પોસ્ટ્સ

જૂન, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડિપ્રેશન

કોઈપણ ઘટના જયારે તમારી સાથે પ્રથમ વખત ઘટે અને એ જો તમને અસ્તવ્યસ્ત કરી નાખે તો નક્કી તમે મુશ્કેલીમાં મુકાયા એવું કહી શકાય. જે ખરેખર નોર્મલ છે કોઈપણ વ્યક્તિ માટે. કોઈપણ ઘટના કુદરતી રીતે એક જ વખત તમને હેરાન કરે છે. બીજી વખત તમારું મગજ જાણતું હોય છે કે આ ઘટના શેના લીધે ઉદ્યભવી! હવે વ્યક્તિ લાલચ વશ કે જરૂરિયાત વશ જો કૃત્રિમ રીતે એ જ ઘટના ફરીથી ઉભી કરવા તરફ વળે ત્યારે ઘટના બને અને તેના પરિણામો નજર સામે આવે એ પહેલાની દરેક ક્ષણો ડિપ્રેશન કહી શકાય છે. મૂળમાં, ડિપ્રેશન એ આપણી પેદાશ છે, એ આપણા મગજની ઉપજ નથી કે નથી કુદરત દ્વારા અપાયેલી. #Kamalam

ભારતીય, અંગ્રેજીભાષા અને ક્રેઝ

એ દરેક વ્યક્તિને અંગ્રેજી ભાષા સાથે પ્રોબ્લેમ છે જેઓ ભારતીય ભાષા તરફ આકર્ષણ વધારે છે. અંગ્રેજી ભાષા તરફ વધતો આ ક્રેઝ જોઈને અંગ્રેજી ભાષા ને ઉતારી પાડી અને પોતાની ભાષા તરફ આગળ વધવાનું જ લખી જાય છે. પણ વ્યવસ્થા? તમે મને કહી શકો ભાષા અંગ્રેજી કોની દેન છે? આપણે બધા કહીશું કે, અંગ્રેજો ની... સેજ પણ નહીં. અંગ્રેજી ભાષા દેન છે સયુંકત રાષ્ટ્ર અમેરિકાની (USA) આપણે આપણી ભાષામાં એક પણ એવું કાર્ય કર્યું જેને લઈને દુનિયાનાં કોઈપણ છેડાનાં વ્યક્તિની આપણા કાર્યમાં રસ પડે અને તેને આગળ વધારવા માટે તેને આપણી ભાષા શીખવી પડે? અમેરિકાએ એવાં કાર્યો ઢગલા મોઢે કર્યાં છે. આ દુનિયામાં સૌથી વધારે નોબેલ પુરુસ્કાર અમેરિકન સીટીઝનો છે. આ દુનિયામાં સૌથી સારા પુસ્તકો અંગ્રજીમાં લખાયા છે જેના લેખકો અમેરિકામાં રહે છે. આ દુનિયામાં સૌથી વધારે સારી ફિલ્મો માં અંગ્રેજીમાં બનેલી ફિલ્મો સૌથી વધારે છે કારણકે હોલીવુડ (અમેરિકા). આધુનિક કમ્પ્યુટર્સ અને મશીનરી પણ અમેરિકાથી લોકો સુધી પહોંચી છે. એવું તો ઘણું બધું છે કે જે અહીં લખવા જાઉં તો આ પોસ્ટ ટૂંકી પડશે પણ કહેવાનો અર્થ એટલો જ કે, આપણે આગળ વધવા માટે કે મનોરંજન માટે કે, શંશોધન કરવ

The bitter truth of modern education

In my whole engineering studies, physics/mathematical calculations were major portion to deal with. And I have been came across to one most common phrase which is " As we know that, the formula of this is that..." Lol... for a student who doesn't know the derivation of the formulas from the respective concepts, it is same like religion for them. In religion, it also starts with similar kind of phrases, "as we know that..."  I spend my time to derive the formulas to understand the concept and thus I was slower than other students.. thus in competitive world, I'm a failure.  That's bitter truth!! Give a real strength to your children to ask questions! That's the ultimate truth of existence.  #kamalam

પરિસ્થિતિ, રમૂજ વાતો, અને કરુણ સત્ય

પરિસ્થિતિમાંથી ઉભરતી રમૂજ વાતો જ કદાચ જીવનને એક નવી દિશા આપે છે અને સમય ને સહન કરવાની શક્તિ આપે છે. એવી જ રીતે એક મસેજ વાંચ્યો કે, આ વખતે કોઈના લગ્નનાં જમણવારમાં કેરીનો રસ તો ઠીક પણ 10માં 12માં નાં પેંડા પણ નહીં મળે. ખરી વાત છે. પણ એક ખુબ જ કરુણ સત્ય એ છે જે આપણે નકારી દઈએ છીએ. જે કદાચ આ લોકોડાઉનને લીધે સામે નહીં આવે. તેનો પરિસ્થિતિ ને આભાર. ન જાણે, દર વર્ષે 10માં અને 12માં નાં રિઝલ્ટ પછી કેટલાય બાળકો ન કરવાનું કરી બેસે છે. પણ ચાલો આ વર્ષે એ સંવેદનશીલ બાળકોને આ કપરી પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડ્યું હોય. આભાર જે તે પરિસ્થિતિનો. જે અમુકનો ભોગ લઇ ગયું તો અમુકને બચાવી પણ ગયું. બચાવ્યાનો અને માફ કર્યાનો ગુણ સૌથી મોટો! કાળીયા ઠાકરની જય! #કમલમ

ધાર્મિક ટીકા ટિપ્પણીઓ અને અભિપ્રાય

આ જગતમાં અત્યાર સુધી જેટલી પણ સંસ્થાઓ કે પછી ધર્મો શરૂ થયા છે તેનો મૂળ પાયો જે તે સમય અને પરિસ્થિતિને અનુકૂળ હતો. સમય બદલાતા દરેક વ્યવસ્થાઓએ સમાધાન પણ આદર્યા છે જે નથી કરી શક્યા તેઓ પાછળ છૂટી ગયા છે.  કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનાં સમાન અભિપ્રાયને લીધે આજ સુધી એક પણ એવી વ્યવસ્થા ભાંગી પડી નથી.  એટલે અભિપ્રાય લેવામાં કે આપવામાં કોઈને હાનિ ન થવી જોઈએ. જેને કોઈના અભિપ્રાયને લઈને તકલીફ થાય છે ત્યારે તેમણે પોતાની વૈચારિક ક્ષમતા ને વધારી અભિપ્રાય આપતાં વ્યક્તિની માનસિક/અનુભવિક પરિસ્થિતિ સમજી સમાધાન કરી લેવું જોઈએ.  કારણકે અભિપ્રાય આપનાર વ્યક્તિ જો રિસર્ચ કરીને અભિપ્રાય આપતો હોય તો એ યોગ્ય છે બાકી કોઈને ફરક નથી પડતો.  રહી વાત આપણાં ધર્મની.. તો સ્વાભાવિક છે ટીકા ટિપ્પણી તકલીફ આપે પણ આપણે આપણો ધર્મ બતાવવાનો સમય ત્યારે જ શરૂ થાય છે.  સત્ય મેવ જયતે..  સત્ય નો જ વિજય થાય છે. જો આપણી વ્યવસ્થા કે ધર્મ સાચો છે અને સત્ય છે તો ચિંતા શેની?  😊 #કમલમ