પોસ્ટ્સ

જુલાઈ 17, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન - કર્નલ અનીલ અથાલે

નિવૃત કર્નલ અનીલ અથાલેનું કાશ્મીર બાબતે એમની જ બુક “લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન”માં (રવિપૂર્તિમાં ભવેન કચ્છીનાં લખાણમાંથી) કરાયેલ તટસ્થ અવલોકન સાબિત કરે છે કે, કાશ્મીરમાં વધતી જતી જન સંખ્યા જ કાશ્મીરની અધોગતિનો ખાસ મુદ્દો છે. હાલની પરિસ્થતિ મુજબ કાશ્મીરની જનતા પાસે એ કોઈ જ પ્રશ્નોના જવાબો નથી કે જે ભારત સરકારને એમની પાસેથી અપેક્ષા છે. પાકિસ્તાન સતત આઝાદ કાશ્મીરના મુદ્દે કાશ્મીરીઓને ચડાવ્યા કરે છે અને કાશ્મીરની જનતા કોઈ ભવિષ્યની ચિંતા કર્યા વગર બીનવ્યવહારિક એક્શન લીધા કરે છે. આ બધામાં અંતે સૌથી મોટુ અને એકલું નુકશાન ફક્ત કાશ્મીરની જનતાને જ છે. ફાયદાઓ કોઈ પણ પક્ષે નથી એ દેખાઈ આવે છે. પોતાના જ દાઝેલાનો અહમ સંતોષવા પાકિસ્તાન સતત ધર્મની રાજનીતિ ચલાવીને ભારતીય કશીમીરીજનતાના સ્વાભિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણો સાબિત કરે છે કે, શાંતિ જેવા મુદ્દાઓ ફક્ત એમના માટે શિયાળામાં કેરીના પાક જેવી વાત છે. કાશ્મીરના મુદ્દે જયારે કોઈપણ વિચારવાદી વ્યક્તિઓ સાથે ચર્ચા થાય છે ત્યારે મુદ્દો ફક્ત કાશ્મીરીઓની પ્રાથમિક જરૂરિયાતો પર આવીને અટકી પડે છે. કોઈપણ પરિસ્થતિમાં એક વાર ખરાબ થયેલી છા