ત્રણ પેઢી

ઘણાં વર્ષો પહેલા હું અને મારો મિત્ર આધ્યાત્મિક ચર્ચામાં સરી પડ્યા હતા. અને મને એટલું યાદ છે કે, અમે લગ્ન બાબતે વાત કરી રહ્યા હતા અને લગ્નનું બ્રહ્માંડીય સ્તર પર માનવીય મુદ્દે કેટલું મહત્વ છે. અને મિત્ર એ કહ્યુ કે, બાળકને જન્મ આપવો એ અત્યંત કુદરતી વ્યવસ્થા છે. જયારે લાખો વર્ષ પહેલા સહેજ પણ જ્ઞાન ન હતું ત્યારે પણ એ ભાવ હતો અને હજી પણ દરેક મોટા પ્રાણીઓથી નાના જીવ જંતુ સુધી એ બાળક ને જન્મ આપવનો ભાવ જોઈ શકાય છે.

મેં પછી એ આખા વિષય ને બ્રહ્માંડમાંથી કાઢી ને સાંસારિક મુદ્દે લાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, હું, મારા પિતાજી અને મારો દીકરો, એમ આ ત્રણ પેઢી એટલે શું?

મારા મિત્ર એ સારો જવાબ આપ્યો કે, પિતા એ ભૂતકાળ, બાળક એ ભવિષ્ય....

અને મેં તુરંત જ નાં કહ્યું અને સુધારી મારો અભિપ્રાય આપ્યો કે,

બાળક જે છે એ મારું ભૂતકાળ છે. અને મારા પિતાજી છે એ મારું ભવિષ્ય છે. કઈ રીતે?

બાળક મારું ભૂતકાળ એ રીતે કે, હું પોતે જયારે મારા બાળકની ઉમરમાં હતો ત્યારે હું જે જે વસ્તુઓથી કે વ્યવસ્થાથી વાંછિત હતો તેને મારા બાળકને આપી હું એ સુધારી શકું છું. અને તેનું ભવિષ્ય મજબુત કરી શકું છું. જયારે મારા પિતાજી મારું ભવિષ્ય એટલે કે, જો હું મારા જીવનમાં કોઈ બદલાવ નહીં લાવું તો ત્રીસ વર્ષ પછી મારું જીવન મારા પિતાજી ને જે હાલમાં છે એવું જ હશે. એટલે એ રીતે બાળક મારું ભૂતકાળ છે અને એને બદલવાની ચાવી મારા હાથમાં છે. અને મારા પિતાજી મારું જ ભવિષ્ય બતાવે છે.

તમને યોગ્ય લાગે તો તમરો અભિપ્રાય ચોક્કસ આપશોજી.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો