આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ગુજરાતીઓ ફક્ત વ્યપાર જ કરી શકે એવી છાપ શેના માટે?
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં રાજુ પટેલ ઘણું સારું કવર કરી રહ્યા છે. તેઓ એ આજે ઉપર મુકેલા પ્રશ્ન સાથે એક અહેવાલ રજુ કર્યો. જો કે, એ અહેવાલમાં ગુજરાતી પ્રજા "સાહિત્ય" તરફ પણ ધ્યાન આપે એવી એમની ઈચ્છા વ્યક્ત કરતો અભિગમ જણાતો હતો. પરંતુ પ્રશ્ન વ્યાજબી તો છે જ કે, ગુજરાતીઓને વ્યપાર અથવા “અર્થ” પાછળ આટલી બધી રૂચી કેમ ધરાવે છે? શું ગુજરાતી પ્રજા ખરેખર દરિદ્ર છે કે તેઓ હજુ અર્થ પાછળ જ ભાગે છે? કળા ક્ષેત્રે કેમ ૧ ટકા પ્રજાનું પણ યોગદાન નથી?
ત્યારબાદ મેં મારી રીતે, આ પ્રશ્નનો, મારી દ્રષ્ટિ, સમજણ મુજબ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જે નીચે મુજબનો છે.
“પણ જ્યાં સુધી મટે નહીં અંતરનો વિખવાદ, કબીર કહે કડછા કંદોઈનાં, કોઈ દી ના પામે સ્વાદ”
હું ગુજરાતી છું એટલે હું શું છું, એ તો મને ખબર જ છે ને બીજા શું છે અને કેમ છે એ મારી જિજ્ઞાસા પણ છે. પરંતુ જ્યાં સુધી જે વસ્તુ મારા જીવનનો એક ભાગ હોવી જોઈએ, અને એ હવે નથી તો એ મારે ચકાસવાનું રહ્યું કે, આપણા ગુજરાતીઓની ઉત્ક્રાંતિ (Evolution) એવી તો કઈ રીતે થઇ કે, એ સંભવ ન બન્યું જે હોવું જોઈએ?
સમાજ કહો કે સંસ્કૃતિ, એક દિવસમાં તો બનતી જ નથી! અને હાલ જે છે, એ બન્યાંની તૈયારીઓ અજાણતા જ શરુ થઇ ગઈ હોય છે વર્ષો, દશકાઓ અથવા સદીઓ પહેલાથી જ.
ભૂખ અને ડર એ માનવીય જીવનની સૌથી મોટી સંવેદનાઓ છે. અને દરેક જીવમાત્ર એ બંનેથી દુર રહેવાનો સ્વાભાવિકપણે પ્રયત્ન કરે છે. જયારે-જયારે માણસ ભૂખ અને ડરનો સામનો કરે છે ત્યારે એ સૌ પ્રથમ પોતાનાં “વિવેક અને જ્ઞાન” બાજુ પર મૂકી દે છે અને એક જંગલી જાનવર જેમ તડફડવાનું શરુ કરી દે છે!
હું જે સમજુ છું ત્યાંથી સમજીએ તો ગુજરાતી પ્રજા ગરીબ/દરિદ્ર નથી પરંતુ “લાલચું અને ડરપોક” છે, અને બની શકે કે, ગુજરાતી વ્યક્તિના લોહીમાં અથવા ગુજરાતની ભૌગોલિક પરિસ્થતિઓને લીધે એ સંભવ થયું છે. પરંતુ એક વાત કહી દઉં કે, દુનિયાની દરેક પ્રજા; ભૂખી, ડરપોક અને લાલચુ હોય જ છે. પરંતુ જયારે વ્યક્તિ એ સ્વાભાવિક દોષોથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ લેવાયેલ તેમના પ્રથમ પગથિયાંથી એમની ઉત્ક્રાંતિ અથવા જીવનશૈલીની શરૂઆત થાય છે.
મૂળમાં તપાસવું ખુબ જ જરૂરી છે. ગુજરાતી પ્રજા, ચાણક્ય જે શબ્દ વાપરે છે એ શબ્દ, “અર્થ”માં માનનારી છે. હવે “અર્થ” એટલે, એક માણસને ભૂખ અને ડરની સામે ટકી રહેવા માટે જે જોઈએ એ બધું જ. ગુજરાતની પ્રજા અર્થમાં માને છે એટલે તેના પણ કારણો રહ્યાં જ હશે.
હું માનું છું ત્યાં સુધી, ગુજરાતીઓનું અર્થમાં માનવાના કારણો છે ગુજરાતની ભૌગોલિક પરિસ્થતિઓ રહી હોઈ શકે.
જી હાં, ગુજરાત પ્રદેશ પહેલેથી જ પ્રવાસી વેપારીઓ, આડોસ-પડોસનાં દેશ અને દુનિયાભરના વેપારલક્ષી ઉધ્દ્મી પ્રજાઓથી ખદબદથી ધરતી રહી છે. પ્રથમ તો સિંધ પ્રદેશના સિંધીઓ, પછી અફઘાનના વેહેપારીઓ, પછી પર્શિયાનાં વેહેપારીઓ, પછી પૂર્વ આફ્રિકાનાં વહેપારીઓ, ત્યારબાદ રાજસ્થાન, ઉતરપ્રદેશ તરફનાં કલાકારો અને વહેપારીઓ, અને આખરે તમામ યુરોપનાં વહેપારીઓ.
ગુજરાત પહેલીથી જ ભારત માટે આયાત-નિકાસનું એકમાત્ર ભૌગોલિક કેન્દ્ર બની રહ્યું હતું. એટલે ગુજરાતી પ્રજાએ પહેલીથી જ એમને ત્યાં કલાકાર આવે કે પછી વહેપારી, એ બધાની વ્યાપારિક નીતિનો જ ભોગ બન્યા છે. દરેક વ્યપારી તેની સાથે જે લાવતા એ એમના પ્રોડક્ટ જ હતા પણ તેઓ ક્યારેય કલાકારો સાથે લાવ્યાં જ નહીં. એટલે એક વ્યપારી આવી ને જે આપે એ જ લેવાનું હતું. અને પછી કદાચ એ ધીમે-ધીમે સ્વાભાવિક બનતું ગયું હશે. એ સમયે જે પણ વહેપારીઓ કચ્છ, પોરબંદર કે પછી સુરત જેવા બંદરો એ ધામા નાખતાં ત્યારે તેઓની પ્રાથમિકતા તેમની વસ્તુઓનો વ્યાપાર કરવાની જ રહેતી. ગુજરાતીઓની જવાબદારી એમની ખાતેરદારી, વ્યાપારીનીતિઓ સમજવામાં જ નીકળી જતી હશે અને લગભગ ગુજરાતી સારામાં સારા સેલ્સમેન કેમ હોય છે તેના કારણો પણ ત્યાંથી જ નીકળે છે. ગુજરાતીઓ વ્યાપારી તો હતાં જ પણ સાથે સાથે એક સારી કક્ષાના પબ્લિક રીલેશન પ્રવૃત્તિનાં જાણકાર પણ હતાં, જેનો આ બહારથી આવેલા વહેપારીઓ પોતાનો માલ-સામાન વહેંચવા કે ખરીદવા ભરપુર ઉપયોગ કરતા અને ગુજરાતીઓનું કાર્ય એમના એજન્ટ બની રહવાનું હતું. તેથી ખરી શરૂઆત અથવા ઉત્ક્રાંતિનાં સમયે જ ગુજરાતીઓની સમક્ષ જે પરિસ્થતિઓ આવી તેઓ સ્વાભાવિકપણે અપનાવતા રહ્યાં. અને એ વ્યાજબી હતું કારણકે તેનાં દ્વારા એમની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થતી હતી.
ઉપજાઉ જમીન, પાણી અને કારીગરી એમ દરેક પ્રકારના સંશાધનો ગુજરાત પ્રદેશમાં ઉપલબ્ધ જ રહ્યાં હતાં. હું માનું છું ત્યાં સુધી, પોતાને સ્વાભાવિક ભેટમાં મળેલી ભૌગોલિક સંપદાનો બની શકે એટલો ફાયદો પોતાનાં ભૂખ અને ડરનો સામનો કરવામાં ઉપયોગ કરવો એ એમની પ્રાથમિકતા બની ગઈ હશે. એટલે જ મોટાભાગનાં ગુજરાતીઓમાં હાલ પણ અર્થ જ પ્રાથમિકતા ધરાવે છે. કારણકે એમના DNAનું કોડીંગ અત્યારનું નથી પણ ત્યારના સમયનું રહ્યું હશે. માનીલો ને કે, એ પ્રાચીન સમયથી માંડીને સન ૧૯૫૦ સુધીનાં સમયમાં ગુજરાત પ્રદેશ ભારત માટે વ્યાપારી કેન્દ્ર રહ્યું હતું.
હવે અર્વાચીન / મોર્ડન સમયનો ઉદય થયો છે અને મુંબઈ, દિલ્લી, ચેન્નાઈ, કોલકાતા, જેવા સ્થળો ભૌગોલિક દ્રષ્ટિએ વ્યપાર માટે સોહામણા થયા પછી ત્યારબાદ ગુજરાતનું ચલણ ઓછું થયું છે.
હાલ ગુજરાતની પ્રજા હજુ એ જ પોતાના લેજન્ડરી મોડમાં જ જીવે છે. હજુ આપણાઓ ને એ જ તક ઝંખનાની તલપ લાગેલી રહે છે. તમને ખબર છે કે, એક વ્યાપારી હમેશાં વેપારની તક જ જોતો હોય છે. અને તકની રાહ જોવાની સંવેદનાઓ હોય છે એ એના સબ-કોન્સીયસ / અર્ધ જાગૃત મગજમાં ચોંટી ગયેલી છે. જે આવનાર દરેક પેઢીની સાથે એટલી જ ક્ષમતા ઓ સાથે જન્મે છે. એટલે જ વ્યાપાર એ હજુ પણ ગુજરાતીઓનાં DNA માં છે. અને ત્યારબાદ, વસ્તુઓ, કળા કે પછી જે પણ હોય એ તેના માટે વ્યાપારિક દ્રષ્ટી કરતા વધારે મહત્વનું નથી.
પણ હવે મોર્ડન સમયમાં એવું નથી રહ્યું. હવે પ્રાચીન ગુજરાતની જવાબદારીઓ આખા દેશે ઉપાડી લીધી છે. એટલે ગુજરાતને હવે જઈને સમય મળ્યો છે કઇંક અલગ વિચારવાનો. તક ઘટતાં જ ગુજરાતીઓ એ ગુજરાતની ભાર જઈ જઈ ને તક ખોળવાનું શરુ કર્યું. એટલે જ આજે દુનિયામાં દરેક જગ્યા એ તમને એક ગુજરાતીતો જોવા મળશે જ. આ એ તકવાદી માનસિક અવસ્થાનું જ તો પરિણામ છે!
માણસ લાલચુ હોય એ સ્વાભાવિક છે. એટલે કર્મ અનુસાર લાલચ વ્યક્તિને રાજા બનવાં પર મજબુર કરે કે જેને ગુલામ જોઈએ. જો વ્યક્તિ કોઈ કારણોસર રાજા ન બની શકે તો એ વ્યાપારી બને અને પછી વ્યક્તિ જો વ્યાપારી પણ ન બની શકે તો એ કલાકાર / કારીગર બને. હવે જો એ પણ શક્ય ન થાય તો એ આખરે મજુરી કરે. બસ આ જ નિયમ છે અર્થ નો.. પોતાની આવડત અનુસાર વ્યક્તિઓ પોતાની લાલચ, ડર અને ભૂખ ને સંતોષવાના રસ્તાઓ ગોત્યા કરે છે.
હવે જ્યારે ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિ એ વ્યપારી કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા ઝાંખી પડી ગઈ છે એટલે નક્કી આવનાર બે પેઢી પછી આપણે ત્યાં કલાકારી જોવા મળે તો નવાઈ નથી. હાલ સમય વિજ્ઞાન તરફ વળી રહ્યો છે પરંતુ સાહિત્ય. કળા, અને વિજ્ઞાન જો બધું જ સાથે ભળે ત્યારે જ વિજ્ઞાનમાં સંશોધન શક્ય છે અને ત્યારબાદ જ ઇનોવેશન્સ થાય છે. ફક્ત વિજ્ઞાનનાં જોરે આપણે ફક્ત કરીગર જ છીએ જેનો ફાયદો અમેરિકા, યુરોપ જેવા દેશો પોતાની કળાશક્તિને ઇનોવેશનમાં કન્વર્ટ કરવામાં ઉપયોગ કરે છે. જેનું પરિણામ સૌથી મોટું પરિણામ છે ગુગલ અને ઇન્ટેલ.
તો જ્યાં ફેરફાર શક્ય છે એ બધું જ આપણી સામે છે.
બસ એ જ.
- કમલ ભરખડા.

દોઢ લાખનાં જૂતાં!!
કસ્ટમ મેડ શૂઝ
પૂર્વ યુરોપમાં હંગેરી દેશની રાજધાની અને શહેર બુડાપેસ્ટ સ્થિત BESPOKE બેસ્પોક શૂઝ કંપનીની ટેગલાઈન ખૂબ જ કોન્ફિડેન્ટ છે.
તેઓ કહે છે કે, "જો એક વાર તમે બેસ્પોક પાસે આવશો તો ફરી ક્યારેય કોઈ શૂઝ બનાવવાવાળા પાસે નહીં જવું પડે!!!"
ભાઈ ભાઈ...
કસ્ટમ મેડ શૂઝ અને દુનિયાનાં સૌથી બહેતરીન શૂઝ બનાવનારાઓ બુડાપેસ્ટનાં જ છે..
એક જૂતાંની જોડી બનાવવા માટે તેઓને આશરે 15 દિવસનો સમય લાગે છે.
300 જેટલી પ્રક્રિયાઓ બાદ એક જોડી શુઝ બનીને તૈયાર થાય છે.
જૂતાં બનાવનાર "કોબ્લર" COBBLER તરીકે ઓળખાય છે.
ઘોડાની ચામડીના જૂતાં સૌથી મજબૂત હોય છે. અને દરેક કસ્ટમ મેડ જૂતાં એ જ ચામડાના બને છે.
લગભગ 6 મહિનાનું વેઇટિંગ હોય છે જૂતાંના નવા ઓર્ડર માટે.
હવે આખરી સૌથી મજેદાર વાત. દરેક કસ્ટમ મેડ સૂઝની કિંમત દોઢ લાખ હોય છે મિનિમમ!
- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...