આ જગત ચાર જણને ક્યારેય નથી ભૂલતો
૧. દાનવીરને
2. શુરવીરને
૩. હરીનાં ભગતને, અને
4. કવિને
મૂળ વાત પર આવીએ તો કે,
આલા ખાચર જેવો દીકરો નો જણાય હવે આ ધરતી ઉપર, એવું ત્યારના દરબારીઓ કેતા. એવડો મોટો દાનવીર અને ઉદાર દિલનો. એના આંગળે જે ભીતર આવતો ઈ ખાલી હાથે નો જ જાતો....
માણસ પાસે દાન બે તત્વો કરાવે....
એક તો એનું અભિમાન અને બીજું એની સમજણ. બે માંથી એક જ તત્વ કામ કરે.....
એકવાર એક ઢળતી સાંજે શાંત પહોરમાં એક દરબારી એ કીધું કે, "બાપુ હવે આ દાન કરવાનું બંધ કરો... આ ગોળ છે ને ત્યાં હુધી માંખીઓ આવશે....
આવું સાંભળ્યા બાદ ખાચર હસ્યાં અને ગોળની થાળી મંગાવી..
આલા ખાચરે થાળી ઉપરથી કપડું ઉપાડ્યું ને દરબારી ણે કીધું, કે ભલા માખીઓ ને બોલાવી લાવો.. આ રયો ગોળ...
દરબારી એ તરત કીધું કે, "બાપુ ઈ તો દિવસે આવે...."
ત્યાં તરત જ આલા ખાચર બોલ્યા કે, "હાચું કીધું, આ મારા દિવસો છે ને એટલે જ આ લોકો મારા આંગળે આવે છે બાકી ગોળની કોઈ હેસિયત નથી કે ઈ લોભાવે"
કેવડી મોટી વાત કરી.... ધન વૈભવ સુખ અને શાંતિ તો આપનો છાંયો છે. ઈ માથે સુરજ જેવો દિવસ ધમધમતો હોય તો ઈ દેખાય. આલા ખાચરે સાબિત કરી દીધું કે સમજણ જ મોટી ધરોહર છે. ઈ હોય તો આપી હકો....
અભિમાન નો કરતા તમારા ગોળ ઉપર....
પૂર્ણવિરામ
- કમલ ભરખડા