આજે મિત્રની ઓફિસે બેઠો હતો ત્યાં ફરી પાછી કડવી મીઠાઈ ખાવી પડી...
શેની? ઓબ્વીયસલી છોકરીના બળજબરીથી લગ્ન બાબતે. આજે મીઠાઈ આરોગ્ય પછી વોમિટ જેવું થયું કારણકે, એ મીઠાઈની પાછળનું સત્ય જાણ્યાબાદ કડવો જ સ્વાદ આવ્યો. અચ્છા આ અમુક સમાજમાં તો કોમન છે. દીકરીની સામે દીકરી આપવાની. અને એ દીકરીનો વ્યવહાર થયા બાદ કઈ પણ ડખો થાય તો બંને સબંધ તૂટે. પછી અહિયાં મનમેળ જેવું કઈ વચ્ચે ન આવે. નિયમ એટલે નિયમ. ભાઈ ભાઈ.
એ છોકરીના લગ્ન થયે હજુ માંડ ૨ વર્ષ થયા હતા ત્યાં તેના વ્યવહારમાં તેના ભાઈ માટે આવેલી કન્યા તેની નણંદ થઇ. હવે અમુક કારણોસર એ બંને ન ફાવ્યું એટલે એ બંને સબંધ સામસામે તૂટી ગયા. બાપ રે.
ઉપરાંત એ છોકરીને ત્યાં ને ત્યાં જ તેનાથી ૧૫ વર્ષ મોટા જનધડ સાથે પરણાવાનું ગોઠવી દેવાયું. તેના પ્રથમ લગ્નેતર પાત્ર સાથે તેને એટલો મનમેળ થઇ ગયો હતો કે ના પૂછો ને વાત. એ લોકો તો રાજી જ ન હતા છુટ્ટા થવા પણ....સમાજ અને કાયદા.
આ ખરેખર અન્યાય કહેવાય. આ રીતે તો કેટલીયે જીંદગી ઓ ભૂતકાળમાં કચડાઈ ગઈ હશે.
આ સમગ્ર સૃષ્ટિમાં સૌથી મોટો જાતિવાદ જો જીવતો હોય તો એ છે સ્ત્રી-પુરુષ વચ્ચેનો.
જો તમામ ક્ષેત્રોમાં પુરુષ અને સ્ત્રીઓની વૈચારિક બાબતો અંગેની આદાનપ્રદાન પર બાબતો પર બંને જાતિના સરખી સંખ્યાના ઉમ્મેદવાર પ્રક્રિયા કરે તો જ સમાનતા ઉપલબ્ધ થઇ શકે છે. અહીં સ્ત્રીઓને ફક્ત વૈચારિક સ્વતંત્રતા આપવાની વાત નથી.
અમુક બાબતો પર પુરુષ નિર્ણાયક જરૂરી બની રહે છે. જ્યારે અમુક બાબતો પર સ્ત્રી અને પુરુષ બંનેની વૈચારિક સમાનતાની જરૂરિયાત રહે જ છે. એટલે પ્રધાનનાં હાથમાં દરેક ક્ષેત્રોના પાવર્સ હોવા એ અન્યાયિક લાગ્યા કરે છે.
કમલ
ઉપરાંત એ છોકરીને ત્યાં ને ત્યાં જ તેનાથી ૧૫ વર્ષ મોટા જનધડ સાથે પરણાવાનું ગોઠવી દેવાયું. તેના પ્રથમ લગ્નેતર પાત્ર સાથે તેને એટલો મનમેળ થઇ ગયો હતો કે ના પૂછો ને વાત. એ લોકો તો રાજી જ ન હતા છુટ્ટા થવા પણ....સમાજ અને કાયદા.
આ ખરેખર અન્યાય કહેવાય. આ રીતે તો કેટલીયે જીંદગી ઓ ભૂતકાળમાં કચડાઈ ગઈ હશે.
Edit 1