અંધવિશ્વાસ V/S માણસાઈ

અમારાં બિલ્ડીંગની લિફ્ટ દસ એક દિવસથી બંધ છે અને આજે જ રીપેર કરીને ચાલુ કરાઈ છે. પરંતુ લિફ્ટનું સ્ટેટ્સ હજી પણ બંધ જ બતાવે છે.

અમે છઠ્ઠા માળે રહીએ છીએ. મારી બેનને પગમાં ગોઠણ પાસે ઇજા થઈ છે એટ્લે તેને રોજ છ માળ  સુધી ચડવું પડે છે અને આખા દીવસમાં આવેલી ઇજાની રિકવરી પર પાણી ફરી વળે છે.

આજે લિફ્ટ બરાબર રીપેર થઈ પણ બંધ રહેલી જોતાં મેં વોચમેનને પુછ્યું, "ભાઈ આ લિફ્ટ હવે તો ચાલુ કરો, બહેન કોં પેરમે તકલીફ હો રહી હૈ", પછી એનાં જવાબે મને યક્ષ સામે ઊભેલા પાંડવ જેવો કરી નાખ્યો!

"  સાબ લોક ને બોલા હૈ કિ લિફ્ટ કલ સુબે સે ચાલુ કરના, આજ અમાવસ હૈ નાં ઇસિલિયે. "

મેં પછી વધારે દલીલ ન કરી.

કમલ.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો