પોસ્ટ્સ

માર્ચ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સોફ્ટવેર, પ્રોગ્રામિંગ લેન્ગવેજ અને ગુજરાતી

છબી
સોફ્ટવેર એટલે કે એવો ઓર્ડર કે જે કમ્પ્યુટર આશાની થી સમજી શકે છે. એટલે એ સોફટવેરની મદદ થી આપણે કમ્પ્યુટર પાસે કઇંક ગણતરીઓ કરાવડાવી શકીએ છીએ. કમ્પ્યુટરનાં સોફ્ટવેર બને છે પ્રોગ્રામિંગ લેન્ગવેજથી. અને એ બધી પ્રોગ્રામિંગ લેન્ગવેજીસ અંગ્રેજીમાં હોય છે. અને એ સોફ્ટવેર લખનાર વ્યક્તિને પ્રોગ્રામર કહેવાય છે. કમ્પ્યુટર સીધે સીધું એ અંગ્રેજી ભાષા નથી સમજતું. કમ્પ્યુટર સમજે છે ફક્ત 1 અને 0 ની ભાષા. જેને બાઈનરી લેન્ગવેજ કહેવાય છે. કમ્પાઈલર એક એવું મશીન છે જે તમારી જેતે પ્રોગ્રામિંગ ભાષામાં લખેલા કોડ ને બાઈનરીમાં ફેરવે. એટલે કે પ્રોગ્રામર જ્યારે અંગ્રેજીમાં કોડીંગ કરે ત્યારે કમ્પાઈલર તેને બાઈનરી લેન્ગવેજમાં કન્વર્ટ કરે અને આમ કમ્પ્યુટર તમારા આપેલા પ્રોગ્રામને ચલાવે. માનો કે જો એ પ્રોગ્રામિંગ લેન્ગવેજ જો ગુજરાતી ભાષામાં હોય તો? :p ગુજરાતની દરેક વ્યક્તિ જ દુનિયાના બેસ્ટ પ્રોગ્રામર સાબિત થાય. બાપુ ક્યાંય જવાની જ જરૂર નથી. લખે રાખો અને મશીનને કામ કરાવતા રહો. અને છેવટે તો એક ગુજરાતી એવો પેદા થાય કે જે મશીન લેન્ગવેજ જ ગુજરાતી સમજે એવું કઇંક કરી નાખે. ગુજરાતીથી ધ્યાન રાખવું હો.

Difference between strategical move and move without planning

A short video of how visionary thinks plans and acts.....

Private Information, Privacy, Issues & Social Media

છબી
If we getting start to reading out EULA and terms conditions of many service providers, we even couldn't make it signup in the first place with such a privacy-protected mindset. Spoilers are everywhere. even in the real life. Someone will defiantly find your Backstabbers. So, it's normal. We should not put highly sensitive and vulnerable information to any media. Marketing of our data is the "only" job of all kinds of media. So, technically, it's because of myself. - Kamal Bharakhda

ફર્સ્ટ ડેટ

બકી: .....ઓકે, તો પછી પાર્ટ ટાઈમમાં તું બીજું શું કામ કરે છે? બકો: હું પાર્ટ ટાઈમમાં જીવનનું ખુબ જ મહત્વનું કાર્ય કરું છું. જે બીજું કોઈ નથી કરી શકતું.!!! બકી: એવું કયું કામ? બકો: પાર્ટ ટાઈમમાં હું મારું જીવન જીવવાનું કામ કરું છું. [ બકી ફિદા. ] પૂર્ણવિરામ - કમલ

માણસનું વ્યક્તિત્વ

માણસનું વ્યક્તિત્વ પાણી જેવું હોય છે. એને સારા એવા "પાત્ર" એટલે કે વાસણમાં રાખવું પડે.. જો ક્યાંક તિરાડ નજરે ચડી..કે ટપકે ટપકે ઢોળાયું જ સમજો. - કમલ...

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

છબી
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અને કોઈને તકલીફ હોય તો જોઈ લ્યો... આ લખ્યું નામ આપડું...." થાનગઢ નગરપાલિકાએ આજે જ આ સદ્કાર્ય હાથ ધર્યું. જોકે આ થવાનું જ હતું. પણ સાહેબ હવે વચ્ચે ખુરશીએ નાખીને બેહે ને તો ય કોઈ કાઈ નો કે. સાહેબ તમે ખુબ સ્વસ્થ રહો અને દરેકને હસાવતા રહો. Congratulations Sir.

વસ્તુ અને પરિસ્થતિ બંને અલગ છે.

છબી
બકો: ચકા....આ PNB.........🤨 ચકો: ચૂઊઊઊઊપ......... બોલતો નહિ કાઈ પણ આગળ.... 😡😡 બકો: અલ્યા તને એમ પૂછું છું કે, નજીકમાં PNBનું ATM ક્યાં છે.... 😜 તે આપ્યાતા ને ઉધાર ઈ પાછા દેવા છે. એટલે .... ચકો: હા તો એમ કે ને....😑 પૂર્ણવિરામ. ( પરિસ્થતિ અને વસ્તુ, બંને અલગ છે એ અહીં દેખાઈ આવે છે. જો ફાયદો આપણો તો વસ્તુ સારી....નકર..........) - કમલ

ફારુક શેખ

છબી
ફારુક શેખ, આ બહેતરીન કલાકાર અને વ્યક્તિત્વનો આજે ૭૦મો જન્મ દિવસ છે. હાલ એ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેઓ હરવખતે જીવિત છે જયારે જયારે હું "યે જવાની હૈ દીવાની" મુવી જોવું છું. હા આપણાથી મોટી પેઢીના વ્યક્તિઓને જાણવા માટે આપણે એમના છેલ્લા દાયકાથી શરૂઆત કરવી પડે. ફિલ્મ "યે જવાની હૈ દીવાની"માં એમનો એક પ્રેમાળ બાપ તરીકેનો અભિનય એટલો સ્પર્શી ગયો કે, ત્યારબાદ એમના વિષે થોડી વધારે માહિતી મેળવવાની ઈચ્છા થઇ. તેઓ લોકપ્રિય ટીવી શો " જીના ઇસી કા નામ હૈ" સાથે ઘણા લોકપ્રિય થયા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. મેં પણ એમના થોડા ઘણાં એપિસોડ્સ જોયા છે. અને તમામ મજેદાર અને લાગણીઓથી ભરેલા રહેતા. હું એમને ત્યાર બાદ ફિલ્મ "બીવી હો તો ઐસી" માં રેખા સામે હીરોના કિરદાર તરીકે વધારે ઓળખું છું. એ ફિલ્મ ઘણી સફળ થઈ હતી એમ કહીએ તો પણ ચાલે, કારણકે તેની "સૂર્યવંશમ" ફિલ્મ જેવી છાપ હતી. લગભગ અઠવાડિયામાં બે વખત ક્યાંક ને ક્યાંક કોઈ એક ચેનલ પર તો જોવા મળી જ જતી. :D પોતે ગંભીર કલાકાર, લાજવાબ અદાકાર અને વ્યક્તિ શ્રેષ્ઠ. (હા, તેઓ ખરેખર સરળ અને શ્રેષ્ઠ વ્યક્તિ હત

ऊँची सोच

ऊँची सोच बोहोत बड़ी चिड़िया होती है! जो कभी थकती नहीं है! अगर उसे आसमान खुला मिल जाए तो दरिया पार करा देती है! - कमल

બકો, ચકો અને ફોન

છબી
બકો ચકો ઘણા દિવસે માણેક ચોક ભેગાં થયા.. 👫 (પણ બકો ફોનમાં જ હતો...ચકા એ એને બોલવ્યો.. પણ બકો પ્રેમમાં કવી બનવાની કગાર પર હતો...! અને પાંચ એક મીનીટ મૌન રહ્યા બાદ, કવિની અદામાં, આંખો બંધ કરીને બકો બોલ્યો...) બકો: (બકીને યાદ કરીને) "નથી આપણી વચ્ચે ઉઘાડી પ્રીત, તોય દુનિયા ઓળખી ગઈ છે આપણા સબંધ ને....." 😍 (હજી બકો આગળ સંભળાવે ત્યાં જ ચકા એ...) ચકો: અય બંધ થા.... આ આખો આખો દિવસ ફોનમાં મંડ્યો રે છો એટલે ખબર પડી જ જાય ને આખા ગામને કે, "નક્કી કૈંક રંધાય છે". અને હવે આ બધું બંધ કરજે... નકર છેલ્લે આ ફોન કંટાળીને એક લાફો મારી દેહે. 😡😠 પૂર્ણવિરામ. - કમલ

Colors and Family

A 5th Grade science fact When colors are mixed together it's Black When colors are moving together it's White There's no Gray in between!! Same happened in family, There's no space for the Gray... it's Happy or it's Struggling, It is due to WE. Yes it's all happened because of we. So it's in our hand, which color we create out from of us. Love your family members. Good morning +/- Kamal Bharakhda

નોનવેજ બકી

ચકો: લ્યા એય...બકા... તે બ્રેકઅપ કર્યું બકી સાથે... કેમ? બકો: છોડને યાર..... પતી ગયું બધું...  ચકો: કે ને... બકો: અરે નોનવેજ નીકળી મારી હાળી... 😣😤 ચકો: જવા દે ને હવે... મને ખબર છે એ વેજિટેરિયન છે. તે ક્યારે જોઈ એને નોનવેજ ખાતાં.... બકો: રોજ .... મારુ મગજ ખાતી તી... દુષ્ટ 😠😡😒 પૂર્ણવિરામ. - કમલમ

Why Agony after betrayed in relationship?

I think if people could step inside a person who has been betrayed by the love of their life and feel the agony it causes, no one who is human would have it in their heart to cause someone that much pain and heartache ! My thoughts, Every relations from where we get warmness... are mostly kind of granted one. Means you never had to make an effort to choose them they have made to choose you. But in case of Love... Between a two bloodly unknown persons.... You need to make an effort to choose them. That's why this agony  is enormous when betrayed. Because we have chosen them according to our preferences and mind set. And we unknowingly confirming our self about things that, we won't get a second chance. But not dear... We just need to change the place and focus. We have more in the bucket of life.

ઈમાનદાર, આદર્શવાદ અને વ્યક્તી

આદર્શવાદ એટલે એક એવું તત્વ જો એ વ્યક્તિમાં હોય તો એ પરિવર્તન અથવા પરંપરાઓનો વિરોધ કરે. તો પછી ઈમાનદાર હોવું એ સત્ય છે કે ફક્ત મગજની એક ઉપજ? થોડા ઘણાં અવલોકન બાદ જે નીચોડ આવ્યો એ એ હતો કે, "માનવીય જીવન તેની મટીરીયલ લાઈફ એટલે કે "વાસ્તવિક જીવન" કરતા વિશેષ નથી. અને તેને બહારની કોઈપણ વસ્તુ અથવા વસ્તી સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી. અને વ્યક્તિ પોતાની મટીરીયલ લાઈફને સમતોલિત રાખવા માટે જ આદર્શવાદ અથવા ઈમાનદારપણું સ્વીકારતા હોય છે."

વિરોધ, અભિપ્રાય અને સબંધ

વિરોધ હમેશા ૧૦૦% કોઈ માનસિકતા અથવા અભિપ્રાયનો હોય છે. અને એ ચર્ચા એક એવું શસ્ત્ર છે જે, કોઈપણ અભિપ્રાય અથવા માનસિકતાને બદલી શકે. એ મુજબ જયારે ચર્ચાથી નિવેડો ન આવે ત્યારે વ્યક્તિની માનસિકતા અથવા તેના અભિપ્રાય સાથે નથી હોતો પણ ખુદ વ્યક્તિ સાથે હોય છે. એટલે, જયારે તમને કોઈપણ અભિપ્રાય પ્રત્યે વિરોધ ઉભો થાય ત્યારે એક હોમવર્ક કરી લેવું. તમને ખરેખર એ વાત સાથે વિરોધ છે તમને કે એ વાત કહેનાર વ્યક્તિ સાથે? ઘણી વખત એવું પણ બને છે કે, શરૂઆત અભિપ્રાયના વિરોધ થી જ શરુ થાય છે પણ અંત વ્યક્તિના વિરોધથી પૂર્ણ થાય છે. અને લગભગ દરેક પ્રકારના અણબનાવમાં મેં અનુભવ્યું છે કે, અભિપ્રાય જયારે વ્યક્તિથી મોટો થઇ જાય ત્યારે સબંધ નું મહત્વ નથી રહેતું. ટૂંકમાં, સબંધ મહત્વનો હોય ત્યાં અભિપ્રાય જરૂર બદલે છે અને વિરોધની કરવાની કક્ષા ઉંચી અને નીતિપૂર્ણ બની રહે છે અંતે નિવેડો બંને પક્ષના હાથમાં રહે છે. પૂર્ણવિરામ - કમલ

બાબા બંગાળી (તાંત્રિક સ્પેશીયલ)

છબી
આપણે બધાં મૂરખ છીએ કે,  જેઓ સંશોધન, વિજ્ઞાન,ઈન્જીનીયરીંગ, મેડીકલ, એકાઉન્ટસ, કળા વગેરે વગેરે જેવા વિષયો પસંદ કરીએ છીએ. આખરે આ બધું કરવા પાછળ આપનો એક મૂળ ધ્યેય તો એજ હોય છે કે, જેતે ભણતર નો ઉપયોગ કરી ને તમામ સમસ્યાઓમાંથી આપણે રસ્તો કરી શકીએ. પણ, પશ્ચિમ બંગાળમાં નક્કી તાંત્રિક યુનિવર્સીટી જેવું કઇંક હોવું જોઈએ. એમના કહેવા મુજબ એમની પાસે દરેક પ્રકારની તકલીફોના રસ્તા હોય છે.  અરે યાર, આ બધી તકલીફોના રસ્તા જો મળતા હોય તો, આટલું બધું ફરવા શું કામ જવું. સીધું તાંત્રિકી સ્ટડીઝમાં માસ્ટર્સ કરી લેવું જોઈએ. "અક્કડ મક્કડ બમ્બે બો...તારી તકલીફ બીજા ને થાજો" :p - કમલ

मजबूरियत तो मेरी जान ले गया

उसे जब कभी फुर्सत मिलती तो अपने मनमंदिर में जाकर बैठ जाता वो शान से अपने जज्बातों और मजबूरियों को बांटता और देखते रहेता एक शाम मनमंदिर का पुजारी आया और वो बोला... "चल ला अब मुझे भी कुछ दे दे" उसने थाली में देखा और बोला... "अब तुझे क्या दू ? बचा ही क्या है मेरे पास !! एक निवाला था जो जज्बात ले गया और साला मजबूरियत तो मेरी जान ले गया....." - कमल

જ્યારે...આભને પણ જમીન જોવી પડી.. (સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી)

છબી
વૈજ્ઞાનિક થીયરી, જે જગતની સૌથી મહત્વની સાબિત થઈ છે એવી, સ્પેશીયલ થિયરી ઓફ રિલેટિવિટી ને પણ જાકારો મળી ચુક્યો છે. આનાથી વધારે મોટીવેશનલ શું હોઈ શકે? વાંચો નીચેનો પત્ર. જેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સિધ્ધાંતને જાકારો મળ્યો હતો. થોડી વધારે માહિતી: વિશ્વ વિખ્યાત પ્રોફેસર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિષે દરેકે થોડું ઘણું સાંભળ્યું હશે. તેઓને વિશ્વના અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિઓમાના એક માનવામાં આવે છે. એમના એક રીસર્ચ માટે અમેને નોબેલ પણ મળ્યું છે. આ ઉપરાંત, તેઓ સૌથી વધારે ચર્ચામાં એમના ત્રણ મુદ્દાઓને લઈને રહ્યા છે. ૧. તેઓ પાછલી જિંદગીમાં અત્યંત ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોવા છતાં તેઓનું બાળપણ અત્યંત કઠીન રહ્યું હતું. તેઓ એક માનસિક બીમારી ડિસ્લેક્સિયાના શિકાર હતા. જેમાં બાળકની બુદ્ધિ ક્ષમતા અન્ય સમાન વયના બાળક કરતા ઓછી અથવા નબળી હોય છે. (આમીર ખાનનું "તારે ઝમીન પર" ચલચિત્ર આ જ વિષય પર બન્યું છે.) ૨. સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી ( જે ટૂંકમાં સૂર્ય પ્રકાશનાં અભ્યાસ સંદર્ભે છે તથા તેમાં ઝડપ અને સમય સાથેના ગુણાકાર ને પણ આવરી લેવામાં આવ્યો છે. E=MC^2 જેવું સુત્ર એમણે આ જ થીયરીથી જગત

સાચી કદર શેની?

શો રૂમમાંથી દસ હજાર રૂપિયામાં લીધેલી સાડીને રસ્તા ઉપર ઉભા રહી ૫૦૦૦ હજાર માં પણ વહેચી ને બતાવો.... એમ જ દુનિયામાં તમારા ગુણો અથવા જ્ઞાનની સાથે કાઈ લેવા દેવા નથી... તમે એને કઈ રીતે પીરસો છો એ મહત્વ નું છે. બાકી તમારી તમારી કીમત ગમે તે કરી જશે.. - કમલ ભરખડા.

કડવું સત્ય

કઠોર અને મહેનત માંગી લે તેવા કાર્યોમાં ભૂલ માફ છે. અને આસાન કાર્યોમાં ભૂલનું કોઈ સ્થાન નથી. એટલે દરેક કાર્ય અઘરું જ છે. બસ પ્રેક્ટિસ જ તેને સરળ કરી શકે છે. - કમલ ભરખડા

બંધ તાળાની ચાવી

સમય જયારે ખરેખરી પરીક્ષા લેતો હોય છે ત્યારે એ એટલા હડસેલા ખવડાવે છે કે ખાલી વાગે છે એટલી ખબર પડે...કેટલું વાગ્યું કેવી રીતે વાગ્યું એની કૈંજ ખબર પડતી નથી.. મારું ખરેખર માનવું છે કે, આજનાં યુવાને ફક્ત પોતાના જ ઉમરના ગ્રુપ સાથે સાથે વડીલ કક્ષાએ પહોંચેલા વડીલો સાથે થોડી ક્ષણ પસાર કરવી જોઈએ. તમે જે પરિસ્થતિ સાથે જજુમી રહ્યા છો તેની સાથે લડવાનો એમનો અનુભવ તમારાથી બમણો હોઈ શકે. આવી જ રીતે હું મારા કુટુંબ ના એક વડીલ સાથે બેસ્યો હતો. એમણે ત્યારે મને એક સારી વાત કહી હતી. કે, ખરેખર મૂંઝવણ માં હોવ અને કોઈ અણધારી તકલીફ આવી જાય ત્યારે મોટાભાગે લોકો પોતાની જાત સાથે એવો પ્રશ્ન પૂછી બેસે છે કે, હવે શું થશે? પણ એમણે કહ્યું, આ પ્રશ્ન પૂછવો એના કરતા એ પૂછવું કે, હવે આગળ શું કરી શકીએ? આ બંને પ્રશ્ન સિક્કાની બે બાજુ છે. પરંતુ એક પ્રશ્ન તમને અંધકારમાં ઘસેડી જશે તો બીજો પ્રશ્ન તકલીફમાંથી બહાર નીકળવાના રસ્તા સુધી લઇ જશે. ફક્ત માનસિકતાનો જ ફર્ક છે સમસ્યા અને તેના સમાધાનમાં. - કમલ ભરખડા

વ્યક્તિ નું કેરેક્ટર સારું કે ખરાબ?

આવા ધકીયાનુંશી જુના વિચારોને વળગી ને કેરેક્ટર માપવાનું વિચારતા લોકો ને એક સીધી સમજણ. વ્યક્તિ નું કેરેક્ટર સારું કે ખરાબ નથી હોતું...એ મજબુત અથવા નબળું હોય છે. જયારે વ્યક્તિ એ કરેલા કોઈ પણ કર્મોનો એને ક્ષોભ અથવા ગિલ્ટી નથી હોતી તો એ વ્યક્તિનું કેરેક્ટર મજબુત અથવા સારું કહી શકો... બાકી.... જે પોતાના જ કરેલા કાર્યોમાં સંદેહ ઉભો કરે એનું કેરેક્ટર ૧૦૦ ગણું નબળું કહેવાય છે. કોઈપણ કાર્ય કરતા પહેલા આગળનો વિચાર કરી લેવો ઉચિત છે. જો તમારૂ મગજ તમને છૂટ આપે તો એ તમારા કેરેક્ટર ને વધારે મજબુત કરશે. બાકી નહીં. આપણા કરેલા કર્મોના સીધા જવાબદાર આપણે જ છીએ. આપણેકોઈના નિર્દેશનનું પરિણામ નથી. આપણે પરિણામ છીએ પોતાના લીધેલા નિર્ણયોનું. - કમલ ભરખડા.