પોસ્ટ્સ

સપ્ટેમ્બર 12, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય? આજે સવારે જ મારી બેનને મેં એની કંપનીના બોસને આ અતિ અસામાન્ય પ્રશ્ર્ન પૂછવાનું કીધું! મારી બેન સિવિલ એન્જિનિયર છે. અંધેરી, મુંબઇમાં એક સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં છેલ્લાં 5 એક વર્ષથી જોબ કરે છે. મુંબઈની પ્રતિષ્ઠિત ભગુભાઇ કૉલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા પુરૂ કરીને ટ્રેનિંગ દરમ્યાન જ જોબ મળી ગઇ. હવે પ્રામાણિક પણ કેલ્ક્યુલેટર જેવી મારી બેનને કોણ કંપની છોડે? આજે સવારે સવારે એનો મગજ ઉખળેલો હતો. મેં પરિસ્થતી હાથમાં આવતાં પુછ્યું, શુ થયું? એણે કહ્યુ કે, "યાર ઓલો કંપનીમાં કંઇજ નથી કરતો અને એની સેલેરીમાં 25ટકા વધારો કરી દીધો અને હુ આજે રવિવારે પણ કામ હોય તો જાઉં છે એની સાથે કેમ આવું ? અને એ વ્યક્તિએ કંપની સાથે ફ્રોડ પણ કર્યું છે. અને અમારાં બોસને બધી ખબર છે છતાં?" પછી મેં એને શાંતિથી સમજાવ્યું કે, "સમાજમાં બે પ્રકારનાં લોકો હોય. એક તો તારા જેવા કેલ્ક્યુલેટર જેને એક વાર પ્રોગ્રામિંગ કરી આપો એટલે મંડ્યા રહે અને બીજો વર્ગ ઓછો છે પણ તેઓ તમામ કેલ્ક્યુલેટરોનાં પ્રોગામર છે. જે બેઠા બેઠા આજ ધંધો કરે બસ પ્રોગ્રામિંગ! અને કંપનીની દુખત