પોસ્ટ્સ

નવેમ્બર 20, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અમેરિકનોનો ટ્રમ્પવાદ

છબી
અ મેરિકાનાં પ્રમુખપદની ચૂટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમ્મેદવાર હિલેરી ક્લીન્ટનનો જ જયઘોષ થશે એવાં પત્થરની લકીર (!) જેવા અનુમાન સાથે રિપબ્લિકન પાર્ટીનાં ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હળવાશમાં લેવાઈ ગયાં. (સદગુણો નહીં પણ સ્પર્ધાત્મક બાબતે) જેને લીધે મને ટ્રમ્પને ચુંટણી દરમ્યાન સમજવાનો લ્હાવો ન મળ્યો, પરંતુ ટ્રમ્પના વ્યક્તિત્વની પૂર્વધારણાઓને લીધે વિશ્વનો સર્વોચ્ય એવાં અમેરિકાના પ્રમુખપદ માટેના ચુંટણી કાર્યક્રમને માણવાનો આનંદ પણ ગુમાવ્યો. છેલ્લે જે પરિણામ આવ્યું તેનાથી હું ખરેખર સ્તબ્ધ હતો. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી હું એજ રીતે ઓળખતો હતો કે, તે અમેરિકાનો ખ્યાતનામ ઐયાશ બિઝનેશ ટાયકુન છે. જેથી અનપેક્ષિત પરિણામ સામે આવતા મારા આશ્ચર્યનો પાર જ ન હતો! અમેરિકાના નાગરિકોની પસંદગી ટુંકી પડી કે પછી બંનેમાં ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખપદનો સાચો દાવેદાર છે એ એમણે સાબિત કરી બતાવ્યું? બીજું આ ૨૦૧૬મું વર્ષ ઘણી વખત લિંકનની લીડરશીપ યાદ કરાવી ગયું. લિંકને ૧૮૬૧માં અમેરિકાનું પ્રમુખપદ સ્વીકાર્યું તે બાદ અમેરિકાને જે જે ક્ષેત્રો માટે પ્રમુખની જરૂર હતી તે તમામ ક્ષેત્રોમાં લિંકને કામ