પોસ્ટ્સ

ઑગસ્ટ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બે જ રસ્તા છે

બે જ રસ્તા છે. જન્મો, કર્મ કરો અને મૃત્યુ જન્મો, પ્રેમ કરો અને અમર થઈ જાઓ અહીં પ્રેમનો અર્થ ઊંડાણમાં છે. આ દુનિયામાં જે જે વ્યક્તિઓ એમના મૃત્યુ બાદ પણ હજી જીવે છે તેઓ અમર છે. તેઓને નક્કી કોઈ પણ વ્યક્તિ, દેશ, વસ્તુ પ્રત્યે એટલી અદમ્ય ભાવના સાથે કર્મ કર્યું હશે કે તેઓ અમરત્વ પામી ગયાં. અને એમની ચાહમાં કરોડો લોકોની તકલીફોનું સમાધાન મળ્યું છે. - કમલ

વિચાર પણ તારો જ છે!

એક યુવાને માણસની બનાવેલી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો પણ જ્યારે એમને ખબર પડી કે તેઓ પણ માણસનું જ સ્વરૂપ છે તેઓએ એ પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમનાથી એ થયું નહીં. તેઓ એમના ગુરુ પાસે ગયાં અને પ્રશ્ન કર્યો અને એમના ગુરુ એ કીધું કે, "તારે જે કરવું હોય એ કર અને આ વિચારનો પણ ત્યાગ કારણકે એ ય તે જ બનાવેલો છે..."  ;) પૂર્ણવિરામ કમલ