પોસ્ટ્સ

માર્ચ 25, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

છબી
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અને કોઈને તકલીફ હોય તો જોઈ લ્યો... આ લખ્યું નામ આપડું...." થાનગઢ નગરપાલિકાએ આજે જ આ સદ્કાર્ય હાથ ધર્યું. જોકે આ થવાનું જ હતું. પણ સાહેબ હવે વચ્ચે ખુરશીએ નાખીને બેહે ને તો ય કોઈ કાઈ નો કે. સાહેબ તમે ખુબ સ્વસ્થ રહો અને દરેકને હસાવતા રહો. Congratulations Sir.

વસ્તુ અને પરિસ્થતિ બંને અલગ છે.

છબી
બકો: ચકા....આ PNB.........🤨 ચકો: ચૂઊઊઊઊપ......... બોલતો નહિ કાઈ પણ આગળ.... 😡😡 બકો: અલ્યા તને એમ પૂછું છું કે, નજીકમાં PNBનું ATM ક્યાં છે.... 😜 તે આપ્યાતા ને ઉધાર ઈ પાછા દેવા છે. એટલે .... ચકો: હા તો એમ કે ને....😑 પૂર્ણવિરામ. ( પરિસ્થતિ અને વસ્તુ, બંને અલગ છે એ અહીં દેખાઈ આવે છે. જો ફાયદો આપણો તો વસ્તુ સારી....નકર..........) - કમલ

ફારુક શેખ

છબી
ફારુક શેખ, આ બહેતરીન કલાકાર અને વ્યક્તિત્વનો આજે ૭૦મો જન્મ દિવસ છે. હાલ એ આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેઓ હરવખતે જીવિત છે જયારે જયારે હું "યે જવાની હૈ દીવાની" મુવી જોવું છું. હા આપણાથી મોટી પેઢીના વ્યક્તિઓને જાણવા માટે આપણે એમના છેલ્લા દાયકાથી શરૂઆત કરવી પડે. ફિલ્મ "યે જવાની હૈ દીવાની"માં એમનો એક પ્રેમાળ બાપ તરીકેનો અભિનય એટલો સ્પર્શી ગયો કે, ત્યારબાદ એમના વિષે થોડી વધારે માહિતી મેળવવાની ઈચ્છા થઇ. તેઓ લોકપ્રિય ટીવી શો " જીના ઇસી કા નામ હૈ" સાથે ઘણા લોકપ્રિય થયા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ થયા હતા. મેં પણ એમના થોડા ઘણાં એપિસોડ્સ જોયા છે. અને તમામ મજેદાર અને લાગણીઓથી ભરેલા રહેતા. હું એમને ત્યાર બાદ ફિલ્મ "બીવી હો તો ઐસી" માં રેખા સામે હીરોના કિરદાર તરીકે વધારે ઓળખું છું. એ ફિલ્મ ઘણી સફળ થઈ હતી એમ કહીએ તો પણ ચાલે, કારણકે તેની "સૂર્યવંશમ" ફિલ્મ જેવી છાપ હતી. લગભગ અઠવાડિયામાં બે વખત ક્યાંક ને ક્યાંક કોઈ એક ચેનલ પર તો જોવા મળી જ જતી. :D પોતે ગંભીર કલાકાર, લાજવાબ અદાકાર અને વ્યક્તિ શ્રેષ્ઠ. (હા, તેઓ ખરેખર સરળ અને શ્રેષ્ઠ વ્યક્તિ હત