પોસ્ટ્સ

જૂન 8, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હરિયાળી ચારે કોર જરૂરી

ગામડે સરકારી વિદ્યાલયમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે આચાર્યજી એ શાળાનાં બચતફંડમાં જમા થયેલી રકમનો સદુપયોગ કરવાનું વિચારીને રાજ્યનાં બે-ત્રણ મોટા શહેરોની મુલાકાત લેવાનું ગોઠવ્યું એ વિચાર સાથે કે બાળકો શહેરો જોઇને કઇંક શીખશે.  પ્રવાસ ખુબ આનંદ સાથે પતે છે અને પાછાં આવ્યાં બાદ શાળા રાબેતા મુજબ શરુ થાય છે. સવારની પ્રાર્થના બાદ પ્રવાસમાંથી બાળકો શું-શું શીખ્યા અને શહેર કોને કહેવાય એની બાળકોને કેટલી ખબર પડી એ જાણવાની ઉત્સુકતા સાથે આચાર્યજી દરેક વર્ગખંડમાં જઈ અને બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.  બાળકો તેની કાલી-ઘેલી ભાષામાં જે-જે જોયું એ બધું બોલી રહ્યા છે. સાહેબને પણ મજા આવી કે ચાલો બાળકો કઇંક શીખ્યા ખરા. ત્યારબાદ એક વિદ્યાર્થીને ઉભો કરીને સાહેબ એજ પ્રશ્નો પૂછે છે, અને એ વિદ્યાર્થી જે જવાબ આપે છે એ સાંભળીને સાહેબને એવું લાગ્યું કે એ કઇંક શીખ્યા! જાણવું છે કે એ છોકરો શું બોલ્યો હતો?  "સાહેબ, શહેરો એટલે એવી જગ્યા જ્યાં વૃક્ષો જોવા ન મળે"  પૂર્ણવિરામ  #કમલમ