પોસ્ટ્સ

એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Modern Science Vs Primitive Science

Only people who can blame modern science and engineering who is still living in primitive ages. The insecurity of fall as underdeveloped making people blaming progressive things. which is very common for any timeline. Even during the time of Issac newton, many scientists like Bruno and their peers have been persecuted due to their forward and modern perspective of the general issues. But people who have sympathy for primitive knowledge and even don't using it in their routine which is making them pseudo-protester. Yes, protester should behave like Gandhiji, who had liberated everything to catch Swarajya. But people don't have enough courage to follow even their own calls. I believe in modern science and primitive science both but there's no bridge between them as of now and once we have it we can relate. #kamalam

અલ્પસંખ્યકો અને ભારતની વહીવટી ખામીઓ

થોડા સમય પહેલાની વાત છે. અમે ગુજરાતીયત ગ્રુપનાં ભીતરીયાઓ ચેટ કરી રહ્યા હતા. અને મિત્રએ એની જવાબદારી અંતર્ગત સભ્યતા સાથે દરેકને ટકોર કરી કે, આપણે ગુજરાતીયત ગ્રુપને અમુક પ્રકારની સામજિક પ્રકારની પ્રવૃત્તિઓથી અલગ રાખવું છે એટલે બની શકે તો તમે એ જ મેમ્બર્સને આમંત્રિત કરો કે જેઓ ગ્રુપની આમના જાળવી શકે અને ફળદ્રુપ ફાળો આપી શકે. ત્યાર પછી મેં ફક્ત એટલું પૂછ્યું કે આપણે આ રીતે નક્કી ન કરી શકીએ કારણકે ક્યારેક તો વિરોધી તત્વો ને પણ નમન કરવાનું મન થાય એવી વાતો કહી જાય છે. એટલે આપણે એક ગાઈડલાઈન્સ કે ગ્રુપમાં સામેલ કરવામાં આવતા સભ્યો માટે એક રૂપરેખા બનાવવી જોઈએ. ત્યારબાદ દરેક સભ્યો એ સહમતી બતાવી અને અમે એ વિષય પર ખાસ્સું સારી રીતે કામ કરી પણ રહ્યા છીએ અને તેનો પ્રભાવ તમે બધા જુઓ જ છો.  આ બાબતે હું વધારે વિચારતો ત્યારે થયો જયારે અમારા વડીલ મિત્ર એ એક વિડીયો મેસેજ કર્યો. ( એ વિડીયો તમે કમેન્ટમાં જોઈ શકશો) તો વાત એ હતી કે, આપણા દેશમાં માઈનોરીટી માટે કોઈ રૂપરેખા છે જ નહીં. ભારતમાં અમુક પ્રદેશો કે જ્યાં હિંદુઓ ફક્ત ૧ થી 5 ટકા સુધી છે તેઓ ત્યાં મેજોરિટીમાં આવે છે અને જેઓ તે પ્રદેશમાં અન્ય ધર્મના ૯૫ થી લઈ

ફ્રીડમ ઓફ સ્પીચ કે પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેસન

શિશુપાલે શ્રી કૃષ્ણને જે કહ્યું એ તેની ફ્રીડમ ઓફ સ્પીચ હતી. તો પછી શ્રી કૃષ્ણએ શિશુપાલ સાથે જે કર્યું એ શ્રી કૃષ્ણની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ન કહી શકાય? અને બોલવું પણ એક પ્રકારનું એક્સપ્રેશન જ છે. જો સંવાદને લઈને કોઈ દુઃખ થતું હોય અને પણ જો એમાં સત્ય હોય તો વકતાને હક તે બોલવા એક્સપ્રેસ કરવાનો. પણ જો અર્ધસત્ય અથવા નિહાયત જુઠાણાનો મારો ચાલતો હોય અને જો લોકો એને પણ ફ્રીડમ ઓફ સ્પીચ સાથે સરખાવે તો આપણે જે કરીએ એ પણ આપણી સ્વતંત્રતામાં આવે છે. જો આપણે એક્સપ્રેસ નથી કરી શકતા તો કોઈને બોલવાનો પણ અધિકાર નથી જેઓ કોઈને ત્યાં સુધી મજબુર કરે કે તે અનર્થ કરવા પર આવી જાય. તમારા શબ્દોથી કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો શું તમે ગિલ્ટી છો? જો નહીં તો સામે વાળો પણ કેમ? જો આ વ્યર્થ જ છે તો ફ્રીડમ શું છે? યા તો ફ્રીડમ ઓફ સ્પીચ ખોટી છે અથવા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન  જ અંતિમ સત્ય છે.  #કમલમ

આનંદ મહિન્દ્રાની ટ્વીટ

"ફેસબુક સાથે Jio નો સોદો ફક્ત તે બે માટે જ સારો નથી. વાયરસ-સંકટ પછી ભારતના આર્થિક મહત્વનું પ્રબળ સંકેત છે. તે એવી પૂર્વધારણાઓને મજબૂત બનાવે છે કે વિશ્વ ભારત માટે એક નવું વિકાસ કેન્દ્ર બનશે. બ્રાવો મુકેશ!" - આનંદ મહિન્દ્રા ફેસબુક એ  ₹43,576 કરોડમાં Jio ના 9.9% શેયર લીધાં છે અને એ બાબતે આનંદ મહિન્દ્રાની ટ્વિટ સકારાત્મક ઊર્જા અપાવનારી છે દરેક ભારતીય માટે. ફેસબુકનું ભારત તરફનું પ્રયાણ એ સૂચવે છે કે ભારત વિશ્વનાં વિકાસ કેન્દ્ર તરફ બનવાની તરફ કૂચ કરી દીધી છે. એ મુજબ હવે આપણે એક નાગરિક તરિકે અને ભારતીય તરીકે કેટલી મહેનત અને આવનારી તકો ઝાડપવાની છે એ તરફ વિચારવાનું શરૂ કરીએ. જય હિન્દ. "Jio’s deal with Facebook is good not just for the two of them. Coming as it does during the virus-crisis, it is a strong signal of India’s economic importance post the crisis. It strengthens hypotheses that the world will pivot to India as a new growth epicentre. Bravo Mukesh!" https://twitter.com/anandmahindra/status/1252876578654007298?s=19

મગજનો બાટલો

https://gujarati.pratilipi.com/story/%E0%AA%AE%E0%AA%97%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-0byhyrlkxigd ચકો મહામુસીબતે અને મહેનતે હુરટ(સુરત) જવા બોરીવલીથી ઇન્ટરસિટી પકડે છે. અનામતીય બેઠકો અને અનારક્ષિત બેઠકો પર પાસ વાળાઓ આરક્ષિત ઉમ્મેદવાર જેવું વર્તન કરી પોતાનું વર્ચસ્વ જમાવ્યાં બાદ વધેલી ચારથી પાંચ બેઠકો માટે ૩૬ જણની અપક્ષ ઉમ્મેદવારી ઉભેલી હોય અને ઘરેથી નીકળેલાં અને કમસેકમ ૧ કિલોમીટર જેટલું ભાગીને પકડેલી ટ્રેનમાં, કાળીયો ઠાકર સાથે જ હોય અને જ્યાં ઉભાં હોય ત્યાં જ બેસવાની જગ્યા મળે એટલે આ ભવનો જન્મારો એળે નથી ગયો એવું વિચારી ચકો બેસે અને ત્યાંજ એની બાજુમાં બકાની મુલાકાત થાય જે સતત બોરીવલીથી બોલવાનું ચાલુ કરે અને છેક ચાલુ રહે વાપી સુધી અને ચા પીતાં જ બોલવાનું બંધ કરે અને ચા પીધાં પછી બકો બોલે છે કે... બકો: અરે! ક્યાંરનો હું જ બોલે જાઉં છું. તમેય કૈંક બોલો! શેનો ધંધો છે તમારે? ચકો: બાટલાનો બકો: ઓહ! શેનાં બાટલાનો? ઓક્સીજન, કે પછી બીજા... ચકો બે મિનીટ સુધી ચુપ રહે છે. બકો: અરે બોલોને... ચકો: મગજનાં બાટલાનો... બકો: hahaha શું મજાક કરો છો સાહેબ... ચકો: ન

મારા મુજબ રાષ્ટ્રવાદ એટલે...

છબી
રાષ્ટ્રવાદ ફક્ત દેશની વ્યાખ્યા સાથે જોડાયેલો શબ્દ નથી એનો સંદર્ભ ઘણો ઊંડો છે. જાણવો હોય તો આ અહેવાલ વાંચવા વિનંતી. દેશ એટલે એક વિચાર. એવી જ રીતે કે જેમ આપણે ભારતીય તો છીએ પણ સાથે સાથે એશિયા ખંડના પણ નાગરિક છીએ એટલે એશિયન પણ. અને આપણે બધા એશિયન સાથે સાથે પૃથ્વીવાસી પણ ખરા. અને એ જ રીતે, આપણે ભારતમાં ગુજરાતના છીએ એટલે ગુજરાતી, અને તેમાં અમદાવાદનાં છીએ એટલે અમદાવાદી, અમદાવામાં કાલુપુરના છીએ એટલે પોલના રહીશ, અને પોલમાં રાજા મહેતાની પોળમાં રહું છું એટલે પોળનો છોકરો ખરી, પોલમાં કાનજી દીવાનના ખાંચામાં રહું છું એટલે એ ખાંચાનો રહેવાશી પણ ખરો અને ખાંચામાં ૨૦૨૧ નંબરનાં મકાનમાં રહું છું એટલે એ મકાનમાં રહેનાર રહીશ પણ ખરો... એવી જ રીતે પૃથ્વીથી, ખંડ, દેશ, રાજ્ય, જીલ્લો, તાલુકો/શહેર, ગામ/એરિયા, સોસાયટી/પોળ, ખાંચો/શેરી, મકાન/ફ્લેટ, જુપડી કે પછી જે પણ... જે પરિસ્થતિમાં મારી ઉપસ્થિતિ જેમાં હશે હું તેનો વફાદાર. એજ મારું રાષ્ટ્રવાદ પણું. એની બહારનું મારા માટે પરિસ્થતિ મુજબ વિરોધી તત્વ. અને મારી ઉપસ્થિતિ જે જે જગ્યાની હશે એ જગ્યાનો હું રાષ્ટ્રવાદી અને એ જગ્યા એ રહેલા તમામ લોકો માટેની મારી જવાબદારી એ મારી મ

દાતાર

છબી
એક વ્યક્તિએ આખી જીંદગી લોકોને સૂચનો અને સાચાં રસ્તાઓ જ બતાવે રાખ્યાં. અને તેઓ સફળ પણ રહેતા. લોકોને કુતુહુલ અને આંશિક ઈર્ષ્યા રહેતી કે આ મારો બેટો સુચન અને શિખામણો જ આપે છે અને એને તો કોઈ દિવસ કોઈના સૂચનની જરૂર જ નથી ઉભી થતી. એમ કેમ? એટલે એક દિવસ ગામનાં લોકોએ એ ભાઈની પરીક્ષા લેવા એક સંત પુરુષને એ વ્યક્તિ પાસે મોકલ્યાં અને પછી નો સંવાદ. સાધુ : દીકરા, લોકોના કહેવા પર તારા માટે અહીં આવ્યો છું. જે આશીર્વાદ જોતા હોય એ માંગી લે. એમણે કહ્યું : સાધુને ચરણોમાં વંદન. મારે કશું જોતું તો નથી પણ તમારા માટે એક સુચન છે. સાંભળશો? સાધુ : hahaha જરૂર... સંભળાવો એમણે કહ્યું : આટલું ઉચ્ચ વ્યક્તિત્વ અને સાદાઈથી જીવવાનું બંધ કરો નહીંતર અમારા જેવા માયાની પાછળ ભાગવાનું બંધ કરી દેશે અને સાદાઈ તરફ વળી જશે તો આ દુનિયા હાલશે કેમ? આટલું બોલતા જ સાધુ અને એ ભાઈ બંને હસી પડ્યા. અને છેલ્લે જતા-જતા એટલું બોલ્યા કે, "તું ખરો દાતાર." પૂર્ણવિરામ - કમલ ભરખડા

સંગીત અને માનસિકતા

છબી
ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યો તરફ યુવાનોનો ઓછો થઇ રહેલો રસ અને પસંદગી એ એમની બદલાઈ રહેલી માનસિકતાનો સીધો પરિચય આપે છે. વાદ્ય એટલે કે સંગીત પીરસતું ઈન્સ્ટ્રૂમેન્ટ. આપણા પ્રાચીન ભારતીય સંગીત તરફ નજર કરીએ તો હાલ શાસ્ત્રીય સંગીત ફક્ત જુજ લોકોની પસંદગીમાં રહી ગયું છે. આખરે તે શું દર્શાવે છે? તે દર્શાવે છે સંસ્કૃતિમાં અને માનસિકતામાં આવેલ ધરખમ ફેરફાર. સંગીત એટલે કે તાલ અને રાગ સયુંકત એક ધ્વની. અને કોઈપણ પરિસ્થતિમાં દરેક પ્રકારનાં સંગીતનું સર્જન શક્ય નથી. કારણકે સંગીતનો સીધેસીધો મેળ તેના પીરસનારની માનસિકતા પર નભેલો છે. માણસ જયારે એક અવસ્થામાં સ્થિર થાય એ પછી ભલે તીવ્ર અવસ્થા હોય કે મંદ અવસ્થા પણ એ જે તે અવસ્થામાં સંપૂર્ણતઃ સ્થિરતા આવ્યાં બાદ જ જે ધ્વની ઉપજે છે એ તે પરિસ્થતિનો રાગ બને છે. અને એ રાગ ને પ્રદર્શિત કરવા જે સાધનની જરૂરીયાત ઉભી થઇ રહે એને કહેવાય સંગીતના ઉપકરણો એટલે મૃદંગ, માટલા, જાન, વીણા, જલતરંગ, વાંસળી વગેરે વગેરે. આતો જોકે સામાન્ય વિજ્ઞાન છે જે મેં હાલ જણાવ્યું જે લગભગ સંગીતમાં રૂચી ધરાવનાર દરેક વ્યક્તિને જાણ હોય જ છે. પરંતુ તેને ભારતીય શાસ્ત્રીય સંગીત અથવા પશ્ચિમી સંસ્કૃતિના

માણસ અને વાંદરામાં ફરક શું છે?

માણસ અને વાંદરામાં ફરક શું છે? વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ.. 😅 #કમલમ

Dot or Dash?

It's very hard to become Dot. We all are Dashes. We exchanges our experiences and instincts. But to reveal the dot inside of yours you must need to stop looking solutions from the outside. Because it only creates dashes but to evolve as dot we need to see the inner world of ours. It will awaken the sleeping sun inside yours and then you will be an initiative for the many dashes and so many dots. #kamalam