વિચારોના "ઉમળખાં" જ્વાળામુખી જેવા હોય છે. એવા વિચારો કે જે, શરૂઆત સ્ફોટક કરે પરંતુ શાંત થતાં વાર નથી લાગતી.
"મહ્ત્વકાંક્ષાઓ" ગરમ પાણીના જળા જેવા હોય છે. જે નિરંતર એક નાના એવા બખોલમાંથી નીકળ્યાં જ કરે છે. હા, તેને માણી શકો પરંતુ તેને ઉપયોગમાં ન લઈ શકો.
જ્યારે "જરૂરિયાત" સૂર્ય જેવી હોય છે. જે રોજ સવારે જન્મ લે અને અસ્ત થતાં શમી જાય! અને એ ચાલ્યાં જ કરે.
- કમલ ભરખડા