પોસ્ટ્સ

નવેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કામ થવું જોઈએ!

એક ગામમાં ત્રણ જ ખેડુત હતાં. આખા ગામનાં અનાજ પાણીની વ્યવસ્થાની જવાબદારી એ ખેડુતો પર જ હતી. એ લોકો જે ઉગાડે એજ લોકો ખાઇ શકે... ત્રણમાંથી એક એ તો મહેનત કરવાનું બંધ કર્યુ અને પહેલો ન કરે તો મારે કરવાની ક્યાં જરૂર છે એવી ભાવનાથી બીજા ખેડુતે પણ મહેનત કરવાનું બંધ કર્યુ. હવે આખા ગામની જવાબદારી આવી પડી ત્રીજા ઉપર. એ પણ છટકી શક્તો હતો પણ એણે મહેનત બમણી ચાલુ કરી... લોકો ને ઓછું મળતું પણ મળતું ખરાં. ધીમે ધીમે ત્રીજા ખેડુતની ગામમાં લોક ચાહના અને માનપાન વધવા લાગ્યાં. અને એ ગામનો પટેલ થયો. હવે ઓલા બન્ને ને લાગ્યાં મરચા. અને ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં એ બન્ને યે પણ પુરપાટ ખેતી કરવાનું ચાલું કર્યુ. અને જોતજોતામાં એટલું બધું અનાજ પેદા કર્યુ કે ગામનાં લોકોની આખા વરસની ખપત પુરી થઈ અને સાથે સાથે આગળ પાછળનાં ગામડાઓને પણ વહેંચીને એ વેપાર વધાર્યો. ઈર્ષ્યા તો ઈર્ષ્યા....અંતે થયો તો ગામને જ ફાયદો ને! નજીકનાં ભવિષ્યમાં ભારતમાં પણ આવુ જોવા મળે તો નવાઈ ન પામતા. ;) Kamal Bharakhda

ભારત, એક મહાન દેશ (?)

છબી
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા, ઇસ દેશ કે યારો લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ! -      ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે! દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept) છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ.   દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર કરી દેવા

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ? ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ? ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે? આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ. આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં? આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે? એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે

नदी का एक टुकड़ा

अकसर नदी के उस टुकड़े को यूँ महसूस होते रहेता की काश कोई तो मेरे बहाव को पानी दे दिया करता सारे इंसान और जानवर मुझसे अपनी इच्छाएं लेते रहे और मुझे बिना कुछ देकर आगे बढ़ जाते... पर वो संत जो पानी पीने आया था उसने बिलकुल ठीक कहा था कि, ए नदी के टुकड़े धैर्य रखना तुझे तेरी मंजिल जरूर मिलेगी एकदिन ऐसा जरूर आया की वो नदी के टुकड़े की ख्वाइश हुई पुरी जब समंदर उसे थामने अपनी बाए फैलाए खड़ा था उस वक्त वो नदी का टुकड़ा बोहोत रोया और मुस्कुराया और चल पड़ा समंदर के पास अपने सारे दुःख दर्द को सलाम किया और कहा की ए रास्तो के पत्थर और खुदगर्जीयत अगर तुम न होते तो आज समंदर से मिलकर मेरी आत्मा इतनी तृप्त न होती तेरे दर्द का सुक्रिया आप सभीका सुक्रिया और सबका अभिवादन करके चिर सुख में सामेल हो गया वो नदी का टुकड़ा। ली कमल भरखड़ा

અમેરિકનોનો ટ્રમ્પવાદ

છબી
અ મેરિકાનાં પ્રમુખપદની ચૂટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમ્મેદવાર હિલેરી ક્લીન્ટનનો જ જયઘોષ થશે એવાં પત્થરની લકીર (!) જેવા અનુમાન સાથે રિપબ્લિકન પાર્ટીનાં ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હળવાશમાં લેવાઈ ગયાં. (સદગુણો નહીં પણ સ્પર્ધાત્મક બાબતે) જેને લીધે મને ટ્રમ્પને ચુંટણી દરમ્યાન સમજવાનો લ્હાવો ન મળ્યો, પરંતુ ટ્રમ્પના વ્યક્તિત્વની પૂર્વધારણાઓને લીધે વિશ્વનો સર્વોચ્ય એવાં અમેરિકાના પ્રમુખપદ માટેના ચુંટણી કાર્યક્રમને માણવાનો આનંદ પણ ગુમાવ્યો. છેલ્લે જે પરિણામ આવ્યું તેનાથી હું ખરેખર સ્તબ્ધ હતો. ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધી હું એજ રીતે ઓળખતો હતો કે, તે અમેરિકાનો ખ્યાતનામ ઐયાશ બિઝનેશ ટાયકુન છે. જેથી અનપેક્ષિત પરિણામ સામે આવતા મારા આશ્ચર્યનો પાર જ ન હતો! અમેરિકાના નાગરિકોની પસંદગી ટુંકી પડી કે પછી બંનેમાં ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખપદનો સાચો દાવેદાર છે એ એમણે સાબિત કરી બતાવ્યું? બીજું આ ૨૦૧૬મું વર્ષ ઘણી વખત લિંકનની લીડરશીપ યાદ કરાવી ગયું. લિંકને ૧૮૬૧માં અમેરિકાનું પ્રમુખપદ સ્વીકાર્યું તે બાદ અમેરિકાને જે જે ક્ષેત્રો માટે પ્રમુખની જરૂર હતી તે તમામ ક્ષેત્રોમાં લિંકને કામ

કર્મ કહો કે પૈસો, છે તો બન્ને કમાણી

વ્યાજબી વાત પૈસો ગમે તેટલો કેમ ન હોય, જો સરકાર સામે સાબીત ન કરી શકો તો કાળો. એવી જ રીતે, કર્મો જેટલાં પણ કરો, જો કોઈ માણસનુ ભલું ન કરી શક્યાં તો કાળા જ સમજવા. Kamal Bharakhda

સમાજ, સ્ત્રી અને નિર્ણયશક્તિ

આજે સવારે , મારી બા(મમ્મી) સાથે બેઠો હતો અને વાત-વાતમાં અમારી ચર્ચા સ્ત્રીઓનાં સામાજિક હક ઉપર આવી પહોંચી. આજથી 50 વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્ર નાં કુટુંબમાં સ્ત્રીઓએ આપેલાં વચનો અને ન્યાયનિર્ણય જે રીતે કદર થતી હતી , તેના તપતા સૂરજ જેવો દાખલો મારી બા એ મને સંભળાવ્યો. ગર્વ લેવા જેવી જ વાત હતી. મારી બા પ્રોપર સાવરકુંડલાના છે , અને વાત જયાં સ્ત્રીઓની સમાજમાં કદર ઉપર ગઇ ત્યાં જ એમણે ધડ દઈને પોતાની નજર સામે બનેલો દાખલો મને જણાવ્યો. એ સમય હતો.. કાઠી દરબારી પ્રજાનો. જેને લીધે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એ ભાગને “કાઠિયાવાડ” એવું નામ મળ્યું. દરબારી જાત એટલે એ સમયમાં , જેવું નામ , એવું જ કામ. વાત વાતમાં બાપુઓને ખમૈયા કરવાં પડે! અને નરી વાસ્તવિકતા પણ એજ હતી કે , પોતાનાં જોર અને સામાજિક મોભાને લીધે કોઈના થી પણ એમને કાંઇ કહી જ ન શકાય! એ જે કહે એ જ મુજબ ચાલવું રહ્યું.  પરંતુ એવું કહેવાતું કે , તેઓ વચનનાં પાક્કા! એ સમયે અમુક કાઠી દરબારો એ પ્રોપર સાવરકુંડલામાં વસવાટ કરવો પડ્યો અને જેનું ઘર વિશાળ હોય ત્યાં ભાડે અથવા સાથે રહેવાની ભલામણો મોકલાવાતી , અને જેને ત્યાં ભલામણો મોકલાવાય એ પછી જે પ

સમજોતા એક્સપ્રેસ

છબી
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અને પાકિસ્તાનને જોડતી એકમાત્ર ખુબસુરત કડી એવી " સમજોતા એક્સપ્રેસ " તથા બંને દેશોનાં લોકો સાથે જોડાયેલી ભાવનાત્મક અને રસપ્રદ માહિતીઓ જાણવા મળી. મને જે અનુભવ થયો એ એટલો બધો સંવેદનશીલ હતો કે તેને શબ્દોમાં તો હું ભાગ્યે જ ઉતારી શકું! એક કલાકનો શો જોયાં બાદ મેળવેલ અનુભવનો રસ એટલો બધો રોચક અને લાગણી સભર હતો કે ખરેખર બે અલગ અલગ દેશો પણ એક જ ભાત-સંસ્કૃતિ વાળા દેશોમાં રહેતા સામાન્ય માણસોને સરહદ સાથે કાંઇ જ લેવા-દેવાં નથી! તેઓ તો બસ પાર્ટીશન બાદ પોતાનાથી વિખુટા પડી ગયેલાં પરિવારની એક જલક મેળવવા માટે પોત-પોતાનાં ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એવું લાગ્યું અને વાસ્તવિક દુનિયામાં એ તમામને ભેગા કરવાનું કામ એટલે સમજોતા એક્સપ્રેસ. વર્ષ ૧૯૭૬માં શિમલા કરાર પછી સમજોતા એક્સપ્રેસનાં શ્રી ગણેશ સાથે કાયદેસર રેલ્વેમાર્ગ દ્વારા બે દેશો વચ્ચેમોટા પાયે “સામાન્યવ્યક્તિ વ્યવહાર” ફરી શરુ થયો. રાજકીય તકલીફોને લીધે કેટ-કેટલાય પરિવારો અને લોહીનાં સબંધીઓએ પાર્ટ