પોસ્ટ્સ

મે 22, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ.

કુદરતી પરિબળો, જીવન અને પ્રક્રિયાઓ. કુદરત ને સાથે રાખીને ચાલતું આવતું જ્ઞાન હવે આપણા નવી પેઢીના ભારતીયો માટે મિથ્યા સમાન છે. તેને રૂઢી અને જુના રીતી રિવાજોમાં સામેલ કરીને જીવનનિર્વાહની પદ્ધતિમાંથી બાકાત કરી નાખવામાં આવી રહ્યું છે. આપણે ભારતીયો દરેક કાર્યમાં કુદરતની ક્ષમતાઓને અને તેમની હાજરી ને હમેશાં સાથે રાખતા આવ્યા છીએ. આપણા કલ્ચરમાં એ પહેલેથી હતું. હવે કદાચ એ જોવા નહીં મળે. પરંતુ... જાપાનીઝ વાનગી "સોબા" એ ખુબ જ પ્રચલિત વાનગી છે. સોબા એટલે એક પ્રકારના નુડલ્સ. લગભગ આપણે ત્યાં જે લોટથી રોટલી બને છે એજ લોટના ઉપયોગથી તેઓ ફ્રેશ અને વગર કોઈ કેમિકલ નાખે, ફક્ત લોટ અને પાણીની સાથે કડક લોટ બાંધે છે. અને તેને ત્યારબાદ એક છરીથી પતલા લાંબા એમ નુડલ્સ શેપમાં કટિંગ કરી દેવામાં આવે છે. હવે જાપાનમાં સોબા નુડલ્સ બનાવનાર લોકોનું મહત્વ ખુબ વધારે હોય છે. તેઓ ને ત્યાં એ બનાવવા માટે કોમ્પીટીશન થાય છે. અને તેઓ એ કોમ્પીટીશનમાં જીતનાર ને વર્લ્ડ સોબા માસ્ટરની ઉપાધી આપે છે. એવા જ એક વર્લ્ડ સોબા માસ્ટરનો મેં એક વિડીયો જોયો...એણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ વગર નીતિ નિયમોને ધ્યાનમાં રાખી, આ સોબા બનાવી ન શકે