પોસ્ટ્સ

મે 18, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિક્ષક

એક ગુરુ શિક્ષક આ માનવજાતિની ખુબ જ મોખરાની વ્યક્તિ અથવા શ્રેષ્ઠ વ્યક્તિ કહી શકાય. કારણકે? કે તેઓ બાળકો અને યુવાનો ને શિક્ષિત કરીને એવું ઉન્નત કાર્ય કરી શકે છે જે કદાચ દેશનો પ્રધાન અને કોઈ મોટી કમ્પનીનો વડા પણ નથી કરી શકતો. કારણકે તેઓને પણ શીક્ષીણ આપવાનું કાર્ય એ શિક્ષક કરે છે. એટલે એમનું કદ હંમેશા ઉચ્ચતર રહેશે. એ કદની આમન્યા જાળવવી એ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ વ્યક્તિની જવાબદારીમાં આવે છે. અને તેને ક્યારેય નીચે ન પડવા દે એ વાત નું ખાસ ધ્યાન રાખવું પડે. હાલમાં શિક્ષણ વ્યવસ્થામાં હું શિક્ષક કરતા વ્યવસાયિક વ્યક્તિઓ ને વધારે જોતું હોઉં છું. પરંતુ વ્યવસાયિક જ બનવું હોય તો વ્યવસાય જ કરો..પરંતુ શિક્ષણ જેવા અતિ ઉચ્ચતર ડોમેઈનમાં ખાનગીકરણ અને વ્યવસાય ઘૂસેડીને તેને ગંદો ન કરો. કારણકે, શિક્ષક એ એ તળાવ છે જેમાંથી તરસ છીપવાય છે. અને તેને ગંદુ કરતા જ પ્રાથમિકતામાં જ ગંદકી ફેલાય છે. અને વખત જતા એ બાળક કોઈપણ પ્રકારના કાર્યો કરતા અચકાતો નથી. કારણકે તેના મૂળમાં જ ગંદકી છે. શિક્ષક એ ઈશ્વર કરતા પણ ઉચ્ચતર પડવી પામેલ વ્યક્તિ વિશેષ છે. કદાચ મારા તમારા જેવો આખું જીવન એક, બે અથવા દસને સાચવશું જયારે એ શિક્ષક પો