પોસ્ટ્સ

2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દર્દ છે કોઈ?

માન્યું કે તમે દર્દ નાં ઘણી (ડોક્ટર) છો તમારી હેસિયત છે દર્દ ને રાખી કે મારી શકો પણ હું છું જીવંતતાનો ધણી ફક્ત જીવી જ જાણીએ 😉 દર્દ હોય તોય શું અને ન હોય તોય શું અગ્નિ (દર્દ) ને કેન્દ્રમાં રાખીને સૂર્ય જીવે છે કદાચ એ અગ્નિ પતી જશે તો એના લટકણીયા વિખેરાઈ જશે પણ સૂર્ય પોતે તો સમાપ્ત જ થઇ જશે 🙂

ચા

ચા ના જ દીવાના છે અહીં બધાં દૂધ, ભૂકી અને ખાંડની તો ક્યાં કોઈને પડી જ છે. #કમલમ

Men!!!

I worked like a frog 🐸 And got nothing Then I become crocodile 🐊 And everything comes my way Then the flow of the river changed And frog started dancing I as a crocodile set away for the time being River set again and The transformed river has brought more resources I now become tortoise 🐢 And everything is around me Then men came 👥 And I become extinct #Kamalam

અમે બન્ને

અમે બન્ને રીસાણા હતા એક બીજા સાથે ક્યારેય ન બોલવાનાં સમ પણ ખાધા તા  એ મારી બાજુની ઓફિસમાં અજાણ્યાં જ કામે લાગી તી  એક દિવસ સવારમાં 8 વાગ્યે અમે એક બીજાને ભાળ્યાં  નજરો ટકરાણી ને હૈયાંનો આઘાત ખમાણો નઈ  અડધી સેકેંડનાં જ એ આઘાતે વ્યસન ઉપજાવી દીધું  દરરોજ સાડાસાત વાગ્યે હાજર થઇ જતો અને એની રાહ જોતો આવે એટલે અજાણ્યાં જ ભટકાણા છીએ એવો ડોળ કરતો  આંખો ને રસ મળતો અને હૃદયને કમ્પન્ન  અમે હજુયે રીસાણા જ છીએ  પણ આંખોથી, અદાથી અને હોઠથી એક બીજા સાથે વાતો કરીએ છીએ.  અમે બન્ને… #કમલમ

શામળા....

શેનું શું થયું શામળા જણાવ, છીએ અમે પાંગળા ઘડીયાળનાં વળ ને જોઈ અમે ભાગતાં શાંત બેસાડ વાલીડા થયાં અમે થાકતાં જો તારું નામ જ ચાલે છે જગતમાં તો શીખવાડ નામ લેતાં તો થઈએ અમે બેસતાં અરજી તારે ત્યાંય લાગે છે જાણ્યું ભીડ દેખાતાં કલમ તો અમે લાવશું પણ કાગળ તો દે શામળા થાક લાગતાં જ માણસો બદલી નાખે છે વિધાતાં ભોળા હૃદય ની સાથે મીંઢું મગજ ક્યાં દીધું શામળા #Kamalam

છબછબીયા

જીવતર નામના ખાબોચિયામાં ઘણાં છબછબીયા કર્યા ક્યારેક છાંટ મારી પર ઉડી તો ક્યારેક બીજા કોઈ પર પણ કુદકા એટલા માસુમ હતા કે દરેક ભીના જ થયા ગંદા નહીં 🙂 #કમલમ

પરમાનંદ અને પ્રેમ

"પરમાનંદ" ને સીધે-સીધો "પ્રેમ" સાથે જોડવામાં આવ્યો છે. પ્રેમ જેવી અતયન્ત નાજુક છતાંય અતૂટ લાગણી, પછી કોઈ ઈશ્વર માટે હોય કે પ્રાણી (માણસ આવી ગયા) માટે એ અનુભવવા વાળા વ્યક્તિને રિટાયર્ડ કરી નાખે છે. એને બસ બધું જ મળી ગયું! પરમાનંદથી વિશેષ હોય પણ શું? એટલે જ આ મિકેનિકલ દુનિયામાં સાચ્ચા પ્રેમી કે ભક્તને નક્કામાં કહેવામાં આવે છે. અને એ ડર જ પ્રેમને મેકેનિકલ બનાવી દે છે અને એટલે જ આ દુનિયા મેકેનિકલ બની રહે છે. #Kamalam

महात्यागी कौन है?

शंकराचार्यजी ने कहा था कि हम कहाँ महात्यागी है! महात्यागी तो वह अज्ञानी है जो "महान" को त्यागकर बैठा है छोटी-छोटी चीज़ो में! 🙌🙏

Be Aware!

आप अन्धो के बग़ीचे में आँखे बो ने बैठे है  अगर पौधा छोटा हुआ तो कूचल दिया जाएगा  #Kamalam

અંતઃ નો કૂવો

છબી
અંતઃ નાં કુવામાં પડવાનું જોખમ લીધું થોડેક નીચે ગયો તો નદી મળી નદી ને પ્રણામ કરવા થોડો હજી ઝૂક્યો તો સમુદ્રનો ઘુઘવાટ સંભળાયો આંખ બંધ કરી ઘૂઘવાટની દિશામાં ચાલ્યો તો સમુદ્ર ભાળ્યો સમુદ્રનાં કિનારેથી આહલાદક ક્ષિતિજ જોયું ક્ષિતિજ ને પામવાનું નક્કી કર્યું અને તરવાનું શરુ કર્યું સમુદ્રની વચ્ચોવચ જ આકાશ પૂર્ણ થયું હું ક્ષિતિજની ધાર પર હતો ઈશ્વરે હાથ પકડી પેલી બાજુ ખેંચી લીધો અને આનંદના પડતરમાં હજી પડ્યે જ જાઉં છું #કમલમ

Conversation between Sir Viv & Virat Kohli

Virat: What was your mindset before walking down to a pitch without helmet and expecting bouncers? Sir Viv: Well, I believe that, I am the man! It shows arrogance but I was involved in a game that I knew. I backed my self everytime. I back my self from getting hurt. I think that's all you can do. Wonderful... કોઈપણ ફિલ્ડનાં બે મહાન વ્યક્તિઓ બેસીને વાત કરે અને પોતપોતાનાં અનુભવ શેયર કરે ત્યારે એનાથી વધારે જ્ઞાનનો ભંડારો બીજે ક્યાંય ન ચાલે. એ જ રીતે વિરાટ કોહલી અને સર વિવયન રિચાર્ડ ને વાતો કરતાં સાંભળવા એ મારા જેવાં ક્રિકેટ રસિક વ્યક્તિ માટે એક મજાની વાત છે. કોહલી એ એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો અને વિવ એ પણ એનો એટલો જ સરળ અને પ્રામાણિકતા સાથે જવાબ આપ્યો.  વાતનું નિષ્કર્ષ એ છે કે, તમે ગમ્મે તે હશો, પરંતુ તમારાં સ્થાનમાં તમે બેસ્ટ જ છો અને બેસ્ટ છો એવાં અભિગમ સાથે જ તમારે લડવાનું છે. તકલીફ તો આવે...પરંતુ લડનારા ક્યારેય નબળો નથી હોતો... #કમલમ

સહજ

સહજતા એક જ એવો ગુણ છે જે તમામ માનસિકતાથી ઉપર છે. કારણકે, તેમાં સ્વીકારભાવ છે.  શ્રી કૃષ્ણ સહજ હતાં પરંતુ અસહજ લોકો તેમને નટખટ કહે છે. તેનું કારણ એ છે કે, જીવનની સહજ પ્રકૃતિ અસહજ લોકોનાં સમજની બહારની વાત છે. એટલે જ સહજ વ્યક્તિ બ્રહ્મ બને છે અને બ્રહ્મ જ્યારે શારીરિક હોય ત્યારે એ કૃષ્ણ બને છે અથવા ક્રિષ્ના. સહજતા એટલે શૂન્ય મસ્તિષ્કતા... #Kamalam

ગાયિકી, સુર, રાગ, અને હરકત...

ગાયિકી કેટલી અઘરી હોય છે એ ગાયા પછી સાંભળીએ ત્યારે સમજાય! ગાયિકી તેનાં સૂરો અને રાગમાં તો છે જ પણ તેનો "પ્રભાવ", ગાયક કલાકાર દ્વારા ઉમેરાયેલ "હરકત" પર હોય છે. એટલે જ કદાચ કલાકાર એક જ વાર જન્મે છે. અને એ યુનિક હોય છે. સુર અને રાગ એ પ્રેક્ટિસનો વિષય છે. જયારે હરકત એ તમારી ઓળખાણ છે. તમારી છાપ છે. તમારી સિગ્નેચર છે. એ ગોતો અને ઉમેરો... #કમલમ

The Formula of Life after knowing ultimate truth!

I have tried to give mathematical form to the ultimate truth. and what I found was, I certainly didn't get the exact formula but, the formula must contain many variables and constants. when you realized the ultimate truth nothing will change...except one thing... in the formula of ultimate truth for a human, the most important the variable is "TIME" TIME is such a variable that creates up's and down's in person now, after realizing the ultimate truth of life...the TIME variable become CONSTANT or NON_ARBITARY value TIME literally gets independent and that must be the key to gets evolve after knowing the truth... you are still doing all the human activities...but your time is not hurting you anymore because your time is not hurting you anymore, you are now 0 corrupt, 0 greedy, 0 complex you don't want to complete anything within a timeframe whatever you are doing is just giving food of every other organ and elements which are unknowingly dependent on you #kamal

ડિપ્રેશન

કોઈપણ ઘટના જયારે તમારી સાથે પ્રથમ વખત ઘટે અને એ જો તમને અસ્તવ્યસ્ત કરી નાખે તો નક્કી તમે મુશ્કેલીમાં મુકાયા એવું કહી શકાય. જે ખરેખર નોર્મલ છે કોઈપણ વ્યક્તિ માટે. કોઈપણ ઘટના કુદરતી રીતે એક જ વખત તમને હેરાન કરે છે. બીજી વખત તમારું મગજ જાણતું હોય છે કે આ ઘટના શેના લીધે ઉદ્યભવી! હવે વ્યક્તિ લાલચ વશ કે જરૂરિયાત વશ જો કૃત્રિમ રીતે એ જ ઘટના ફરીથી ઉભી કરવા તરફ વળે ત્યારે ઘટના બને અને તેના પરિણામો નજર સામે આવે એ પહેલાની દરેક ક્ષણો ડિપ્રેશન કહી શકાય છે. મૂળમાં, ડિપ્રેશન એ આપણી પેદાશ છે, એ આપણા મગજની ઉપજ નથી કે નથી કુદરત દ્વારા અપાયેલી. #Kamalam

ભારતીય, અંગ્રેજીભાષા અને ક્રેઝ

એ દરેક વ્યક્તિને અંગ્રેજી ભાષા સાથે પ્રોબ્લેમ છે જેઓ ભારતીય ભાષા તરફ આકર્ષણ વધારે છે. અંગ્રેજી ભાષા તરફ વધતો આ ક્રેઝ જોઈને અંગ્રેજી ભાષા ને ઉતારી પાડી અને પોતાની ભાષા તરફ આગળ વધવાનું જ લખી જાય છે. પણ વ્યવસ્થા? તમે મને કહી શકો ભાષા અંગ્રેજી કોની દેન છે? આપણે બધા કહીશું કે, અંગ્રેજો ની... સેજ પણ નહીં. અંગ્રેજી ભાષા દેન છે સયુંકત રાષ્ટ્ર અમેરિકાની (USA) આપણે આપણી ભાષામાં એક પણ એવું કાર્ય કર્યું જેને લઈને દુનિયાનાં કોઈપણ છેડાનાં વ્યક્તિની આપણા કાર્યમાં રસ પડે અને તેને આગળ વધારવા માટે તેને આપણી ભાષા શીખવી પડે? અમેરિકાએ એવાં કાર્યો ઢગલા મોઢે કર્યાં છે. આ દુનિયામાં સૌથી વધારે નોબેલ પુરુસ્કાર અમેરિકન સીટીઝનો છે. આ દુનિયામાં સૌથી સારા પુસ્તકો અંગ્રજીમાં લખાયા છે જેના લેખકો અમેરિકામાં રહે છે. આ દુનિયામાં સૌથી વધારે સારી ફિલ્મો માં અંગ્રેજીમાં બનેલી ફિલ્મો સૌથી વધારે છે કારણકે હોલીવુડ (અમેરિકા). આધુનિક કમ્પ્યુટર્સ અને મશીનરી પણ અમેરિકાથી લોકો સુધી પહોંચી છે. એવું તો ઘણું બધું છે કે જે અહીં લખવા જાઉં તો આ પોસ્ટ ટૂંકી પડશે પણ કહેવાનો અર્થ એટલો જ કે, આપણે આગળ વધવા માટે કે મનોરંજન માટે કે, શંશોધન કરવ

The bitter truth of modern education

In my whole engineering studies, physics/mathematical calculations were major portion to deal with. And I have been came across to one most common phrase which is " As we know that, the formula of this is that..." Lol... for a student who doesn't know the derivation of the formulas from the respective concepts, it is same like religion for them. In religion, it also starts with similar kind of phrases, "as we know that..."  I spend my time to derive the formulas to understand the concept and thus I was slower than other students.. thus in competitive world, I'm a failure.  That's bitter truth!! Give a real strength to your children to ask questions! That's the ultimate truth of existence.  #kamalam

પરિસ્થિતિ, રમૂજ વાતો, અને કરુણ સત્ય

પરિસ્થિતિમાંથી ઉભરતી રમૂજ વાતો જ કદાચ જીવનને એક નવી દિશા આપે છે અને સમય ને સહન કરવાની શક્તિ આપે છે. એવી જ રીતે એક મસેજ વાંચ્યો કે, આ વખતે કોઈના લગ્નનાં જમણવારમાં કેરીનો રસ તો ઠીક પણ 10માં 12માં નાં પેંડા પણ નહીં મળે. ખરી વાત છે. પણ એક ખુબ જ કરુણ સત્ય એ છે જે આપણે નકારી દઈએ છીએ. જે કદાચ આ લોકોડાઉનને લીધે સામે નહીં આવે. તેનો પરિસ્થિતિ ને આભાર. ન જાણે, દર વર્ષે 10માં અને 12માં નાં રિઝલ્ટ પછી કેટલાય બાળકો ન કરવાનું કરી બેસે છે. પણ ચાલો આ વર્ષે એ સંવેદનશીલ બાળકોને આ કપરી પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડ્યું હોય. આભાર જે તે પરિસ્થિતિનો. જે અમુકનો ભોગ લઇ ગયું તો અમુકને બચાવી પણ ગયું. બચાવ્યાનો અને માફ કર્યાનો ગુણ સૌથી મોટો! કાળીયા ઠાકરની જય! #કમલમ

ધાર્મિક ટીકા ટિપ્પણીઓ અને અભિપ્રાય

આ જગતમાં અત્યાર સુધી જેટલી પણ સંસ્થાઓ કે પછી ધર્મો શરૂ થયા છે તેનો મૂળ પાયો જે તે સમય અને પરિસ્થિતિને અનુકૂળ હતો. સમય બદલાતા દરેક વ્યવસ્થાઓએ સમાધાન પણ આદર્યા છે જે નથી કરી શક્યા તેઓ પાછળ છૂટી ગયા છે.  કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનાં સમાન અભિપ્રાયને લીધે આજ સુધી એક પણ એવી વ્યવસ્થા ભાંગી પડી નથી.  એટલે અભિપ્રાય લેવામાં કે આપવામાં કોઈને હાનિ ન થવી જોઈએ. જેને કોઈના અભિપ્રાયને લઈને તકલીફ થાય છે ત્યારે તેમણે પોતાની વૈચારિક ક્ષમતા ને વધારી અભિપ્રાય આપતાં વ્યક્તિની માનસિક/અનુભવિક પરિસ્થિતિ સમજી સમાધાન કરી લેવું જોઈએ.  કારણકે અભિપ્રાય આપનાર વ્યક્તિ જો રિસર્ચ કરીને અભિપ્રાય આપતો હોય તો એ યોગ્ય છે બાકી કોઈને ફરક નથી પડતો.  રહી વાત આપણાં ધર્મની.. તો સ્વાભાવિક છે ટીકા ટિપ્પણી તકલીફ આપે પણ આપણે આપણો ધર્મ બતાવવાનો સમય ત્યારે જ શરૂ થાય છે.  સત્ય મેવ જયતે..  સત્ય નો જ વિજય થાય છે. જો આપણી વ્યવસ્થા કે ધર્મ સાચો છે અને સત્ય છે તો ચિંતા શેની?  😊 #કમલમ

Explore new things so you can have different ways to resolve issues!

હું જ્યારે સેકેન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પ્યુટર્સ અમારા માટે એક જાદુઈ વસ્તુ હતી. હું વાત કરું છું વર્ષ 2001ની આસપાસ. હું ત્યારે ધોરણ સાત માં અભ્યાસ કરતો હતો. મેં તરત જ કમ્પ્યુટરનાં ટીચર સાથે મિત્રતા કરી લીધી અને તેમણે મને તેમનો આસિસ્ટન્ટ બનાવી લીધો. એ સમયમાં જ ટીચરે મને માઈક્રોસોફ્ટ એક્સલ એપ્લિકેશન બતાવ્યું. અને એમણે મને જયારે સમ ફન્કશન (Sum Function) અને ઇફ ફંક્શન (If Function) કઈ રીતે કામ કરે  શીખવાડ્યું. એ રાત્રે તો મને નીંદર જ ન આવી. મારુ મગજ ત્યારે જ દોડવા લાગી ગયું હતું. પછી મેં વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને મેં મારુ પ્રથમ નાનું એપ્લિકેશન બનાવ્યું. એ હતું વિદ્યાર્થીઓનાં માર્ક્સને ગણી ને તેના પર્સેન્ટેજ કાઢી આપતી શીટ. એ સમયે મારા માટે તો એ બહુ જ મોટી વાત હતી. એ માર્કશીટ એપ બનાવવા માટે મેં એક જ (single) એક્સલ શીટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેં  ટીચર ને એ શીટ બતાવી અને તેઓ ખુશ થઇ ગયા પણ એક જ શીટ ની અંદર બધું હતું એટલે અસ્તવ્યસ્ત લાગતું હતું એટલે ટીચરે મને તરત જ કહ્યું કે, "તે આ બધું એક જ શીટ માં કેમ બનાવ્યું છે?"  એ પછી ટીચરે બીજી શીટ ઇન્સર્ટ કરી અને મારી દુનિય

6 Stage to Launch new Product

કોઈપણ નવાં પ્રોડક્ટ કે સર્વિસસ ને આપણાં મગજમાં આવેલાં આઈડ્યાથી લઇ તેના વેચાણ સુધીની પ્રક્રિયાઓને આ છ સ્ટેજમાં વહેંચી શકાય છે.   1. Conceptualization  (Need Designers & Subject Matter Experts & Researchers) 2. Materialization  (Need Developers & Tools) 3. Testing  (Need Quality Analyst & Testing Experts & Tools) 4. Communication  (Marketing + Sales) 5. Delivery  (Logistic or Digital Platform & Security) 6. After Sales Service  (Bunch of People with Customer Care Facility) 1. Conceptualization એટલે મૂળ મગજમાં અથવા કાગળ પર ઉતારેલી પ્રોડક્ટ કે સર્વિસની તમામ માહિતી. કાગળ પર ઉતારેલી માહિતી એટલી પ્રબળ હોવી જોઈએ કે તેને ઉભી કરવામાં સહેજ પણ સંકોચ ન થાય. 2. Materialization એટલે કે, કાગળ પર ચીતરેલા આઈડ્યાઝનું ડેવલોપમેન્ટ અથવા આત્મા ને શરીર આપવાનું કાર્ય. 3. Testing આ સ્ટેજ પર તમારો આઈડ્યા હવે ફક્ત પેપર પર જ નથી પણ તે ભૌતિક રીતે તમારી સાથે ઉપલબ્ધ છે. હવે સમય છે તેને ટેસ્ટ કરવાનો. એના પર એ તમામ પ્રકારનું ટેસ્ટિંગ થવું જરૂરી છે અને ત્યાં સુધી થવું જરૂરી છે જ્યાં સુધી એ ખર

ભેગું લઈને ગ્યો

"ભેગું લઈને ગયો...." સર્વોચ્ય ઉપાધી... એક કલાકાર જ્યારે આપવાય બેસે પણ એનાં જીવને કોઈ નો પકડી હકે ત્યારે ઇ બોલાતું... "બાપડો ભેગું લઈને ગ્યો.."  વાહ, કહેવત છે ને કે કોણ લઈને ગયું છે...  બાપ, આ કલાકાર લઈને જાય છે. એ આપતો તો હોય જ પણ ઉપડનારાની ભીડ જામતી નથી અને ઇ છેલ્લે હાયરે લઈ ને નીકળી જાય.... 🙏 #મોરારીબાપુ

Effect before a cause?

છબી
  Source universal consciousness isn't just a hollow concept. The effect which occurred before its causes are nothing but the scientific concept of god. The one who is a producer of the first vibration. or a vibration itself.

मने खारो- खारो यमुना जी को पानी लागे

શ્રી કુષ્ણ અને શ્રી રાધાજી નાં અતિપવિત્ર અને જાજરમાન સ્નેહ સબંધ પર આલેખાયેલી એક રચના "મીથે રસ સે ભરોરી રાધા રાણી લાગે,મને ખારો ખારો યમુનાજી નો પાણી લાગે". मीठे रस से भरोरी राधा रानी लागे मने खारो- खारो यमुना जी को पानी लागे हाँ, वोही कान्हा, जिसने राधा रानी के स्नेह के सामने माँ यमुना के नीर को खारा कहें डाला, हां वोही कान्हा हाँ, वोही कान्हा, जो बारिश होने पर गीली हुई मिट्टी को यमुना में जाने से रोकने वाला, ताकि यमुना सहज ही गन्दी न हो जाए, हाँ, वोही कान्हा... हाँ, वोही कान्हा, जो माँ यशोदा के डाटने पर निकली हुई अश्रुधारा को छुपाने के लिए यमुना में डुबकी लगा लेता था, ताकि माँ यशोदा के बुलाने पर कान्हा के आंसू न देख पाए, हाँ, वोही कान्हा... हाँ, वोही कान्हा, जो चोरी किए हुए माखनको खानें और अपने साथियों को खिलवाने के बाद यमुना जी का पान करता था, ताकि बिना बतलाए लिए माखन के कारण मन और पेंट में उठी हुई अग्नि उर्जा को शांत कर पाए, हाँ, वोही कान्हा.... हाँ, वोही कान्हा, जो बड़े भाई बलराम से कुश्ती करने से पहले यमुना में स्नान करने का नियम रखने वाला, ताकि यमुना के पानी से बड़े भैया क

The Truth

But we have a power to evolve Just like how the first cell on earth doesn't have eyes (e.g.) and now almost all possess it... It is because of a unconscious need for something.  That's the beauty of our.  Knowing infinite silence is BrahmaGyan Realizing the Infinite Silence is nark. Hell.  Accepting the silence and then challenge the limits is Swarg.  🙏

The purest innocence to Atman

છબી
The purest Innocent means, the one who is unaware of the pida and yatna, or sukh or dukh happening within the experience. The one who is able to distinguish the difference between good, bad, ugly and worst, would never be considered innocent. The only medication is, to evolve ourselves at such a state that, nothing mentioned could affect even after knowing.  I realized, spending time working on eternal issues is the greatest of the greatest as long as this Chitta/Consciousness is within the body. The human first crosses the gate of innocence by knowing the ultimate truth. the one never becomes or remains as innocent at all.  Then the next stage has two gates. One gate is of hate and another gate is of love . The one who chooses the gate of hate would be to keep experiencing yatnas and internal burn rest of their life. Instead, the one chooses the door of love, the one actually chooses to fall for the best thing in the world...which has the power of vanishing the actual record of pida

बीज आखिर अंकुरित होता क्यों है?

एक बीज, जो अंकुरित होने के ठीक पहले, न मिलने वाली शुद्ध हवा, सूर्यप्रकाश और अन्य सामग्रीओ को बीज अपने में मौजूद जीवित रासायनिक प्रक्रियाओ को जीवित रखने के लिए वह अपने अंग को फैलता है जिसे हम अंकुरित होना कहते है | इसीलिए अगर किसी भी बात का दुःख है या तो तकलीफ है तो जमीन में पड़े वह बीज की तरह अपने आप को फूलने फैलने की आजादी दे | सही मायनो में दुःख और दर्द ही अहम् कड़ी होती है हमारी खुदकी उत्क्रांति के लिए | रोइए मत और प्रकृति के द्वारा दिए गए अवसर का उपयोग करे | मान लीजिए अगर बीज में अंकुरित होने की हैसियत ही न होती तो वह वही जहा गिरा वह पर सड़ जाता | #kamalm

થોડું-થોડું બધું લઈ ને, જોઈ તો જુઓ...

જીવન સરળ હોય છે પરંતુ એને અઘરું બનાવવાનું કામ આપણે જ કરીએ છીએ. ક્યારેય ક્યારેક તો એક વસ્તુની પાછળ જ પડી જઈએ છીએ. અરે ભલાં માણસ... થોડા હર્ષદ મેહતા જેવાં બની ને રહો તો થોડા ગાંધીજી જેવાં થોડા મોરારી બાપુ જેવાં તો થોડા નરેન્દ્ર મોદી જેવાં થોડા નરેશ કનોડિયા જેવાં તો થોડાં મરીઝ જેવાં થોડા શાહબુદ્ધિન સાહેબ જેવાં તો થોડા રાહુલ ગાંધી જેવાં થોડા રણછોડ જેવાં તો થોડા શિવાજી જેવાં થોડા મારા જેવાં તો થોડાં તમારા જેવાં જો આખું કોઈ લઈને નથી ગયું તો થોડું-થોડું બધું લઈ ને, જોઈ તો જુઓ... #કમલમ

તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે

બકો: ચકેશ્વર મહારાજ ની જય હો... ચકેશ્વર: બોલ બેટા... બકો: બાપુ હવે તો પાક્કું સન્યાસ લેવાં જ આવ્યો છું. સંસાર છોડી ને... ચકેશ્વર: વાહ બેટા. બૌ સરસ. ચા પીસો? બકો: હા બાપુ...ચોક્કસ. ચકેશ્વર: તો બેટા તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે. મોજ કર ને વ્હાલા.  પૂર્ણવિરામ  #કમલમ

કાળીયો ઠાકર કરે ઈ હાચું!

આપણે ત્યાં એક કહેવત છે કે, "કાળીયો ઠાકર કરે ઈ હાચું". પણ કાળીયો ઠાકર કોણ? ઈ કાળિયો એટલે આ સમસ્ત બ્રહ્માંડનો નાથ. કાળનો પણ કાળ અને જીવ નો પણ જીવ. પણ છે ક્યાં? મારી અંદર. અને તમારો તમારી અંદર. દરેક જીવ આ બ્રહ્માંડમાં એ બ્રહ્મની એક પ્રતિમા બનીને અવતરે છે. દરેક પ્રતિમાની પોતાની અવધિ, શકલ અને સિરત. એ પ્રતિમાનાં એટલકે મારા તમારા હાથમાં જ નથી કે, એ ત્રણેયની બહારનું કઈંક વિચારી પણ શકીએ. તમારો બ્રહ્મ કહો કે સ્વભાવ, ઈ તમારા કાળીયાને ખબર જ હતી કે, મારી આ દીકરી/દીકરો સહન કરી શકશે કે કેટલું નહીં તથાં ક્યાં કરી શકશે અને ક્યાં નહીં. આ બધા તાળા-માળા ગુંથાયા પછી અંતરથી જે નિર્ણય લીધો એ જ હરિ ઈચ્છા. કદાચ અંતરના વિરિદ્ધ જઈ ઊભાં રહેવામાં જમીન ગોઠણે આવી જાય છે. એટલે અત્યારે કદાચ તમે ખુશ હશે તો એ કાળીયાની જ ઈચ્છા. અને એણે આખું માળખું બનાવી રાખ્યું હશે. બસ ચાલે રાખો. #કમલમ

હસ્તમેળાપ

આ કેટલાં લાગણીસભર અને સંવેદનશીલ શબ્દો છે. એક યુવક માટે લગ્ન કદાચ એક જીવનનું કાર્ય હોઈ શકે પણ યુવતી કે સ્ત્રી માટે તો એ ક્ષણો એના માટે બધું જ હોય છે. એ તેના જીવનનું તમામ સોંપી દેવાના કરાર કરવા બેઠી હોય છે અને હસ્તમેળાપ વેળા એ દીકરી સ્પર્શ કરતા વિશ્વાસ વધુ શોધતી હોય છે. નસોમાં વહેતુ લોહી ઠંડુ પડી ગયું હોય છે. હવેથી જીવનના દરેક ક્ષણો પરાવલંબી બનાવ જઈ રહ્યા છે ત્યારે એક હસ્તમેળાપ જ એ સ્પર્શ હોય છે જે લોહીને ફરીથી ગરમ કરે છે. એ ક્ષણે કદાચ મધ્યમાં ભભૂકી રહેલા અગ્નિદેવની પણ તાકાત નથી કે પરણવા બેસેલી એ નવવધૂ નાં લોહીને ઉષ્મા આપે. પણ એ સ્પર્શ જો ખરેખર વાસના, પ્રીત, સ્નેહ, અને લાગણીઓથી પણ ઉપર જો વિશ્વાસનો હોય તો, એ સ્ત્રી આજીવન એ બીજા હાથની વફાદાર અને શક્તિ બની જાય છે.  #કમલમ 

શ્રધ્ધાંજલી, મિત્રની માતાશ્રી ને

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઈ, આંગળી જળ માંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. આ બે વાક્યો આપણા જીવનનું સત્ય છે. ઈશ્વર દરેકનાં જીવનની ભરપાઈ કોઈનાકોઈ રૂપે કરી જ દે છે. પણ માં? માં નાં ખાલીપા ને કઈ રીતે ભરીયે? માં ફક્ત માણસ જ નથી અને જો હોત તો ભરપાઈ જરૂર થતી હોત. પણ, માં ની ભરપાઈ નથી જ થતી કારણકે, માં, એ સંવેદના, કરુણા અને લાગણીઓનું અનેરું સંગમ છે. જ્યાં જ્યાં કરુણા, પ્રેમ અને સંવેદનાઓ છે ત્યાં માં હાજર છે અને તેની અનુભૂતિ જરૂર કરાવી જશે. એટલે મારા મિત્ર, તું નિરાશ નહીં થા. તમારા માતૃશ્રી તમારા દરેક કાર્યોમાં જીવંત છે. તારા દુઃખમાં સુખમાં દરેક પળપળમાં એ તારી સાથે તમારી અનુભૂતિ સાથે જીવંત છે અને રહેશે. જે આ દેહ છોડી ને વ્રજમાં ગયું છે એ ફક્ત વ્યક્તિ છે. માં તો ઈશ્વરની જેમ નિરાકાર અને ચિરંજીવી છે અને તારા જીવનના દરેક અયામોમાં એ આશીર્વાદરૂપી જીવંત છે અને રહેશે. #કમલમ