પોસ્ટ્સ

મે, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુમાન / અભિમાન રાખવું કેટલું ઘાતક સાબિત થઇ શકે!

yahoo.com જે રીતે પોતાની શાખ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે એ જોઇને ખ્યાલ આવે કે ગુમાન / અભિમાન રાખવું કેટલું ઘાતક સાબિત થઇ શકે. એક સમય હતો કે, yahoosearch એટલે ત્યારનું ગુગલ હતું અને ઈમેઈલ માટે શબ્દ "યાહુ" વપરાતો. મને યાદ છે કે, અમે કોલેજ માં એમ જ કહેતા કે, ભાઈ યાહુ કરી દેજે જે ડીટેઇલ હોય એ. પછી ગુગલ આવ્યું ને કેટલીયે કંપનીઓ તહેશ નહેશ થઇ ગઈ. ભાંગી પડેલી કમ્પનીઓનું લિસ્ટ. rediff.com, sify.com, orkut.com અને ઘણી. ઇનોવેશન કરતા જ રહેવું પડે છે. એ પછી પ્રોડક્ટ હોય કે પછી પોલીસી. આજે ભૂલથી yahoo search પર આંટો માર્યો તો...ચિત્ર ઘણું બદલાઈ ગયું છે પણ ત્યારનો સાઈબર કાફેનો સમય યાદ આવી ગયો. લોલ. ત્યારે એમ લાગતું કે, બોસ...સાઈબર કાફે જેવો ધંધો જ નહીં...ક્યારેય સીટ ખાલી જ ન મળે! હવે ઈ સાઈબર કાફે વાળા જ્યાં હતા ત્યાં કરીયાણાની દુકાન છે. 🙄😶 પૂર્ણવિરામ - કમલ

Mastering the Farming?

Raw Food will remain the most demanding things of the world till the last human being alive! (Grain, Vegetables, Nuts, Pulses etc..) USA is mastering everything apart from raw food. China is mastering in mechanical engineering Europe is mastering the Corporate culture, strategies, and theoretical Science. Japan is mastering the Artificial Intelligence Izrael is mastering by creating the efficient from the inefficient. Russia is mastering Politics South Koria is mastering the medical and internet bandwidth The Middle East is mastering the trading Africa is mastering the Lower production cost against the higher production of any material thing. Canada is mastering the Human Resource. Australia is mastering to become The USA The North Pole and South pole countries are mastering the dairy products and meat supply. South East Asians are mastering to become a china. But nobody is specifically mastering the Most Demanding commodity of the world and that is RAW FOOD Yes, Every country is pr

બાળક ને માસ્ટર બનાવવા પર ધય્ન આપીએ નહીં કે તેની માર્ક્સ પર તોલીએ.

શિક્ષણ પર શું વાત કહી છે સાલ ખાન એ. સાલ ખાન એટલે "ખાન એકેડમીનો ઘડનાર". જે વિશ્વભરમાં ઓળખાય છે એમની પોતાની એક શિક્ષણ પધ્ધતીના લીધે. તેઓ નું કહેવું છે કે, જ્યાં સુધી તમે કોઈ એક વસ્તુ પર મહારત ન મેળવો ત્યાં સુધી એજ વિષયનો એડવાન્સ પોઈન્ટ તમને સમજાશે જ કઈ રીતે? એમણે ખુબ સારો દાખલો આપ્યો કે, માની લો કે તમારી જમીન છે અને તમારે ત્યાં રહેવા માટે 3 માળનું મકાન બનાવવું છે. હવે તમે કોન્ટ્રકટર ને બોલાવ્યાં અને એમને કહ્યું કે, તમારે આ ફાઉન્ડેશનનું કામ ૨ અઠવાડિયામાં જ પૂરું કરવાનું છે. અને બે અઠવાડિયા પછી તમે એક એન્જીનીયરને સાથે લઈને જોવા આવો છો કે કેટલું કામ પત્યું છે. અને એન્જીનીયર જોઇને કહે છે કે, હજી કોન્ક્રીટ સુકાણી નથી. અને કામ ફક્ત ૮૦% જ પૂરું થયું છે. ચાલો વાંધો નહીં તમે પાસ થઇ ગયા છો અને પહેલો માળ બનાવવાનું શરુ કરી દો. આમ આ રીતે બીજો અને ત્રીજો માલ વ્બ્નાવી દિધો...પણ ફાઉન્ડેશન તો હજુ બરાબર હતું જ નહીં. આખરે 3 માળની બિલ્ડીંગ ધ્વસ્ત થાય છે. આવું જ થાય છે દરેક બાળકના જીવનમાં. જયારે એને કઇંક શીખવાડવામાં આવે ત્યારે તેની બુદ્ધિમત્તા પ્રમાણે એ ગ્રહણ કરે છે. અને એ જ્યાં સુધી સંપૂર્ણ ન થયા

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ. કુદરત ને સાથે રાખીને ચાલતું આવતું જ્ઞાન હવે આપણા નવી પેઢીના ભારતીયો માટે મિથ્યા સમાન છે. તેને રૂઢી અને જુના રીતી રિવાજોમાં સામેલ કરીને જીવનનિર્વાહની પદ્ધતિમાંથી બાકાત કરી નાખવામાં આવી રહ્યું છે. આપણે ભારતીયો દરેક કાર્યમાં કુદરતની ક્ષમતાઓને અને તેમની હાજરી ને હમેશાં સાથે રાખતા આવ્યા છીએ. આપણા કલ્ચરમાં એ પહેલેથી હતું. હવે કદાચ એ જોવા નહીં મળે. પરંતુ... જાપાનીઝ વાનગી "સોબા" એ ખુબ જ પ્રચલિત વાનગી છે. સોબા એટલે એક પ્રકારના નુડલ્સ. લગભગ આપણે ત્યાં જે લોટથી રોટલી બને છે એજ લોટના ઉપયોગથી તેઓ ફ્રેશ અને વગર કોઈ કેમિકલ નાખે, ફક્ત લોટ અને પાણીની સાથે કડક લોટ બાંધે છે. અને તેને ત્યારબાદ એક છરીથી પતલા લાંબા એમ નુડલ્સ શેપમાં કટિંગ કરી દેવામાં આવે છે. હવે જાપાનમાં સોબા નુડલ્સ બનાવનાર લોકોનું મહત્વ ખુબ વધારે હોય છે. તેઓ ને ત્યાં એ બનાવવા માટે કોમ્પીટીશન થાય છે. અને તેઓ એ કોમ્પીટીશનમાં જીતનાર ને વર્લ્ડ સોબા માસ્ટરની ઉપાધી આપે છે. એવા જ એક વર્લ્ડ સોબા માસ્ટરનો મેં એક વિડીયો જોયો...એણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ વગર નીતિ નિયમોને ધ્યાનમાં રાખી, આ સોબા બનાવી ન શકે

Truth of Life!

તળેટી પર મોટી દેખાતી વસ્તુ જોઈ ને જે આકર્ષણ થાય એ જ્ઞાન છે. ગીરનાર ચડી જઈએ અને તળેટીનું બધું શુક્ષ્મ દેખાય એ સત્ય છે. અને ફરી તળેટી પર આવીને દરેક આકર્ષણની પાછળ રહેલા તમારા સત્ય ને ગીરનાર ઉપરથી જોઈલા સત્ય સાથે સરખાવો એ આધ્યાત્મ છે. અને એજ સાચી સમજણ છે. - કમલ ભરખડા

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ એક વ્યક્તિ માટે અત્યારે રમજાન મહિનો ચાલે છે. બીજા માટે પરષોત્તમ મહિનો ચાલે છે. અને બધાં માટે ધગધગતી ગરમીથી ભરેલો મે મહિનો પણ ચાલે જ છે. આ ચાલુ મહિનામાં પડતી પુષ્કળ પ્રમાણમાં ગરમીને લીધે લોકોના રોજીંદા જીવનમાં કોઈ ખલેલ ન પહોંચે એટલે કદાચ આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ હશે. આખો મહિનો ઉપવાસ કરીએ અને તેનાથી પડતી તકલીફો, ગરમી પડવાથી કઈંક વધારે જ હોઈ શકે. એટલે જ આ ઉપવાસની વ્યવસ્થા હજુયે કામ લાગે છે. હવે આ આખા સીનારીયોને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સમજીએ તો ખ્યાલ આવે કે, સદીઓથી ચાલતી આવતી આ પ્રથાઓ ખરેખર મનોવૈજ્ઞાનિક છે. પરિસ્થિતિ મુજબ અને ત્યારનાં સમયમાં મોજુદ શંસાધનો ને ધ્યાનમાં રાખીને રિતી રિવાજો બન્યાં હોવા જોઈએ. ઉપવાસ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ભ્રમ ઉભો કરે છે. જે વાસ્તવિક પરિસ્થિતિનું કદ શૂન્ય કરી નાખે છે. અને ઉભી થયેલી કૃત્રિમ અવસ્થા પર વધારે ધ્યાન દોરવવા મજબૂર કરે છે. છે ને સ્માર્ટ મુવ. પણ જો ત્યારે ગરમીથી બચવાના શંસાધનો મોજુદ હોત તો કદાચ આ પ્રકારની વિધિઓમાં થોડા ફેરફાર થયા જ હોત. ગરમી તો ફક્ત એક પરિબળ છે. એવાં તો ઘણાય પરિબળો ને ધ્યાનમાં રાખીને રિવાજો બન્

જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી

ઈશા ફાઉન્ડેશન, તમિલનાડુ સ્થિત, સદગુરુએ નિંદ્રા ઉપર ખુબ જ આંખ ઉઘાડનારી ચર્ચા કરી હતી. એમણે કહ્યું કે, "જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી. ફક્ત "આરામ" કરવો જ અનિવાર્ય છે. એમણે આગળ જણાવ્યું કે, જો તમે મેરેથોન માં ભાગતા હો તો જો કલાકની દોડ પછી જો ઉભું રહેવાની ઈચ્છા થાય તો એ આરામ છે. જો લાંબો સમય ઉભા રહ્યા હોવ અને બેસવાની તક મળે અને તમને બેસ્યા પછી જે આનંદ આવે એ આરામ છે. તમે લાંબો સમય ડેસ્ક પર બેસ્યા હોવ અને સેજ સુવાની ઈચ્છા થાય તો એ આરામ છે. નિંદ્રા એ આરામનો એક પ્રકાર છે. બીજું કશુંજ નહીં. - સદગુરુ આવી જ રીતે, શરીરને નાહકનાં વિચારો અને આદર્શોથી ભરી લેવાની જરૂર નથી. કોઈપણ નિયમ પાછળ નાં તથ્યની ખોજ થવી જરૂરી છે. અને એજ તો છે સત્યની શોધ. એટલે કે ઈશ્વરની શોધ. કદાચ આ પ્રકારના અન્ય તથ્યોનાં અંતરિયાળ સત્ય જાણ્યા બાદ જ હાલની કોઈપણ વ્યવસ્થાનું મૂળ નજરે ચડે છે. અને જયારે વ્યવસ્થાનાં બંધારણ પાછળનું સત્ય જાણવા મળે ત્યારે બે ઘટના ઘટે છે. ૧. અન્યાય સામે આક્રોશ ૨. વ્યવસ્થા રૂપી સંતોષ. એ બંને ગતિ કરાવે છે. કદાચ ત્યારે જ કહેવાતું હશે કે સત્યની શોધ સંપૂર્ણ થઇ. અથવા મો

એસી, હીટર, એ શું શરીરની જરૂરીયાત છે કે...?

એસી, હીટર, એ શું શરીરની જરૂરીયાત છે કે...? ફક્ત માણસ જ નહીં પણ આ દુનિયાનાં કોઈપણ જીવ, જેઓ જીવિત છે, તેઓ દુનિયાનાં કોઈપણ પ્રકારના તાપમાનનાં ફરકને સહન કરી શકે એટલી સખ્ત આંતરિક રચના ધરાવે છે. પરંતુ અહીં થોડી કાળજી રાખવી પડે. દુનિયાના ઉત્તર ગોળાર્ધમાં, સાઈબેરિયા પ્રદેશમાં કાતિલ ઠંડી સામે લોકો જીવે જ છે જયારે સેન્ટ્રલ આફ્રિકામાં ઇવન ૫૫ ડીગ્રી સેલ્સીયસ સાથે લોકો સહન કરે છે. પણ અહીં ખરેખર સમજવાનું એ આવે છે કે, આ બધી પરિસ્થતિઓમાં માણસ(જીવ) ઘડાય ગયો છે. તેઓ આ પ્રકારની પરિસ્થતિ હજારો વર્ષોથી સહન કરતા આવ્યા છે એટલે જ આ સહન કરી શકે છે. એટલે ટેકનીકલી, કોઈપણ તાપમાનમાં ધીરે ધીરે થતો વધારો-ઘટાડો આપણે સહન કરી શકીએ. પણ એક જ સાથે ટૂંકા ગાળામાં આવતો ફેરફાર આપનું શરીર વધારે સમય સુધી હેન્ડલ નથી કરી શકતું. કારણકે, શરીરની અંદર કાર્યરત મશીનરીને પ્રક્રિયા કરવામાં લાગતો સમય તો અચલ જ છે. આપણે ત્યાં ભારતમાં, વાતાવરણ બદલાતા બદલાતા ૪ મહિના લાગે છે. જેની સાથે સાથે આપણા શરીર ને પણ સમય મળી રહે છે. હવે ગરમીમાં તાત્કાલિક ઠંડીની જરૂરીયાત અને ઠંડીમાં તાત્કાલિક ગરમીની જરૂરીયાત એ શરીરનો ખોરાક નથી પરંતુ આપણા દિમાગનો ખોરાક છે.