જાતિવાદ અને તેનું મૂળ?

જાતિવાદ એ માણસની માનસિકતાઓએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એ કોઈ ૩૭૦ની કલમ જેવી નથી. આવા હથોડાથી જાતિવાદ દુર નહીં જાય.

અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું.

એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ.

જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ.

લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું?

जातपात को अब होगा कटना
काम करो सब अपना-अपना

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો