પોસ્ટ્સ

ફેબ્રુઆરી 15, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પુલવામાં થયેલ હિંસા સામેનો વિચાર

જયારે માંગ એ, વિચાર અને દ્રષ્ટિ વગરની હોય ત્યારે કાશ્મીર જેવા હાલ થાય છે. ન તો એ લોકો ક્યારેય પોતાનાનાં થઇ શકશે ન ક્યારેય બીજાના. ફક્ત કાશ્મીર જ શુ કામ દુનિયામાં દરેક માણસ, સોસાયટી, ગામ, જીલ્લો, રાષ્ટ્ર, દેશ એમ બધાને જ આઝદ થવું છે. કોઈને બંધાઈને નથી રહેવું? તો પણ કેમ બધા સાથે છે અને એક યુનિયનમાં જોડાયેલા છે? અણસમજ જયારે મોટી થાય ત્યારે તે મુર્ખામી બને અને એ બેજવાબદાર કાર્યો કરાવે એ મારો જાત અનુભવ છે. અને એ અણસમજ જેમ જેમ મોટી કક્ષા એ હોય એમ જ નુકશાન મોટું. કદાચ શહીદ થયેલા ભાઈઓનું એ જ થવાનું હશે પણ કોઈ તકલીફ ત્યારે થાય જયારે કોઈની મૂર્ખામીમાં નુકશાન જેનો વાંક જ ન હોય એનું થાય. હું વિરોધ કરું છું કાશ્મીરની આઝાદી બાબતે. કારણકે એમની પાસે નથી કોઈ એજન્ડા કે નથી કોઈ પ્રકૃતિ કે જેના ભરોસે એમણે આઝાદી સોંપી શકાય. ઘરમાં જાનવર પાળેલું હોય અને એ જો ગાંડું થાયને તો આવતા જનાર દરેક લોકો બે જ સલાહ આપે.. ૧. યાતો એને એની સીસ્ટમ ભેગું કરો. 2. એને બહાર ન નીકળવા દો. એ આવતા જતા દરેકને બટકું ભરશે અને એ પણ વગર વાંકે. - કમલ.