પોસ્ટ્સ

જૂન 17, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તવિક સોસિયલ માનસિકતા

થોડા દિવસ પહેલાં એક ગુજરાતી વ્યક્તિને ગુજરાતીમાં મિમ બનાવવાનું ઘેલું લાગ્યું. એણે બનાવ્યું પણ ખરાં. કમ્યુનિટી વધવા લાગી અને શરૂઆતમાં અમુક જાણકાર ગ્રુપનાં મિત્રો જ મિમ બનાવતાં. એ જોતાં ધીરે ધીરે દરેક જોડાયેલ વ્યક્તિ મિમ બનાવવા તરફ હાલી નીકળ્યાં. અને લોકો દ્વારા બનેલા ગુજરાતી મિમ પાછાં જેવા-તેવાં પણ નહીં..ધીરે ધીરે એ મિમ ગ્રુપ વધવા લાગ્યું અને તેમાંથી એક ગ્રુપ સ્પેસિફિક વિચારધારા વાળું જુદું પડ્યું અને નવું ગ્રુપ બનાવ્યું. લ્યો કરો વાત. હવે હાલની તારીખમાં નાનાં-નાનાં ઘણાંય ગુજરાતી મિમ ગ્રુપ તૈયાર થઇ ગયાં છે. જોકે આ તો ભારતીય તરીકે આપણે સામાન્ય તરીકે લેવાય એવી ઘટનાં છે. એકની દુકાન કે પ્રોડક્ટ ચાલે એટલે પછી દરેક નિર્ભર પ્રાણીની જેમ એ કન્સેપ્ત પર ઝપટી જ પડવાનું. એ પછી સામાન્ય વેપારીથી લઈને મુકેશભાઈ સુધીની વાત છે. ઈન્ટરનેટનું ઘેલું વોડાફોન, એરટેલ અને અન્ય કમ્પનીઓએ લગાડ્યું અને પછી તેના બનેલા પ્લેટફોર્મ પર સૌથી વધારે પ્રોફાઈલ સાથે પ્રોડક્ટ લોન્ચ કરી પોતે રાજા બની ગયા. ઠીક છે એ શક્ય છે. કારણકે એક સામાન્ય ભારતીયમાં ઇનોવેશન કરી માર્કેટ ડેવલોપ કરવાની હેસિયત નથી તેના કારણો સોસિયો-ઇકોનોમિકલ છે.