પોસ્ટ્સ

જાન્યુઆરી 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કૈંક લખવું છે એટલે આ પોસ્ટ લખી

ઘણાં ટાઈમ પછી એક આર્ટીકલ લખું છું. આજે દિવસ પણ સારો છે અને વિચારો પ્રેરિત કરનારો પણ. પ્રયત્ન કરીશ કે ૧૦૦% ઈમાનદારીથી લખું.  બે વર્ષ પહેલા હું સતત ૮ વર્ષ સુધી પાક્કો અમદાવાદી હતો. અમદાવાદ હું ભણવા ગયો હતો કે ગણવા એ હજી સુધી ખબર નથી પડી. પણ અમદાવાદમાં ભણેલાઓ કાઈ ઉકાળી નથી શકતા એ વાત નક્કી છે. એને ૩૦ થી ૪૦ વર્ષ જુની પેઢીનાં વિચારો ધરાવતી કમ્પનીના હવાલે જ થવું પડે છે. અમદાવાદ બહારથી ખુબ જ દેખાવડું છે પણ અંદરથી એ ઉતરાયણ વર્ષના દરેક દિવસે રમે છે. ખેચવી કે કાપી નાખવું એ અમદાવાદમાં સામાન્ય છે એટલે જ ઉતરાયણ કદાચ વધારે પ્રિય છે.  આજે મારી બેનનો પણ જન્મદિવસ છે પણ જ્યાં સુધી હું અમદાવાદનો હતો ત્યાં સુધી મને નથી યાદ કે હું ક્યારેય મુંબઈ બેનની સાથે એના જન્મદિવસ પર આવ્યો હોવ. આજે હું મુંબઈમાં છું અને એના લગ્ન થઇ ગયા છે તો પણ એના જન્મદિવસે હું એની સાથે નથી.  પ્રકૃતિ એના પ્લાન બનાવતું જ હશે અને કદાચ એના પર વળગી રહેતું હશે એટલે જ એ સર્વોપરી છે. આપણે પ્લાન બનાવીને ફાફડા આરોગ્ય બાદ તેના કાગળની જેમ તેને કચરામાં ફેંકી દઈએ છીએ. હા, મને ખબર છે આ બધા માટે નથી હોતું પણ જેના માટે હોય છે એ દરેક આ મારો આર્ટીકલ વાં