પોસ્ટ્સ

ઑક્ટોબર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જો આવા મિત્ર ન હોય તો..

જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું? મિત્રની મરજી હોય તોય શું ને ન હોય તોય શું જાટકી ને નાં પાડવાની પરવાનગી લેવી પડે તો મિત્ર શું... મારા મહોલ્લામાં મિત્રની બેઠક બદલી જાય તો મિત્ર શું... પોળનાં ખાંચામાં મલકાતી હરણી સુધી વાત ન પહોંચાડી તો મિત્ર શું કાલે આપી દઈશ કહીને આજે હિસાબ પૂરો કરે તો મિત્ર શું... વાતોનાં વડાં કરી ભવિષ્યની ચિંતા ન કરી તો મિત્ર શું... હું તો નક્કામો છું અને મારા વગર એ કામનો શું... પાતળી સંધ્યામાં ટેરેસ પર બેસી ગીતો ન ગાયાં તો મિત્ર શું... આ જીવનની ધારમાં આ બાજુ લટક્યો છું ને મને પકડી ન રાખે તો મિત્ર શું... જો આવા મિત્ર ન હોય તો..જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું? #કમલમ

ત્રણ પેઢી

ઘણાં વર્ષો પહેલા હું અને મારો મિત્ર આધ્યાત્મિક ચર્ચામાં સરી પડ્યા હતા. અને મને એટલું યાદ છે કે, અમે લગ્ન બાબતે વાત કરી રહ્યા હતા અને લગ્નનું બ્રહ્માંડીય સ્તર પર માનવીય મુદ્દે કેટલું મહત્વ છે. અને મિત્ર એ કહ્યુ કે, બાળકને જન્મ આપવો એ અત્યંત કુદરતી વ્યવસ્થા છે. જયારે લાખો વર્ષ પહેલા સહેજ પણ જ્ઞાન ન હતું ત્યારે પણ એ ભાવ હતો અને હજી પણ દરેક મોટા પ્રાણીઓથી નાના જીવ જંતુ સુધી એ બાળક ને જન્મ આપવનો ભાવ જોઈ શકાય છે. મેં પછી એ આખા વિષય ને બ્રહ્માંડમાંથી કાઢી ને સાંસારિક મુદ્દે લાવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, હું, મારા પિતાજી અને મારો દીકરો, એમ આ ત્રણ પેઢી એટલે શું? મારા મિત્ર એ સારો જવાબ આપ્યો કે, પિતા એ ભૂતકાળ, બાળક એ ભવિષ્ય.... અને મેં તુરંત જ નાં કહ્યું અને સુધારી મારો અભિપ્રાય આપ્યો કે, બાળક જે છે એ મારું ભૂતકાળ છે. અને મારા પિતાજી છે એ મારું ભવિષ્ય છે. કઈ રીતે? બાળક મારું ભૂતકાળ એ રીતે કે, હું પોતે જયારે મારા બાળકની ઉમરમાં હતો ત્યારે હું જે જે વસ્તુઓથી કે વ્યવસ્થાથી વાંછિત હતો તેને મારા બાળકને આપી હું એ સુધારી શકું છું. અને તેનું ભવિષ્ય મજબુત કરી શકું છું. જયારે મારા પિતાજી મારું ભવિષ્ય એટલે ક

એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે?

છબી
એવું શું છે જે બાળકનાં કુતુહલ ને તર્ક માં બદલે છે? એ જ કુતુહલ છે જે આગળ જતાં તર્કના દરવાજા ખોલે છે. અને અંતે એજ તર્ક અનુભવ તરફ ખેંચી જાય છે અને પામેલ અનુભૂતિઓ જ વ્યક્તિનું કેરેક્ટર ઉભું કરે છે. જે આગળ જતા કોઈને ગાંધી બનાવે છે તો કોઈને ભગતસિંહ તો કોઈને આતંકવાદી તો કોઈને સામાન્ય વ્યક્તિ તો કોઈને અત્યાચારી તો કોઈને શુરવીર તો કોઈને પ્રેમાળ તો કોઈને શુષ્ક. તત્વમસિ મલ્ટીથેરાપી, આપે ખુબ જ સરસ વાત કરી તમે આ પોસ્ટ સાથે. આ પરથી હું એ તારણ પર આવી શકું છું કે, બાળકના નિર્દોષ કુતુહલને જે રીતે વાળો એ રીતે વળે છે. અને એ જ બાળકનું ઘડતર સાબિત થાય છે. ક્યારે બાપ, ક્યારે મિત્ર, ક્યારે શિક્ષક, તો ક્યારે દંડાધિકારી તો ક્યારે શું બની રહીએ એક પેરેન્ટ્સ તરીકે એ પણ અભ્યાસ માંગી લે તેવો વિષય છે. જેમ ૩ વર્ષે બાળક ને સ્કુલમાં ધકેલી દેવામાં આવે છે તેમ નવા માત-પિતા બનતા પાર્ટનરોની પણ શિક્ષણ વિધિ હોવી જરૂરી છે. #kamalam