પોસ્ટ્સ

એપ્રિલ 12, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મેં જયારે કાબુલીવાલા વાંચી...

મેં જ્યારે રવીન્દ્રનાથ ટાગોરની "કાબુલિવાલા" વાંચી - કમલ હું વિજ્ઞાનશાખાનો અભ્યાસી છું એટલે ધોરણ ૧૦ પછી કોઈપણ પ્રકારનાં ગુજરાતી કે અન્ય ભાષાનાં સાહિત્ય સાથે મારો ૩૬ નો આંકડો થઇ ગયો હતો. એટલે જ તો અત્યાર સુધી રવીન્દ્રનાથ ઠાકુર જેવા મહાન વ્યક્તિની રચનાઓથી વંચિત રહ્યો છું. પરંતુ હવે ઘણા પ્રકારના અભ્યાસીઓ સાથે મિત્રતાનો વ્યવહાર બંધાયો છે અને એ જ મિત્રોમાંથી અમુક ગુજરાતી અને બીજી તમામ ભાષાના સાહિત્યને પોતાનો પડછાયો માનવાવાળા પણ સામેલ છે અને એમાંથી જ એક મિત્ર એ મને આ કાબુલીવાલા જેવી ઉત્કૃષ્ટ રચના વાંચવાની તક આપી. અત્યાર સુધી રવીન્દ્રનાઠ ઠાકુરજી એટલે એજ વ્યક્તિ તરીકે મગજમાં છાપ હતી કે, એ મહાપુરુષ જેમણે ભારતીયોને એમનું રાષ્ટ્રગીત “ નેશનલ એન્થમ” આપ્યું છે. કાબુલીવાલા જેવી રચના એમ જોવા જઈએ તો મારા માટે વાંચનની દ્રષ્ટીએ રવીન્દ્રનાથ ઠાકુરજીની દુનિયામાં પ્રથમ પગલું કહી શકાય. મેં શરૂઆત જ અહિયાંથી કરી હતી. દિર્ગદર્શક અનુરાગ બસુ એ પણ પ્રયત્ન કર્યો છે આ વાર્તાઓને ચલચિત્ર રૂપે સમાજની સામે મુકવાનો. એ પ્રયત્ન ખરેખર વખાણવા યોગ્ય છે અને થોડામાં ઘણું કહી જાય એ રીતે પ્રસ્તુત કરે છે. આ વાર્