Gone With The Wind
ક્લાર્ક ગેબલ જેવા ધુરંધર ખેલાડી અભિનેતા લીડરોલમાં
હોવા છતાં પણ વાર્તાનું કેન્દ્ર જો સ્ત્રી હોય એ ૧૯૪૦ નાં સમયમાં ઘણું અજુગતું કહી
શકાય. હાલતો ફેમિનિઝમ અને સ્ત્રીશશક્તિકરણને લીધે સ્ત્રીઓ જેટલી સ્વતંત્ર છે તેટલી
એ સમયમાં જગતમાં ક્યાંય ન હતી. જેવી માનસિકતા સ્ત્રીઓ માટે ભારતીય સંસ્કૃતિમાં
પહેલા ઠસો થસ હતી એવી જ માન્યતાઓ પશ્ચિમી સંસ્કૃતિમાં પણ હતી. હા જોકે ત્યાંની
સ્ત્રીઓને સમાજિક સ્વતંત્રતા જે હતી એ હજુ પણ અહિયાં આપણે ત્યાં નથી અપાતી. ઠીક છે
મુદ્દા પર આવીએ.
આ મુવી જોયું અને અભિનેત્રી વિવિયન લીઝનો
અભિનય એટલો ચોટદાર છે કે આ મુવીને જ હરતી ફરતી અભિનય સંસ્થા તરીકે લઇ શકો! જોકે મુવીનો
પ્લોટ નથી અઘરો કે નથી સરળ. પરંતુ વાર્તાનાં અંતમાં જે મેસેજ મળે છે એ વિષે મારે
વાત કરવી હતી.
વાર્તાની નાયિકા (સ્કારલેટ) જે રીતે તેના પ્રેમ
માટે તકલીફો સહન કરે છે અને અંતમાં જે રીતે ક્લાર્ક ગેબળ તેને તેના ખરા પ્રેમની
અનુભૂતિ કરવી જાય છે એ દરેક મુવી જોનારની માનસિકતા અને પૂર્વધારણાઓને હલબલાવી શકે
છે.
ફિલ્મની વાર્તાનું કેન્દ્ર અભિનેત્રી છે. અને વાર્તાના
અંતમાં એ અભિનેત્રીને એ અનુભૂતિ થાય છે કે તેનો ખરો પ્રેમ તેનું દક્ષીણ અમેરિકાના જ્યોર્જીયા
સ્ટેટમાં આવેલ ગામ “ટારા” છે અને તે ગામની સમૃદ્ધિ અને વિકાસ જ તેની પ્રાથમિકતા છે
અને તે તેનું સંપૂર્ણ જીવન તેની રક્ષા માટે સમર્પિત કરી શકે છે. (એ કેમ, તેના માટે
તમારે મુવી જોવું રહ્યું)
વાર્તામાં અભિનેત્રી બે પુરુષો પ્રત્ય્રે આકર્ષિત
થાય છે જેને તે તેમના પ્રત્યેનો “પ્રેમ” સમજી બેશે છે પણ પ્રેમમાં વ્યક્તિની
પ્રાથમિકતાઓ અને તેની માનસિકતા જે રીતે વળાંક લે એ મુજબ તેનામાં એકપણ એવાં ચિન્હો
જોવા મળતા નથી.
અભિનેત્રી સંપૂર્ણ જીવન દરમ્યાન એનાં ગામ પ્રત્યે
જ નિસ્વાર્થ ભાવે પ્રેમ આપી શકે છે. તેના માટે એ કઈ પણ કરવા શક્ષમ છે વગર કોઈ
અપેક્ષા એ. શું ખરેખર એ પ્રેમ હોઈ શકે?
તો જેમણે આ મુવી ગોન વિથ ધ વિન્ડ મુવી જોયું છે
તેમના માટે એક પ્રશ્ન.
શું વ્યક્તિને વ્યક્તિ સિવાય બીજા કોઈ તત્વો સાથે
પ્રેમ થઇ શકે ખરો?
અને શું વ્યક્તિ ને પ્રેમ કરવા માટે વ્યક્તિની જ
જરૂર પડે?
અને એ વાર્તામાં તો અંતે એજ બતાવ્યું કે, અભિનેત્રી
જે રીતે તેનું તમામ જીવન ફક્ત લેવાની ભાવનાથી પસાર કરે છે એ ખરેખર તેનો અંગત
સ્વાર્થ સાબિત થાય છે જયારે કોઈપણ સ્વાર્થની ભાવના વગર એ જે રીતે યુદ્ધ બાદ પોતાના
ગામ ટારાને ફરી પાછું જીવંત કરે છે એ ખરો પ્રેમ દર્શાવે છે.
તો શું કહેવું છે આપનું આ બાબતે?
Kamal Bharakhda