Explore new things so you can have different ways to resolve issues!

હું જ્યારે સેકેન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પ્યુટર્સ અમારા માટે એક જાદુઈ વસ્તુ હતી. હું વાત કરું છું વર્ષ 2001ની આસપાસ. હું ત્યારે ધોરણ સાત માં અભ્યાસ કરતો હતો. મેં તરત જ કમ્પ્યુટરનાં ટીચર સાથે મિત્રતા કરી લીધી અને તેમણે મને તેમનો આસિસ્ટન્ટ બનાવી લીધો. એ સમયમાં જ ટીચરે મને માઈક્રોસોફ્ટ એક્સલ એપ્લિકેશન બતાવ્યું. અને એમણે મને જયારે સમ ફન્કશન (Sum Function) અને ઇફ ફંક્શન (If Function) કઈ રીતે કામ કરે  શીખવાડ્યું. એ રાત્રે તો મને નીંદર જ ન આવી. મારુ મગજ ત્યારે જ દોડવા લાગી ગયું હતું. પછી મેં વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને મેં મારુ પ્રથમ નાનું એપ્લિકેશન બનાવ્યું. એ હતું વિદ્યાર્થીઓનાં માર્ક્સને ગણી ને તેના પર્સેન્ટેજ કાઢી આપતી શીટ.

એ સમયે મારા માટે તો એ બહુ જ મોટી વાત હતી. એ માર્કશીટ એપ બનાવવા માટે મેં એક જ (single) એક્સલ શીટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મેં  ટીચર ને એ શીટ બતાવી અને તેઓ ખુશ થઇ ગયા પણ એક જ શીટ ની અંદર બધું હતું એટલે અસ્તવ્યસ્ત લાગતું હતું એટલે ટીચરે મને તરત જ કહ્યું કે, "તે આ બધું એક જ શીટ માં કેમ બનાવ્યું છે?" 

એ પછી ટીચરે બીજી શીટ ઇન્સર્ટ કરી અને મારી દુનિયા ફરીથી બદલી ગઈ. હું જાણતો ન હતો કે હું બીજી શીટ પણ ઇન્સર્ટ કરી શકું છું. 

જીવન પણ કઈંક આવું જ હોય છે. આપણે બસ લાગેલા રહીએ છીએ કે એક જ પ્રકારની સમસ્યા માટે એક જ પ્રકારનાં સમાધાન સાથે. આપણે જીવનના બીજા આયામો તરફ તો નજર કરતા જ નથી અથવા તો જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી. 

જીવનના નવા આયામો કદાચ એક ક્લિક પર સામે નથી આવતા પણ એ હોય છે એ નક્કી. 

#Kamalam

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ