પોસ્ટ્સ

જૂન 10, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વરહ નો પેલો વરસાદ

અહેસાસ, આપણે જયારે અહેસાસ કે અનુભૂતિની વાત કરીએ ત્યારે ૯૫% એ અહેસાસો બાળપણ અથવા યુવાનીના જ હોય છે. બની શકે એ એટલા માટે કે એને તેની જ સંપૂર્ણતાથી અનુભવેલું હોય છે. દિમાગનો ઉપયોગ હજીયે કાવાદાવા અને રાજનીતિ કરવામાં ઉપયોગ થયો હોય નહીં એટલે એ પ્યોર હોય છે. એટલે જ બાળપણ અને યુવાનીના અહેસાસો હજીયે જીવંત હોય છે. મૂળ વાત, ગઈ કાલે મુરતનો પેલ્લો વરસાદ પડ્યો મુંબઈમાં. અને પેલ્લો વરસાદ પડ્યા પછીના બીજા જ દિવસે સવારમાં નાહ્યા પછી એક અલગ જ ડીપ્રેશન અથવા મુંઝારો હજીયે મને અનુભવાય છે. અને હોય છે સ્કુલ ચાલુ થવાનો. યસ, મુંબઈમાં ૧૪ જુન સ્કુલ ચાલુ થવાનો લગભગ ફિક્સ ટાઈમ હોય છે. અને મુંબઈમાં વરસાદ આવવાનો ખરો સમય પણ ૮ જુનથી ૧૬ જુન સુધીનો હોય જ છે. એટલે પહેલો વરસાદ આવે ત્યારે એ સંકેત આપી દે કે, ભાઈ મજાના દિવસો પુરા થયા અને હવે સ્કુલ પાછી ચાલુ.... આજે સવારે મને લીટરલી એ જ અહેસાસ ફરીથી થયો જયારે નાહ્યા બાદ બાથરૂમની બહાર આવ્યો ત્યારે. પણ ત્યાં અચાનક જ એ વિચાર આવ્યો કે, હવે ક્યાં સ્કુલ જવાનું છે. લોલ અને માહોલ ફરીથી તંદુરસ્ત થઇ ગ્યો... #કમલમ