પોસ્ટ્સ

એપ્રિલ 25, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ફ્રીડમ ઓફ સ્પીચ કે પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેસન

શિશુપાલે શ્રી કૃષ્ણને જે કહ્યું એ તેની ફ્રીડમ ઓફ સ્પીચ હતી. તો પછી શ્રી કૃષ્ણએ શિશુપાલ સાથે જે કર્યું એ શ્રી કૃષ્ણની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ન કહી શકાય? અને બોલવું પણ એક પ્રકારનું એક્સપ્રેશન જ છે. જો સંવાદને લઈને કોઈ દુઃખ થતું હોય અને પણ જો એમાં સત્ય હોય તો વકતાને હક તે બોલવા એક્સપ્રેસ કરવાનો. પણ જો અર્ધસત્ય અથવા નિહાયત જુઠાણાનો મારો ચાલતો હોય અને જો લોકો એને પણ ફ્રીડમ ઓફ સ્પીચ સાથે સરખાવે તો આપણે જે કરીએ એ પણ આપણી સ્વતંત્રતામાં આવે છે. જો આપણે એક્સપ્રેસ નથી કરી શકતા તો કોઈને બોલવાનો પણ અધિકાર નથી જેઓ કોઈને ત્યાં સુધી મજબુર કરે કે તે અનર્થ કરવા પર આવી જાય. તમારા શબ્દોથી કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો શું તમે ગિલ્ટી છો? જો નહીં તો સામે વાળો પણ કેમ? જો આ વ્યર્થ જ છે તો ફ્રીડમ શું છે? યા તો ફ્રીડમ ઓફ સ્પીચ ખોટી છે અથવા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન  જ અંતિમ સત્ય છે.  #કમલમ