પોસ્ટ્સ

ફેબ્રુઆરી 22, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારત અને આફ્ટર સેલ્સ સર્વિસીસ

શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, “આફ્ટર સેલ્સ સર્વિસ” એટલે, “ગ્રાહકને પ્રોડક્ટ અથવા સર્વિસ વહેંચ્યા પછીની ગ્રાહક પ્રત્યેની વહેંચનારની તમામ જવાબદારીઓ!” હાલ લગભગ બધાને સારી રીતે ખ્યાલ આવી રહ્યો છે કે, પ્રોડક્ટ કે સર્વિસ ફક્ત બનાવીને વહેંચી દેવાથી કામ નથી જ થતું. પ્રોડક્ટ અથવા સર્વિસીસની ખરીદી સાથે આવતી વોરંટી અથવા ગેરેંટી ને લીધે જ ગ્રાહક કમ્પની સાથે લાંબો સમય જોડાયેલા રહે છે. અને જયારે એ પ્રોડક્ટ વપરાશકારના દૈનિક જીવનમાં ભળી જાય છે ત્યારે આફ્ટર સેલ્સ સર્વિસ ખુબ જ મહત્વનું સાબિત થઇ રહે છે. ઘણી બધી પ્રોડક્ટ્સ આપણા વપરાશમાં છે જેમાં આપણે આફ્ટર સેલ્સ સર્વિસીસનો ઘણી સારી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, બ્રાન્ડેડ કિચન વેર, ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડ પોશાક, વગેરે વગેરે. હવે આ વિષય પર લખવાનું મારું કારણ? કાલે મેં એક પોસ્ટ જોઈ જેમાં, ૨૦૦૭થી લઈને ૨૦૧૮ સુધીની દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ્સનું લીસ્ટ હતું. જેમાં નામ હતા, કોકો કોલા, ગુગલ, એપલ, અને હાલ એમેઝોન. આ એક સામાન્ય જ્ઞાનની મેટર હતી પરંતુ થોડો વિચાર કર્યા બાદ સૌથી વધારે આશ્ચર્ય મને એ વાતનો થયો કે, એ તમામ કંપનીઓ USA એટલે કે