પોસ્ટ્સ

સપ્ટેમ્બર 16, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મોર્ડન હોવું એટલે?

જો કોઈ મોર્ડન છે તો એનો અર્થ એ થયો કે જે મોર્ડન નથી એ દેશી છે? ખરેખર? આમ જોવા જઈએ તો એ ખોટું પણ નથી પરંતુ મોર્ડન શબ્દનો મતલબ જ છે કે સમયની સાથે ચાલવાવાળા! અને અંગ્રેજીમાં તેનો મતલબ છે કે, new and different from traditional styles! મારા મુજબ તમે મોર્ડન બની નથી શકતા. મોર્ડન તમે હોવ છો. જેમ અમુક લોકો કરોડોપતિ હોય પણ એમનું દેશી અને જૂની વિચારધારા હજુ તેમની સાથે વળગેલી હોય છે. પણ જીવનમાં એવી કેટલીક પરિસ્થિતિઓ અને લક્ષણો છે જે મોર્ડન અને દેશી એમ કોઈપણ લાઈફ સ્ટાઈલથી ઉપર છે. જે છે વિનમ્ર હોવું, વ્યવહારિક હોવું. વ્યવહારિક હોવાનો એ મતલબ નથી કે, સમાજને ગમે એ રીતે રહેવું. પરંતુ પરીસ્થીતી મુજબ રહેવું એ વધારે યોગ્ય પરિભાષા છે. બીજું કે તમે દેશી હોવ કે મોર્ડન પણ જો તમે તમારી વાત રાખતા સમયે વિનમ્ર નથી તો બંને માંથી એક પણ જગ્યા એ તમે ઉભા નહીં રહી શકો કે કોઈ ઉભા નહીં રાખે. મોર્ડન હોવું એટલે મોર્ડન છો એવું દેખાડવું અત્યંત વિરોધાભાસી છે. મારા મત મુજબ, અમરેલી જીલ્લાના કોઈ નાનકડા ગામમાં ખેડૂત ભાઈ એની દીકરીને રાજકોટ અથવા અમદાવાદ ઉચ્ચ ભણતર માટે ગર્વ સાથે દીકરીને મોકલે અને એ ખેડૂત ભાઈ પછી ભલે ગમે તેટલો દેશી ક