યમરાજ: ચિત્રગુપ્ત, આ બહાર શેનો અવાજ આવે છે?
ચી.ગુ.: અરે, ભારતથી આવેલાં અમુક લોકો છે. આઝાદી આઝાદી ના ચક્કરમાં આખી જિંદગી કાઢી નાખી. કર્મોનાં આધારે તો આ બધાને નર્કમાં જ જગ્યા મળી. એમને એ ન ગમ્યું તો સ્વર્ગનાં બેકયાર્ડમાં એક જગ્યા આપી દીધી. તો એ લોકો એ ત્યાં પણ આઝાદી-આઝાદી શરૂ કર્યું...
યમ: તો હવે શું પ્રોબ્લેમ છે એ લોકોને?
ચી.ગુ.: અરે, પ્રભુ હવે એ લોકોને અપ્સરાઓનું નૃત્ય અને ઇન્દ્ર જેવાં ઠાઠમાઠ જોઈએ છે. હવે ઇ ઢાનઢાવને કોણ હમજાવે કે આટલું મળ્યું એજ બોવ છે.
યમ: એક કામ કર.. આ લોકો હવે હદ કરે છે. મારે બીજા ઘણાં કામ છે. આ બધાને હવે આઝાદી આપી જ દઈએ. આ આખાં લોટ ને ઉત્તર કોરીયામાં મોકલ... હું બ્રહ્માજી સાથે વાત કરી લઉં છું. ઓલા લાલ શર્ટ વાળાને પાકિસ્તાનમાં અને લીડરને ચાઈનમાં.
ચી.ગુ.: જેવી આપની આજ્ઞા...
પૂર્ણવિરામ
#કમલમ