું નથી જ થતું....એટલે ત્રાહિત ગ્રુપ વધારે અલગ પડતું જાય છે.....મુખ્ય સમાજ થી....!