પોસ્ટ્સ

માર્ચ 30, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સમય અને સાવધાની

છબી
સમય અને સાવધાની અત્યારે હું ઘણાં મુસેજ વાંચી રહ્યો છું જેમાં ચાઈનાને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. કદાચ સાચ્ચું જ હશે. પણ આપણે એક પ્રોગ્રેસીવ માણસો છીએ જે આગળનું વિચારી શકે છે. આમ જો આવી રીતે જ ચાલતું થઇ જશે તો ચાઈના શું પણ કોઈ બાઈના. ડાઈના, અને ગમ્મે તે લલ્લુ પંજુ વાઇરસો બનાવી બનાવીને દુનિયામાં ફેલાવતા રહેશે. તો આપણે શું કરી શકીશું? આપણે જીવનભર માટે તો લોકોને પરદેશ થી આવતા નહીં રોકી શકીએ? ક્યારેક તો નોર્મલ થશે ને બધું? એટલે આ જ સમય છે આપણા બાળકો અને યુવકો જેઓ અભ્યાસ લઇ રહ્યા છે તેઓ આ દિશમાં વિચારવાનું શરુ કરે. આપણે એડવાન્સ થવું જ પડશે. આપણે એટલા તો એડવાન્સ થવું જ પડશે કે કોઈ પ્રકારની આપદા નું સોલ્યુશન ગણતરીની ક્ષણો માં નીકળે. દુનિયાના ત્રણ સૌથી મોટા સ્ત્રોત ૧. જમીન (ફળદ્રુપ) 2. પાણી (નદી) ૩. માણસો (ખેડૂતો, ઈજનેર અને તબીબ) આ ત્રણથી મોટું કશું જ નથી... જે દેશ પાસે આ ત્રણ વસ્તુઓ હશે એજ સાચો સુપર પાવર કહેવાશે. પણ આપણે સુપર પાવર ની પાઘડી પહેરીને જાવું પણ ક્યાં જો ભૂખ્યા જમાડી પણ નહીં શકીએ કે તરસ્યા ને સારું પાણી પણ નહીં પીવડાવી શકીએ? એટલે જ આ સમય છે ચેતી જવા