પોસ્ટ્સ

જુલાઈ 30, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચક-દે-ઇન્ડિયા

આ વખતે, “ચક-દે-ઇન્ડિયા” જેવા હેવી શીર્ષક સાથે કોઈ ખેલ-રમતને નહીં પણ ભારતીય ઉદ્યોગ પ્રણાલીને પ્રાણ આપવાનું કાર્ય કરવું છે. લેટ્સ ગો... “અમદાવાદ” સ્થાપ્યું ત્યારે વત્તા ઓછા પ્રમાણે સ્વચલિત કાપડ ઉદ્યોગ તો ચાલુ જ હતો પરંતુ જેવો મિલ અને કારખાનાઓનો જમાનો આવ્યો ત્યારે અમદાવાદ શહેર ફક્ત ભારતનું જ નહીં પણ વૈશ્વિક કક્ષાએ કોટન(ખાદી) કાપડનું મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) કેન્દ્ર બન્યું હતું! રણછોડલાલ છોટાલાલ દ્વારા ઇ.સ.૧૮૬૧નાં આસપાસ અમદાવાદને મળી તેની પહેલી કાપડની મિલ. પછી જોતજોતામાં ઈ.સ.૧૯૦૫ સુધીમાં તો અમદાવાદમાં “૩૩” જેટલી જાયન્ટ મિલો અને મબલખ મેકેનીકલ વર્કશોપોના સહારે સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ બની રહી હતી. (સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટ એટલે, વિચારથી માંડી તેના ઉત્પાદન સુધીની તમામ જરૂરિયાતો દેશમાંથી જ પૂરી થતી હોય) હા, જોકે કાપડના ઉદ્યોગને-અર્જુનને નારાયણ જેવો ગાંધીજીરૂપે પ્રથમ વિશ્વયુદ્ધનાં ગાળામાં સ્વદેશી અભિયાનનો લાભ મળ્યો, જેમાં લોકો એ વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો અને પોતાની જ જમીનમાં કપાસ જેવા પાકને લણી, ખાદી કાપડ તૈયાર કરવું અને પહેરવું જેવા નિયમો લીધા. અમદાવાદમાં કાપડનું પ્રોડક્શન એ હદે વધી