મારા ઘરની નીચે જ બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડની બિલકુલ પાછળ એક કલીનીક છે. ગઈકાલે લગભગ સવારનાં ૧૧ એક વાગ્યે હું ત્યાં બસ સ્ટેન્ડ પર જ હતો. અચાનક એક બેન તેના ફોનમાં જોર જોરથી વાત કરતા હતા અને એવું બોલતા હતા કે, “ મેડમ જલ્દી આઓ મુજે બોહોત દર્દ હો રહા હૈ! “
હવે આજુબાજુમાં ૨ કે ૩ કિલોમીટરમાં બીજા કોઈ દવાખાના છે નહીં. એટલે પછી હું એ બેન પાસે ગયો અને પૂછ્યું કે, “ બહેનજી કોઈ દિક્કત હૈ ? “
પછી બેને કહ્યું કે, “ અરે યે મેડમ કા દસ બજે કા ટાઇમ હૈ ઔર ગ્યારા બજને કો આએ ફિરભી અભી તક નહીં આએ હૈ, ઔર ફોન કિયા તો બોલે કી મેં આજ નહીં આઉંગી હમારે ઘરમે ગણપતી બિરાજે હૈ! “
વાગેલા પર દરરોજ ડ્રેસિંગ કરાવવું પડે એવી કાંઇક ઈજા થઇ હતી એટલે એમને ફરજીયાત એજ ડોક્ટર પાસે કરાવવું પડે એવું કૈંક એ બેન કહેતા હતા. એ એમની બેબી સાથે આવ્યા હતા. એટલે પછી એમને માટે રીક્ષા બોલાવી આપી અને મેં રીક્ષાવાલાને કીધું કે, “જિસ ડોક્ટર કે ઘર પે ગણપતિ ના પધારે હો ઉનકે કલીનીક પર લે જાઓ.” થોડી વાર તો એ રીક્ષાવાળો મને જોતો જ રહ્યો....પણ પછી લાઈટ થઇ એટલે નીકળી ગયો.
ગજબ છે એક એક સેકન્ડ ટીચર બનીને જીવન શીખવાડ્યા જ કરે છે.
આ અનુભવથી વ્યક્તિનો સાચો ધર્મ ખબર પડી! એમને માણસની એનેટોમી સાથે સાથે માણસાઈ પણ ભણી લેવાની જરૂર હતી. સારું છે ભારતમાં આવાં દાખલા જુજ જ મળે છે.
Kindly #Priorities a #Humanity
- Kamal Bharakhda