એક રીતે જોવા જઈએ તો દરેક વ્યક્તિ એક સ્પષ્ટ વર્ણનો હોય એ રીતે જ તેનું વર્ગીકરણ જન્મજાત થયેલું હોય છે.
વર્ણ નામનું લેબલ વ્યક્તિની મૂળભૂત આવડત અથવા કારીગરીની વિશેષતા જોઈને ચોંટાડવામાં આવે છે.
ચાર વર્ણો
- બ્રાહ્મણ
- ક્ષત્રિય
- વૈશ્ય
- શુદ્ર
એક પુરુષ આ ચારમાંથી કોઈ એક વર્ણ નો હોઈ શકે... પરંતુ એક સ્ત્રી આ ચારેય વર્ણની ઉપર છે. આ ચારેય વર્ણોની આવડત તેના પોતાનામાં ફૂટી ફૂટી ને ભરેલી હોય છે.
- તે સવારે સ્નાન કરી પોતાના ઇષ્ટ દેવની સેવા પૂજા દરમ્યાન સ્પષ્ટ બ્રાહ્મણ હોય છે.
- ઘરની સાફ સફાઈ અને તમામ બીજા કાર્યો કરી ચોથા વર્ણની ભૂમિકા અદા કરે છે.
- ઘરમાં ખૂટતી વસ્તુઓ બજારમાંથી ખરીદવા માટે નીકળે ત્યારે એક વાણિયો પણ ભૂલ ખાઈ જાય એવી આવડતથી ખરીદી કરે છે
- અને આખો દિવસ સમાજ, પોતાની ઈચ્છાઓ અને અંતર આત્મા સાથે લડાઈ લડી ને અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપી શકે એ હેતુ થી એક ક્ષત્રિય બની બધાને પરાજીત કરી જીવન જીવતી રહે છે.
શું આ રીતે સ્ત્રી આ બધાથી ઉપર નથી?
તમામ સ્ત્રી તત્વોને પ્રણામ.
- કમલ ભરખડા.