જો એક પુસ્તક, કાવ્ય, નૃત્ય અને અન્ય કળાઓ સામાન્ય વ્યક્તિને જ્ઞાનીત કરી શકે તો ફિલ્મ કેમ નહીં?
ફિલ્મ તો એક એવું માધ્યમ છે જ્યાં તમે અગણિત શક્યતાઓ પીરસી શકો છો. માયકાંગલા જેવા મનોરંજનની અપેક્ષા ફિલ્મો પાસેથી રાખીએ છીએ એટલે જ ફિલ્મો ક્યારેય શાળા નથી બની શકી!
ફિલ્મ જગતને જેવું તેવું ન સમજતા. એ જ્ઞાન સાથે સાથે લાખો લોકોને રોજી રોટી આપવાનું કાર્ય પર કરે છે. જ્યાં સુધી આપણે નહીં બદલીએ ત્યાં સુધી ફિલ્મ મેકરો સારું આપવાનું સાહસ નહીં કરે કારણકે ફિલ્મ એક જ એવી કળા છે જે વગર પૈસે બની જ નથી સકતી. એટલે જે પણ વ્યક્તિ પૈસા રોકે છે એનો ભાવ વ્યાપાર કરવાનો તો હોય જ છે પણ સાથે સાથે સામાજિક શિક્ષણનો પણ.
કદાચ હવે બોલીવુડ ને બદલી નહીં શકીએ પણ ગુજરાતી સિનેમા ને જરૂર બદલી શકીએ છીએ. જેમકે, હેલ્લારો ને જે રીતે લોકો એ પ્રતિસાદ આપ્યો એ રીતે જો સારી ફિલ્મો પર પ્રતિસાદ મળતો જ રહેશે તો કોને ખબર કે ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં નમ્બર વણ બને. અને સારી ફિલ્મો બનતી થઇ જાય. અને જો ફિલ્મો દ્વારા ચોક્કસ આવક નો અંદાજો મળે તો પછી કદાચ નિવેશકો ફિલ્મો નીવેશ કરવા બાજુ પણ વળે. ચાલ જીવી લઈએ એ ઉત્કૃષ્ટ દાખલો છે. પહેલી ગુજરાતી ફિલ્મ કે જેણે ૫૦ કરોડનો વ્યાપાર કર્યો. અને કેમ ન કરે જો વિષય અને સંદેશો સારો ન હોય તો? અને સૌથી વધારે મહત્વનું તો છે ફિલ્મ મેકિંગ. એ ટેકનીકલ બાબત છે. જેમ મારુતિ અને મર્સીડીસ ગાડીમાં જે ફર્ક છે એજ ફર્ક ટેકનીકલ લેવલ પર ફિલ્મ મેકિંગ માં જોવા મળે છે.
એમ ફિલ્મ જગત એ ખુબ જ આવશ્યક અને પ્રગતિશીલ માધ્યમ છે. ચાલો આપણે ગુજરાતી સિનેમાને બિરદાવતા થઈએ.
મને ગમતી ગુજરાતી ફિલ્મો:
- ચાલ જીવી લઈએ
- બે યાર
- કેવી રીતે જઈશ
- લવની ભવાઈ
તમને ગમતી ફિલ્મો જણાવો
#કમલમ